પડતર રહે છે તોય આ લાગણીની જાત છે

પડતર રહે છે તોય આ  લાગણીની જાત છે
અડતા અડી લો તો સદા માંગણીની જાતછે

સાચી અદાની તો ખબર કેમ પડશે એમની
છંછેડશો તો જાણશો નાગણીની જાત છે

દળ્યા કરે છે રોજ જે ઓરવામાં આવતું
દીમાગ છે કે કોઇ એ ઢાકણીની જાત છે?

માપી શકો તો માપ લઇ લો તમે ખોલી હદય
સંવેદના મુંગી છતા માપણીની જાત છે

બળતા રહીએ ભર બપોરી સરીખા સાંજનાં
તાપી શકો ઇચ્છા તમે તાપણીની જાત છે

આવી શકો મારા નગરમા તમે પણ આવજો
રંગીન દિલમા જોઇ લો બાંધણીની જાતછે

-નરેશ કે.ડૉડીયા

ગઝલ(છંદોબધ્ધ)-૨

સવાલો તું ઘણા કરીને થાકયો છે તો શું?
તુટેલી ડાળ પર જ આંબો પાકયો છે તો શું?

તને રાખે ભલે ગમે એ રીતથી તો શું થ્યું?
અવેજીમાં તને ભલેને રાખ્યો છે તો શું?

… નથી તું એમની હથેળીમા ભલે ને તો શું
કદી તારા નસીબથી તું રૂઠ્યો છે તો શુ

હવે અંધારને કદી તો ના પુછૉ મારું કૈ
ઘણી રાતો સુધી કદી તું જાગ્યો છે તો શું

અમે તો નામ તારું ઝંખ્યું તો હતું તો શું થ્યું
તમારા નામથી મને પીછાણ્યો છે તો શું?

પ્રકારો તો તમામ અજમાવી ચુક્યા તો શું થ્યું
ગઝલમાં ભાવ એક તારો નાખ્યો છે તો શું?

નથી મળતા નસીબના સાથ જાણૉ છો ને?
તને તકદીરના પનામાં માપ્યો છે તો શું

સદા લખતો રહે ગઝલને આપના તો નામે
નસીબે મૌનનો હુકમ જો આપ્યો છે તો શું?

મહોતરમાં તને અમે માંગી હતી તો પણ શું?
ઘણા એ તો મને કદી તો માંગ્યો છે તો શું?

(નરેશ કે.ડૉડીયા)

—————————-

મને હું જ હમણા મળતો નથી
અરીસો મહીં પણ જડતો નથી

બગીચે જતા ડર લાગે મને
ટહુકો જુનો એ જડતો નથી

હવે આંખમાં છે ખાલી-પણું
વિરહની ગઝલ હું લખતો નથી

સુનામી નદી ના લાવી શકે
હવે આહ દરીયો ભરતો નથી

હવે દમ નથી જે મારો હતો
હવે ખ્વાબમાં હું સરતો નથી

(નરેશ કે.ડૉડીયા)

————————————

લગાગાગા-લગાગાગા-લગાગાગા-ગાગાગા

જમાનાની બધી વાતો કહી ક્ષણની ભાષામાં
તરસની એ ગઝલને મેં લખી રણની ભાષામાં

લખેલા હોય છે કાવ્યો-ગઝલ ઝાડે ને પાંદે
તમોને વાંચતા ફાવે કદી જળની ભાષામાં?

બધા શોધી અને થાક્યા પવનની ભાષા શું છે?
ઉતર મળશે કદી રણમા,હશે ડરની ભાષામાં

બધી આશા અમે છોડી નહી દઇએ ઓ દરિયા!
કિનારેથી ઉતર દઇએ અમે ભડની ભાષામાં

સુનામીઓ હવે શુ આવશે મારા શ્હેરોમાં
ધરાને પણ જવાબો દઇ અમે તળની ભાષામાં

હજુ તો આ ધડી આગાઝની છે જાણી લેજો!
ઉતર છે ઝંખનાને જિંદગી-ભરની ભાષામાં

(નરેશ કે.ડૉડીયા)

——————————–

ગાલગાગા-ગાલગા-લગાગાગા-લગા-લગા

જિંદગી-ભર એકલા-પણે જીવાઇ તો નહી
આંખ ભારી હોય તો રડી લેવાઇ તો નહી

પાણી જાતા હોય તો ન પાળૉ બાંધતા તમે
ને નદી દરીયા વચ્ચે કશું બંધાઇ તો નહી

જાણકારી એ બધી ધરાવે, તોય ના કહે
ખાનગી વાતો કદી બધી બોલાઇ તો નહી

મૌનનો એ મર્મ જાણતા ના હોય તોય શુ?
આરશીમાં જાતને કશું બોલાઇ તો નહી.

ને યથાવત તો કશું રહેવાનું નથી કદી
આ ગઝલમા જે લખ્યું,કદી જીવાઇ તો નહી

(નરેશ કે.ડૉડીયા)

——————————————–

ગાગાલગા-ગાગાલગા-ગાગાલગા-લગાલગા

આ આસું મારા જોઇ એને દર્દ ટપકયું હશે?
નામ કોતર્યુ ઉર મહી કૈ દર્દ તો થયું હશે?

ઝંખના એની જિંદગીભર એ કહે કર્યા કરું
એ મૃગ પણ રણમાં કદી જળ સારુ ભટકયું હશે

એ કહે તો હું જિંદગીભર રણ બની તરસ બનું?
રણમા પણ વરસાદનું પાણી કદી પડ્યુ હશે?

એ તો સિતમગર થઇ અને આદત-વશે છળે મને
ને ચુંમવા ધરતી કદી આ આભ ઝૂકયું હશે?

ચોસલા ભીતરમાં કદી હ્રદયતણા ન થઇ શક્યા
એમને માંરા દર્દ જોતા કૈક ખટક્યું હશે?

પ્રેમી જગતમાં છે ઘણા,તેઓ કદી મળ્યા નથી
ને આજ લગ મનને ગમે એ જણ ક્યાં બન્યું હશે?

-નરેશ કે.ડૉડીયા

—————————————

ગાલગાગા-ગાગાલગા-ગાગાગા-ગાગાલગા-લગા

શાંત એંકાતે મૌનનો ધેરાવો પથરાય જાય છે
જિંદગી એવા અંજવાળે વટથી જીવાય જાય છે.

એ વહેતી જાતી સરીતાને ચોમાસું અડી પડે
સાગરોની રાહે નદીના વેણૉ ફંટાય જાય છે

કોઇ તો માણસ છે,શુકનવંતા અવસર જેવા બને
ને ઉજવવામાં ચોઘડીયાઓ તો ભૂલાય જાય છે

એ ઘાવને રૂજાવતા જાણે છે, મરહમ થાય તો?
ચહેરો ગમતો કોઇનો આંખોમાં જોવાય જાય છે

લોક બોલે છે પાંચ શેરોમા ના સમજી શકો કદી?
ભીતરે છેદો તો ગઝલ લોહીમાં વંચાય જાય છે

(નરેશ કે.ડૉડીયા)

————————————

લગાગાગા-ગાલગાગા-ગાગાલગા-લગાગા-લગા

શ્વાસોની યોજનાઓની આરપાર જાવું નથી
અને સપનાંની ધરાનું ખેડાણ હાથ ધરવું નથી

ખડકની ભાષા કઠણ જાણી તોડવા મહેનત કરી
અને અંદર પોલું ભાળી આશાનુ બીજ ફુટવું નથી

ચલો ભૂલી જાઇ,એ ઘટના યાદ ના કરીએ કદી
નરકની એ યાદવાસ્થળીનું પ્રમાણ ધરવું નથી

નવી આશાઓ હવે તો ના કોઇ પ્રસ્થાનો કરે
હવે થી તો એકપણ પગને કોઇ ડગલુ ભરવું નથી

મર્યા જાણીને અમારું શું થાય એ તમે ભૂલજો
જગતમા તો ભૂલથી સપનામાં કદીય સરવું નથી

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા

નથી મળતી ઉદાસી માંગવાથી કોઇની પાસે
ન તો સપના ફળે છે,જાગવાથી કોઇને માટે

ગઝલમા હું રટણ તારું જ આદરતો રહું શાને?
નહી બદલે હવે રેખા ગમી તો કોઇ ના જામે

તરીકા જે હતા મારા હમેશાં એ જ હોવાના
નહી બદલે તરીકા તાકવાથી કોઇની આંખે

રમત તે આદરી છે તો પુરી પણ તું કરેતો શું
અમોને ફાવતું ફાવે, નહી તો કોઇ ના ફાવે

કથાઓને કહેવાનો હકો તારા રહેવાના
બને જે સારથી તો કોઇ?ગાથા આપણી ગાશે

તમારા જે ઇલાજો છે,નથી એ કોઇની પાસે
તમો એ જે ઊડાડ્યા પક્ષી ના આવશે પાસે!

(નરેશ કે.ડૉડીયા)

——————————————

ગાલગાગા-લગાગાગા-ગાલગાગા ગાલગા લગાગાગા

દેવ જાણી પથ્થરોને પૂજવાની ટેવ છોડવી પડશે
માણસોમાં હવે માણસ જાણવાની ટેવ પાડવી પડશે

જિંદગીની હવે છેલી એ ઘડીમાં કોણ આવશે ખપમાં
સાકળૉ એ સંબંધોની તો સલામત છેક રાખવી પડશે

લાગણીની અહીં ભાષાને જુદી રીતે જ બોલવી પડશે
લાગણીની નવી ભાષા આપને તો વીકસાવવી પડશે

સંબધોનું નવું નભ તો લાગશે સોહામણું તમે જાણૉ
સ્નેહની આ પંતગોને સાચવીને તો ચગાવવી પડશે

કાંધ દેનાર માણસ તો ચાર મળશે,આ જગત નિરાળું છે
ને ચિતામાં તમારે ખુદ જાતને આખી જલાવવી પડશે

(નરેશ કે.ડૉડીયા)

————————————-

ગાલગાગા ગાલગાગા ગાલગા

મને પૂછો નહીં સગપણ તમે
આંખની ભીનાશનું કારણ તમે…

કોઇને તો આભમાં વાદળ ગમે,
છૉ અમારી આંખનાં શ્રાવણ તમે.

કોઇ જો પૂછે અનુભવ પ્રેમનો,
તો અમારી હા અને ના પણ તમે

હુ તમારામાં મને શોઘ્યા કરું,
ને હતા બસ કોઇનાં દર્પણ તમે.

જે સફર તારા ઇશારે નીકળી
કારવા ભટકી ગયા એ રણ તમે

જીવવામા લોકને શું જોઇએ?
જે ખુટે છે આયખે એ જણ તમે

(નરેશ કે.ડૉડીયા)

———————————

ગાલગા-ગાલગા-લગાગાગા-લગા

જિંદગી આમ તો બહું ટૂંકી હતી
ડાળ લીલી ભિતર લગી સૂકી હતી

ને કદી ચાર આંખ ભેગી થૈ હતી
અંતમા આંખ બે રડી ઝૂકી હતી

હારતા તો ગયા છતા ઝૂકી નહી
ને પછી આંખમાં સમજ ફૂટી હતી

એ કહે જોઇ ના શકો ઉંડાઇને
આંખમા નાવ તો પછી ડૂબી હતી

એ કહે મૌનને તમે સમજો નહી
બોલયા,પાળ મૌનની તૂટી હતી

તું ગમી ગઇ પછી કશું તો ના થશે
એ ભરોસા થકી મતી ભૂલી હતી

આમ જો અણસમજ રહેશો ના તમે
એ જ કારણ થકી કદી દુઃખી હતી

(નરેશ કે.ડૉડીયા)

———————————————

લલગાલગા-લલગાલગા-લલગાલગા-લલગાલગા

નયનો જરા,નભમા અડે,વરસી પડી કવિતા ગઝલ
હર હાલમાં રણમાં ફર્યા,તરસી મળી કવિતા ગઝલ

દર પૂનમે નિખરે,અમાશ થતાં ધરી પર આથમે
હર ચાંદના ભિતરે જુઓ!ચમકી જતી કવિતા ગઝલ

નખરા કદી કરતા નથી,છળથી ડર્યા ન અમે કદી
ન ડરી,ન હાર ખમી,અને વટથી લખી કવિતા ગઝલ

ન અમે સલામ ભરી,અને ન તમા કરી,મરતા સુધી
ધરતી નભે,વચમાં રહી,ભગિની ઠરી,કવિતા ગઝલ

ફરતા રહ્યા,અલગારની જલતી મશાલો,ઘરી અમે
ગઢ ગીરનાર ફરી,મનોજ સખી બની કવિતા ગઝલ

દર સાલ એ મળતી હતી,ન મળી કદી,ન જડી પછી .
કબરે દિવા ઠરતા ગયા,જલતી કરી કવિતા ગઝલ

(નરેશ કે.ડૉડીયા)

———————————————–

ગાગાગા-લગાગાગા-લગાગાગા-ગાલગાગા-લગાગા

તું આવી પહેલા કોઇ ખૂશીનો ગાળૉ મજાનો નહોતો
તું આવી પહેલા કોઇ ખૂશીઓનો તો ખજાનો નહોતો

મારી એ ગઝલને જોઇ લે!દાસ્તાને ઇશ્કમા ગણે છે
જાણે છે બધા!શાયર કદી હું મોટા ગજાનો નહોતો

દુનિયામાં સબંધોમાં ઘણા લોકો છેતરાતા ગયા છે
દેવી નામથી આવી પહેલા માણસ મજાનો નહોતો

મારી આ કથાનો અંશમાં તારો સાર દેખાઇ આવે
પામીને દુખો દેવા,પ્રકારો એ પરગજાનો નહોતો

એંકાંતે હવે હું કેટલી રાતોને ગુજારું કહો ને?
આવો પ્રેમનો ધારો કદી કાનુંની સજાનો નહોતો

આ આગાઝ છે,ઇતિહાસને તો મારો ફરીથી લખીશું
પ્રેમીની બુલંદીના વિષયનો નાતો પ્રજાનો નહોતો

(નરેશ કે.ડૉડીયા)

——————————————————

ગાલગાગા-ગાલગા-લગાગાગા-લગાગા-લગાગાગા

આયખાની ચોકટે કદી આ દેહ તારો ઢળી પડશે
ના કશું થાશે અને તરસની વાટ તારી ઠરી પડશે

ઝંખના તું એમની ભલે કરતો રહે જિંદગીભર તું
ચાહનામાં એમની અકારણ તું ડરીને છળી પડશે

સાલમા તું જોઇલે,બધી મૌસમ ફરી જાય છે જાણૉ
જિંદગીની ડાળ તો કદી તો પાનખરમા ખરી પડશે

એ હકોને,ઓગળી,જવા દે તું,નથી તો નથી તારું
ને ભુલી જા ડાળ પારકી,ફૂલો કદી તો ખરી પડશે

પામવાની એમને અપેક્ષા ભૂલ તો જા,ભજી લે તું
જો જગતમાં છે ખુદા,કદી એના નયન પણ રડી પડશે

એમની પાસે કદી તરસને બારમાસી ન લઇ જાશો
ચાતકો જેવી પ્યાસ લઇને તું જશે તો છળી પડશે!

(નરેશ કે.ડૉડીયા)

——————————————

ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગા

સાથમાં આવે નહી ને સાથમાંથી જાયના
જાત સપનાની મળી જે રાતમાંથી જાયના

પારકા પાદર મજા તો માણતા જાતા હતા
પોતિકા આપે સજા તો જાતમાંથી જાયના

આવતા આવે કહેણૉ,કારસા થાતા રહે
પ્રેમથી બાથો ભરી તો ધાતમાથી જાયના

પાંખ ફેલાવી વિહંગો આભ લેવા નીકળ્યા
આભ બોલ્યું આ હવાઓ પાંખમાથી જાયના

રાખવું છે સર અમારે તો ઉચું,તો શું કરું?
લખ ગઝલ કે,નામ તાંરું પ્રાસમાંથી જાયના

(નરેશ કે.ડૉડીયા)

———————————————–

લગા-લગાગાગા-ગાલગાગા-ગાગાલગા-ગાલગા

બની ઠનીને બેસી રહેવાથી ફાયદો શું થશે?
ઢળી જશે તારું આયખું તો શીકાયતો શું થશે?

ચિતા મસાણે એ માણસોની બાળી પછી શુ થશે?
બળી ગયેલી દોરી જીવા દોરી થાય તો શું થશે?

કળી ન જાણે ફૂલો બનીને ચોળાય જાશે કદી
પુષ્પો ભલા જો ના મોહરે તો બાગાયતો શું થશે?

અમે હવે ઘાવો પારકા છાતીમાં ખમી તો ગયા
નહી લખીએ જો આ ગઝલને તો શાયરો શું થશે?

ચિતાર તારો આપી જશે તો દુનિયા તને માનશે
ઉડાન છોડી પંખી જ પીંજર પૂરાયતો શુ થશે?

અમે કલમની પીંછી ભરી દુનિયા રંગતા જાઇશું
અને પછી ઝાંખા ઝાંઝવા ના દોરાયતો શું થશે?

(નરેશ કે.ડૉડીયા)

—————————————————

ગાલગાગા-લગાગાગા-લગાગા-ગાગા-લગાગા

જિંદગીની સફરમાં કોણ કોના માટે મળે છે
કોણ જાણે પછી તો કોણ કોના માટે રડે છે

ના ખબર હોય ને આ જિંદગીનો ધારો નડે છે
ચાહિતો કોઇ માણસ વાડ થઇને સામે નડે છે

કોઇ મીઠી નજરની મોહતાજી હોતી નથી ને
ને જયા આ કદમ માંડું અને તું સામે જડે છે

કોઇ કાજે તરસ કે કોઇ પ્રકારે આશ નો’તી
એક સાંજે મળી ગઇ તું,અને દરિયો ટળવળે છે

આ ઉધારી ન ફાવે!આ શ્વાસો તું રોકડા લે
ને હવે એ શ્વાસોની જરૂરત મારે પડે છે

શાયરીઓ લખીને આપની તકદીરો ફરી ગઇ
ટેરવે એમની રેખા ગઝલ તો તારી લખે છે

(નરેશ કે.ડૉડીયા)

Love You Rain….

સમાવી અમે જાતને વરસાદમા છત્રીને તો શરમાવી દીધી
એને તો ફકત આંખ જ માંડી,મેં તો હેલી વરસાવી દીધી,

કોરા કોરા કંઇક વર્ષોના હિસાબ ફકત પલમા સરભર કીધા
અને બાકી બચેલી સિલક પણ મેં એના હોઠે ચોટાડી દીધી

કોરો કાટ થયો હું અને તો યે વરસાદ મને કહે છે વન્સમોર
પછી તો શું થાય?અમોએ વચ્ચે છત્રીની આડસ ધરી દીધી

વરસાદ નામે કંઇક ખેલ થયાને છત્રી કહે’મારું શું છે કામ?’
તું મોજ માણે છે? એમ કહીને મેં છત્રીની આડસ હટાવી દીધી

છત્રી કહે ’આ તો નાઇનસાફી કહેવાય,હું એક ને તમે બે?’
નિર્વસ્ત્ર હવા સાથે મેળાપ કરાવી છત્રીને કાગડૉ બનાવી દીધી

ભીંજાતા ભીંજાતા એકબીજાને અડકતા જોજનો દુર નીકળી ગયા
રૂઠવાની મનાવવાની બધી રસમોને વરસાદમા વહાવી દીધી

(નરેશ કે.ડૉડીયા)

—————————————————-

દ્રાક્ષાસવનો અમલ અષાઢે હળવા હાથે કરતા રહીએ
આષાઢી સાંજે એક-બીજાને અડકીને ચાલતા રહીએ

ભીંજાતા ભીંજાતા એક-બિજાને જોતા રહીએ અને
ફોગટ-ફેરો નથી જગમા બધાને સમજાવતા રહીએ

આમ તો આપણી ભીંજાવાની મૌસમ હોતી નથી
ભીંજાતી જોઇ તને આંખને ઠંડક પહોચાડતા રહીએ

હૈયામા દબાયેલી ઉર્મિઓનો અંત કદી આવશે નહીં
સંગાથે તમારા ઉર્મિઓમાં કૈં રંગ નવા ભરતા રહીએ

ફૂટે રોજ રોજ આ નવા નવા કિરણ મારા કવનોમાં
સુરજ ઉગે ના ઉગે,આપણે એકબીજાને ગમતા રહીએ

(નરેશ કે.ડૉડીયા)

————————————————

રૂપાળી કોરવાળું વાદળું બનીને આકાશે ઉપસી આવું
હુ તારી પાસે આવુ ને શ્રીકાર વરસીને તરસી આવું

નરેશ કે.ડૉડીયા .

————————————————

મલપતિ ચાલે રાતે અચાનક વરસી ગયો મેઘ
ભીંજાયને કોરીકાટ ધરતીના નીખર્યા અંગેઅંગ
જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
છલક્યા ખુશીના જામ શબનમી રંગે અંગેઅંગ

લીલા રૂપ ધરતીના જોઇ આંખોમા જોબન છલકે
એકી સામટા ટહુકી ઊઠે દિલડાના મોર અંગેઅંગ
જોબનને જાણે લાગી લીલી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત અંગેઅંગ

ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી કુપળો
લીલા ઘાસમાં નીખરી ગઇ ભીનાસ અંગેઅંગ
ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો નવો રંગ
સુહાગરાત પછી જાણે નવોઢાના નવો રંગ અંગેઅંગ

ધોળા દેખાતા વનફુલો બની ગયા કેવા લાલચોળ
સુકાયેલી નસોમાંથી પાનખર જાણે ગાયબ અંગેઅંગ
નમણી નવલલિતા કેરી મહેકી રહી છે હવા સારી
જાણે કોઇ નાજુક હસીના સ્પર્શ રહી છે અંગેઅંગ

વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
સુકી નદીઓને નવપલ્લિત કરી ગયો અંગેઅંગ

(નરેશ કે.ડૉડીયા)

મારી કવિતા અને ગઝલમાં ખૂશીનો રંગ છે…

—————————————————————————————-

સુગંધોનાં ઉપવનોમાં સદા ખિલતા રહેવાના
તમે સપનાં મહી આવી મઘમઘ થતાં રહેવાના.

તહેવાર ઉજવે લોકો વસંતોનો અવસર ગણી
ચમનમાં બારમાસી ફૂલ તો ખિલતા રહેવાના

કુદરત કદી નહીં આપે પુષ્પોને ડંખ કાંટાનો
જગતમાં પ્રેમનાં અંકુર સદા ફુટતાં રહેવાના

નથી આસાન દુનિયામાં સરળતાંથી કવન લખવું
લપસણી ભૂમિને કારણ ઝખમ મળતા રહેવાના

કશ્તી ડૂબે નહીં તોફાન સાગરમાં ઉઠે ત્યારે
અહી ઉરમાં સતત તોફાન તો ઉઠતાં રહેવાના

‘નરેન’તમે પુષ્પો જેવી નરમ ભાષા નહી બોલો
રૂપાળા ફૂલ પણ ઝખમો સદા દેતા રહેવાના

(નરેશ કે.ડૉડીયા)

——————————————

કદી વાતો કરીને મન મનાવે છે
નહી તો યાદમાં જીવન વિતાવે છે

લખે છે ગઝલ તોયે દરદ હાંફે છે
દુખી હ્રદયે હસીને કૈં છુપાવે છે

નથી એ સરળ જીવન એ વિતાવે છે
છતાં ઉરમાં બગીચાને સજાવે છે

કફી સમજાય ના એનાં વિધાનો
છતાં જીવન સરળ છે એ બતાવે છે

સરળ માર્ગ નથી પ્રાસ પથરાળો છે
છતાં કવિતા મહી સુખ છલકાવે છે

ગઝલકાર બનવું એનું નવીન નથી
દુખી થઇ હું સુખી છું એ જતાવે છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા)

—————————————-

રૂબરૂ જે હું કહીં શક્યો નહી એ વાત બોલું છું
તમારી ચાહતોની વાત ગઝલોમાં તરાસું છું

ઘણા દિવસો સુધી જે વાત છુંપાવી હતી દિલમાં
તમારા નયનમાં એનો ખુલાશો હું તપાશું છું

તમારી યાદનાં પડઘા પડે છે સાંજની સાથે
તમોને ખબર હોવી જોઇએ દુઃખને સતાવું છું

નથી વિતતી પળો એનો હિસાબ બરોબર કરું છું
ઇશારાઓ કરીને એટલે ચાહત જતાવું છું

મને ખબર ન હતી કે પ્રેમ એ બંધન સમયનું છે
પડીને પ્રેમમાં હું સમય ને બંધક બનાવું છું

અમોને ગીતો જે ગમતા નહોતા એ ગણગણું છું
ગમે જે ગીત એની તરજમાં તુજને સજાવું છું

(નરેશ કે.ડૉડીયા)

—————————————–

અમોને ઘર ભલે આપે,દિવાલો એ સજાવે છે
મળે છે ઘાવ જગમાં,પ્રેમથી કેવા રૂઝાવે છે?

સદા ખિલતા રહે છે આંગંણે ફૂલો લહેજતથી
સવારે કોણ આવીને શબનમી વાઘા સજાવે છે?

ઉદાસી છેપટ ઉતરતી રહે છે અંધકાર મહી
જરા મલકે અને જાણે ઉદાસીને ભગાવે છે

નથી સામે અને હેત વરસાવે દુર રહીને એ
જગતમા દુર રહેનાર પણ યાદોમાં હસાવે છે

સુખતણા સુરજ રોજ ઉગે નહી જગમાં પરોઢીયે
સવારે કોણ લાલાશ ઘરમાં સુખની સજાવે છે?

નિશાને સંગ ગઝલ લખતો રહું છું શ્યામશાહીથી
ઉઠીને જોઉ તો મારી ગઝલને એ મઠારે છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)
———————————————-

નહીં પાછી વળે સરિતા સવાલ વટે ચડેલો છે
મહાસાગર વગર વાંકે જગત આંખે ચડેલો છે

સુનામી એમજ નથી આવતી સાગર મહી સોચો
જગતભરના દુખો જોઇ દરિયો કાઠે રડેલો છે

ભજવતા જાઇ છે નાટક રબ-સમા માનવીઓથી
જગતમા એક-એક કણંમા ઇશ્વર જાણે હટેલો છે

નથી મળતું સુખ જગતમાં બધે દુખની કહાણી છે
મળે છે સુખ પણ સંગાથે દુખોનો ઢગ પડૅલો છે

કરે છે માનવીઓ જાત જાત તણી ભવાઇ ભવ્ય
ભજવતા જાઇ નાટક પણ કલાકાર ખખડેલો છે

કદી પાગલપણાનો ભાર લઇ દરિયો ઘુમે જગમાં
કિનારેથી નદી પાછી વળી એનો જમેલો છે

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

——————————————

મારા વિરહને ખોખલું નાળિયેર ના સમજ
મારી ટકોરો લાગણીનો એને તું પરખ

આ વેદનાઓ ક્રમપ્રમાણે ચાલતી નથી
સૃષ્ટિની આ અસર છે હવે કર ન કોઇ શક

લયના સ્તરોની કૈંક સમજ હોવી જોઇએ
એમ જ તો અક્ષરો નહીં પ્રસરી શકે સતત

મેં લાગણી નિચોવી ભર્યા છે કટોરા કૈં
એમાં ડૂબેલ ડૂસકાતણી પામ તું ઝલક

આ તો ગઝલ છે ભૂલ નથી એ પ્રભુ તણી
કંકુ ને ચોખા સાથે લઇ આવજે હરખ

એ પણ ગઝલ લખે છે કે જે જાણતા નથી
રદ્દીફમાં ને કાફિયામાં હોય છે ફરક

– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)

————————————————–

ઘણું છોડી શકું છું હું,તમે છોડી બતાવો ને
તમે આવો નહીં,એ વાતને ટુકમાં પતાવો ને

તહેવારો હમેંશાં હું ય યાદોનાં મનાવું છું
વિના જે આપના ઉજવાય એ ઉત્સવ બતાવો ને

જરા ચાલો તમે,જે રાહ મારી ના બની કો’દી
બને આ રાહ એક જ આપણી એવું કરાવો ને

સરળ ના હોય જીવનને સજાવાની કદી રીતો
અમારા પર કદી અધિકાર પોતાનો જતાવો ને

હવે ઘરનું જ માણસ ઘર મહીં જડતું નથી કો’દી
‘અમારા સમ’કહીને આપ કોળીયો ભરાવો ને

(નરેશ કે.ડૉડીયા)

લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા

————————————————

રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે

રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે

થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમવગર ફસકી જાય છે

દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે

ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે

શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

————————————————–

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

મારા ઉપર મીઠી દયાની નજર હોવી જોઇએ
ના જોઇએ દોલત તમોને કદર હોવી જોઇએ,

બદલે મૌસમ ને મિજાજ સમયની તાલે ભલે
પણ પ્રેમની આ લાગણી તો સંમદર હોવી જોઇએ

તાકાત શું છે લોહમાં સોનું બની ચળકે નહી
આ પારસમણીના સ્પર્શમા કસર હોવી જોઇએ

સંમદરમાં ભરતી ઊઠે અવરીત દિલના તંરગતણી
એને લગાતાર મુહબ્બતની અસર હોવી જોઇએ,

જીવી જશું જીવન તમારી નજર સામે મસ્તથઇ
મારી કબર સાથે તમારી કબર હોવી જોઇએ

જીવી ગયા હરજનમ યુગયુગથી તમારી સોબતે
તરસ્યા રહેવાની મજા હરજનમ હોવી જોઇએ

(નરેશ કે. ડૉડીયા)

————————————————–

રૂપાળા દેહમાં દિલ પણ રૂપાળું હોય જરૂરી છે
પણ નથી દેહમાં એ દિલ,ઇન્સાની જાત બૂરી છે

ઝલક એની પરખવી જોઇએ,માનવ નબી ન બને
હશે માનવતણી સદભાવના તો ખૂશખબરી છે

બચ્યા ના હોય રબના અંશ જગતમહી તપાશ કરો
અમારી જો શ્રધ્ધા ટકશે,દિલમહી જો સબૂરી છે

અમે પણ જોઇ લીધા શંખ જે રણભૂમિ ફુંકાતા
જુઓ,મંદિરમહી પૂજાય છે એની મજબૂરી છે

નમે તું મંદિરે જઇ કે,મસ્જિદમાં દુવાં માંગે
તમારી હોય માનવતા,ખુદ ખુદાએ કબૂલી છે

(નરેશ કે.ડૉડીયા)

——————————————————-

ગમતી ગઝલનો એક જ હું શબ્દ થાઉં બસ
દુઃખી હ્રદયનું સ્મિત કદી ફક્ત થાઉં બસ

પાંખો વિનાના પંખીની હું પાંખ થઇ શકું
હું સંતના મુખેથી સદા વ્યક્ત થાઉં બસ

જીવન તણો કંઇક પછીથી અર્થ તો સરે,
હૈયા મિલાવી જાય હું એ શખ્સ થાઉં બસ

શત્રુના હૈયે સ્નેહની સાંકળ બની શકું,
હું પ્રેમના આ દેવનો જો ભક્ત થાઉં બસ

કોઇ અજાણ યાત્રીનો રસ્તો જો થઇ શકું
લોકોને કાજ સહેજ હવે વ્યસ્ત થાઉં બસ

– નરેશ કે. ડોડિયા
(છંદ – હજઝ અખરબ
માપ – ગાગાલગા લગાલ લગાગા લગાલગા)

————————————————-

મને હું બહુ ગમું જયારે તમારી સંગ હોઉં છું
તમારી આંખમાં ત્યારે હું મારી જાત જોઉં છું

અરીસે સાવ એકલતા મને લાગ્યા કરે તેથી
બનું છું બિંબ ત્યારે આંખમાં તમને પરોઉં છું

તમારી ઘૂઘરાળી લટથી રમવાનો મને છે શોખ
લટો લટકો કરે છે ત્યારે મારા હોશ ખોઉં છું

તમે પાવન નદી સમ રૂપ લઇ દરરોજ આવો છો,
તમારી સંગ રહીને જાણે મારા પાપ ધોઉં છું.
– નરેશ કે. ડોડિયા

———————————————-

અમારી આંખમાં એની મહોબતની અસર બોલે
અમારું આ વદન બોલે, હ્રદય બોલે, નજર બોલે

અદાઓમાં તો એની ઉપવનોની જાણે લહેજત છે
કળી ખીલે ને મારા હૈયા કેરો આ ભ્રમર બોલે

બધી મોસમ તણો મિજાજ તુજ ઝૂલ્ફોના તાબામાં
ઢળે છે રાત ત્યારે ચાંદની પણ તરબતર બોલે

ખુલી ચાલ્યા નસીબના તાળાં આ સાંનિધ્યમાં તારાં
લકીરો જીવતી થઇ જાય છે ને આ અધર બોલે

મને પૂછો નહીં કેવી મહોબતની અસર થઇ છે
પડયો છે ઇશ્કના કુંડાળે પગ એ ઉમ્રભર બોલે
– નરેશ કે. ડોડિયા

——————————————-

ખુશીના ચાકડે તારી તમન્નાઓને ખુશ કરવા
હું આ નાજુક વળાંકોવાળી ને સુંદર ગઝલ લાવ્યો

તું જો શબ્દોની માટીમાં મેં લોહી ભેળવી દીધું
અને તેથી જ તો હું આટલી સધ્ધર ગઝલ પામ્યો

ઉદાસી સાંજની વધતી ગઇ સૂર્યાસ્તની સાથે
ઉદાસી દૂર એની કરવાને ખાતર ગઝલ લાવ્યો

નિરાશાઓની વચ્ચે ડૂબતી કસ્તી બચાવા લ્યો
જીવનની આ બધીયે વેદનાથી પર ગઝલ લાવ્યો

કહીને ‘આવજો’ પાછા ન આવ્યા જે સ્વજન મારા
બધાની યાદ એમાં સંઘરી સરભર ગઝલ લાવ્યો

ખમીરવંતી ધરા સોરઠના આ હાલારથી મિત્રો
‘નરેન’નામે તમારો સાથી આ નવતર ગઝલ લાવ્યો

(નરેશ કે.ડોડિયા)

—————————————————

મને આદી બનાવ્યો છે તમે આંખોથી પાઇને
નશો આવો ન પામ્યો મયકદે સાકીના પ્યાલામાં

નસીબદારીના સઘળા ભેદ ખૂલે તારી ખાતિરમાં
ફરીશ્તાનું નસીબ લાવે છે મારી હસ્તરેખામાં

બુલંદી હૂશ્નની અમથી નથી પામ્યો આ આશિક કંઇ
અસર કેવી હશે એના હ્રદયની તમાન્નામાં

‘નરેન’કહે છે અમસ્તી તો નથી કોઇ ગઝલ બનતી
વહે છે કેટલાયે સોણલા આંસુની ધારામાં

ભર્યા છે વિશ્વમાં મુફલિસ, તવંગર એકસાથે જયાં
રહું છું બાદશાહી લઇ ફકીરોના ઇલાકામાં

(નરેશ કે. ડોડિયા)

———————————————

હવે આ બૂમ અને પડઘાઓનો બહુ ભાર લાગે છે
વધારે બોલવું એ પણ હવે બેકાર લાગે છે

બધા આ દાખલા ખોટા તમારા વાયદાઓના
કરો ના વાયદા કે એય અત્યાચાર લાગે છે

વિનવશો નહિ હવે ઓ ડાળખીઓ આ વસંતોને
અરે નાજુક કળીઓને હવાનો ભાર લાગે છે

તમે આ મુખવટો ઝાકળનો પહેરી રાખશો ક્યાં લગ?
રવિના તાપમાં એને જતા ક્યાં વાર લાગે છે?

તમે ફૂટેલા કિસ્મતનો સહારો લઇને જીવો છો
અહીં મહેનત કરે એ સુખ તણો હકદાર લાગે છે

(નરેશ કે. ડોડિયા)

—————————————

સમયની આ બબાલોમાં ફસાયેલો સવાલ જ છું

અગર માંગે મને તો તુંજને ગમતો જવાબ જ છું

દુહાઇ ખપે નહીં તકદીરનો બળવાન માણસ છું
અગર માંગે મને તો,તુંજને ગમતો નવાબ જ છું

થશે પૂરા જમાનાના દુખ દર્દ તુંજ સંગાથે
અગરમાંગે મનેતો,તુંજને ગમતો સહવાસ જ છું

ફુટી નિકળે ખુમારી આઠપ્રહરની તુંજ સહવાસે
અગર માંગે મને તો,તુંજને ગમતો શરાબ જ છું

જિવી જઇશું તમારી ચોકટૅ સજદા અમે કરતાં
અગર માંગે મને તો,તુજને ગમતો રૂવાબ જ છું

પુછો જ નહી મિજાજ મને અમારા શેર-શાયરનાં
અગર માંગે મને તો,તુંજને ગમતો ખિતાબ જ છું

(નરેશ કે.ડૉડીયા)

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

———————————————-

तुम्हारी यादो के जख्म तब भरे नही थे
इस लिए अश्क ए रवां हमारे रूके नही थे
गुजरती नही शब भी तेरे ख्यालो के बिना
गजल युं ही लिखते थे कोइ मेले नही थे
दर्द नहीं था मुहोब्बत का सिने मे तब तक
सिने से गजल के अलफाझ निकले नही थे

युं हीं नही जलते रहेते हैं आंखो मे चराग
अरमां हमारे मोम की तरह पीघले नही थे

तुटा था हर ख्वाब सितारो की तरह रातो को
तब भी तेरे ख्वालो से बहार निकले नही थे

सब तनहाइआ तेरे दामन से छुटके आयी थी
तुम्हारी हिज्र मे भी’नरेन’कही भटके नही थे

(नरेश के.डॉडीया)

———————————————

રૂપાળા એ જવાબોમાં અમુક રૂપ લાજવાબ હતાં
રૂપાળા એ ચહેરામાં રૂબાઇ તણા રૂઆબ હતા

ખુબી એ છે બગીચામાં ખુદાના જાદુઇ ફુલોની
નિખરતા હોય રંગતણા રૂપ,શબનમી હિજાબ હતાં

નમે છે ડાળખી એના પગ બગીચે પડે ત્યારે
મને ગમતાં હતા એના અધર જાણે ગુલાબ હતાં

કલાકારો તણી હો એ કલા ખિદમત કરે રૂપની
ઋષિ તપોભંગ થઇ જાય રૂપ એના બેહિસાબ હતાં

‘નરેન’તમે પણ ખરારૂપતણા સપના ધરાવો છો
મળી મલિકા તમોને રૂપ તણા એ આફતાબ હતા

(નરેશ કે.ડૉડીયા)

———————————————–

તમે છો તો આ દુનિયા મને એક ઉપવન લાગે છે,
તમે નથી તો દુનિયા મને એક ઘટનાક્ર્મ નજર આવે છે.
તમારો ચહેરો જોઉં છું તો આ ફુલોને સ્પશવા બહું ગમે છે,
તમે નથી તો આ ફુલોની બદલે કાંટા નજર આવે છે.

તમે છો તો આ સૃષ્ટિનો નજારો શાનદાર લાગે છે,
તમે નથી તો આ સૃષ્ટિનો નજારો કૃત્રિમ નજર આવે છે
તમે છો તો આ દુનિયા દિવાની લગાતાર લાગે છે,
તમે નથી તો આ દુનિયા દુઃખની વણજાર નજર આવે છે.

તમે છો તો મને ખૂબસૂરતીની બોછાર નજર આવે છે,
તમે નથી તો આ બધી મૂરજાયેલી મુરત નજર આવે છે.
તમે નથી આ સકળ સંસાર ફક્ત એક વણજાર લાગે છે.
તમે છો તો આ સકળ સંસારમાં સૌંદર્ય નજર આવે છે,

તમે નથી આ જામના પ્યાલાઓ બહું પ્યારા લાગે છે.
તમે છો તો મને પ્રિયતમા અને પ્રિયાના ખ્યાલો આવે છે.
તમે છો તો મારા અસ્તિત્વમાં નવો ધમધમાટ લાગે છે,
તમે નથી તો દુનિયામાં બધે વૈધ્યવનો અણસાર આવે છે

તમે છો તો ફુલ-ગજરા ને વેણીઓના વિચાર આવે છે,
તમે નથી તો આ ફુલોના કરમાયેલા ચહેરાઓ નજર આવે છે.
તમે છો તો જીવતર આપની જાદુંગરી સમું લાગે છે
તમે નથી તો જીવતર નિર્જીવ ખોળીયા સમુ લાગે છે

(નરેશ ડૉડીયા)

————————————————

રીયાઝ વગર ગઝલ અટકી જાય છે
મૌસમ વિના વરસાદ વરસી જાય છે

રણમાં જળ ફરીને તરું વાવે અને
મૃગો તળાવો જોઇ તરસી જાય છે

થાતો નથી આંકો કવનમાં કલમથી
આ કાફિઓ દમ વગર ફસકી જાય છે

દમદાર ભાષાના અભાવે કવિ ડરે
પ્રાસો મહી કવિતા સરકતી જાય છે

ડરતો હતો હું કલમને કંડારતા
રેવાલ ચાલે કલમ નિખરી જાય છે

શબ્દો કહે ના વાત દિલની સચ્ચાઇની
કવિ પણ કરે શું! ભાવિ લટકી જાય છે

(નરેશ કે.ડૉડીયા)

(ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા)

————————————————

જેટલા એ પામવા માટે મને આતુંર હશે?
ચાતકનું પણ સજળનયને તૃષા-તરસ્યું હશે?

ઝંખના હું જિંદગીભર એ કહે તો કરતો રહું
મૃગ પણ મૃગજળ કાજ રણ મહીં ભટક્યું હશે?

એ કહે તો જિંદગીભર રણ બની તરસ્યો રહું
રણ મહીં વરસાદનું પાણી પણ વરસ્યું હશે?

સિતમગર થઇને ભલે તડાપવતા આદતવશે
ચુંમવા ધરતી ભલભલું આભ પણ ઝૂકયું હશે?

ચોસલા ભીતર મહીં હ્રદયતણા થઇ ના શક્યાં
એમને પણ આંસુ માંરા જોઇને ખટક્યું હશે

જગતમાં પ્રેમી હશે ક્યાંરેય એ મળતાં નથી
આજલગ મનને ગમે એ પાત્ર ક્યાં સર્જાયું હશે?

(નરેશ કે.ડૉડીયા)

માપ-ગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા

——————————————-

आप की मुश्कानकी तारीफ को अल्फाझो में कैसे बंया करुं
मैं पेंगम्बर नही,जो खुदाइ इल्म को किताबो मे सजाया करुं

अंधेरो में गुजर रही थी जिंदगी कोइ किरन नही थी उजालेकी
जुनून रोशनी को आंखो में भर के तेरे दामन में जिंया करुं

आज तक मैने कभी रुबारुं मुलाकात नही की थी खुदा से
जब भी मिलना है खुदा से मे हरबार में तेरा जरिया*करुं

नही था कोइ ऐसा हुन्नर जो मेरी गझलो मे जान बन जाये
गझलो मे जान आ जाती है,जब भी मे तेरा जिक्र किया करुं

महेफुज नही थां तेरा दिवाना इस दिलगिरिकता*की दुनियामे
महेफुज होने का हुन्नर शिख लिया जब भी तुम्हे दरमियां करुं

अब तक मैने सब राज छुपाये रखे थे मैने अल्फाजो के झरीये
अब मुजे डर नही,मे सरेआम तेरा नाम गझलो मे नुमाया* करुं

-नरेश के.डॉडीया

नुमाया*-जाहेर
दिलगिरिकता*-दुखी,उदास,नाखुश
जरिया*- माध्यम

——————————————–

નથી માણસ છતાં કેવું મજાનું વ્હાલ કરે છે
જનાવર હું કહું તો જાત કેમ સવાલ કરે છે
નથી દરિયો છતાં દરિયાદિલીના વ્હેમમાં છે
છતાં ખાબોચિયામાંથી જ કેમ બબાલ કરે છે
નહીં માપી શકો પોલાણ,પોલાદી નથી એ
જરા તાપી જુઓ,અમસ્તો જ ધમાલ કરે છે

જુવો મારા કવનની રાહને આપ નિરખીને
હજુર!ઝાકી જુઓ,અક્ષરો કૈં કમાલ કરે છે

હસીને વાત કરવાની મને પ્રથા ગમે છે
રૂદનનો માણસ પણ કેમ ઇસ્તેમાલ કરે છે

મઠારી જાત મારી મે,પણ સુધરી જ ન શકી
અમે કબુલાત આપી તો ય લોક મલાલ કરે છે

-નરેશ કે.ડૉડીયા

——————————————–

તમારી દયાની નજર જોઇએ છે,
નહીં માગું દોલત, કદર જોઇએ છે.

આ સાગરમાં આવે છે મોજાંની ભરતી,
લગાતાર એવી અસર જોઇએ છે.

સદા હું તમારી નજર સામે જીવ્યો,
તમારી સમીપે કબર જોઇએ છે.

યુગોયુગ અહીં આવવાનું મળે બસ,
તરસ એટલી તરબતર જોઇએ છે.

ઘડી બે ઘડી પ્રેમ આપો, ન ચાલે,
અમોને તો આઠે પ્રહર જોઇએ છે.

(નરેશ કે.ડૉડીયા)

———————————

ધગધગતી બેફામ ગતિએ આવે તારી યાદ
મારા નાજુક હૈયે આગ લગાવે તારી યાદ.

બેચેની દઇ સુખચેન લૂંટે તારી યાદ,
અંગઅંગ ને રોમ રોમમાં ફૂટે તારી યાદ.

સાગરના મોજાંની જેમ ઉછળતી તારી યાદ,
મારા સઘળા લોહીમાં ઓગળતી તારી યાદ.

આવે દિવસ–રાત જો નિરંતર તારી યાદ,
મારા સઘળા શ્વાસો રાખે અધ્ધર તારી યાદ.

રાતે સપનામાં પણ કાયમ ખીલતી તારી યાદ,
મારા ગીતો–ગઝલોને પણ ઝીલતી તારી યાદ.

હેયે પલીતો ચાંપી ખિલખિલ હસતી તારી યાદ,
વેગીલા અશ્વો સાથે ધસમસતી તારી યાદ.

(નરેશ કે.ડૉડીયા)
————————————
ફૂલના રંગો દબાયા ખુશ્બૂ કેરા ભારથી,
સ્વપ્ન જોવા આંખડી ઘેરાય છે અત્યારથી.

સૂર્ય રંગાઇ ગયો આ સાંજના રંગો થકી,
હૈયું શોભે છે તમારી યાદના શણગારથી.

ઊર્મિઓ હૈયાની ઓછી સ્હેજ પણ ના થઇ શકી,
શ્વાસ ઓછા થઇ રહ્યા છે રોજની તકરારથી.

શબ્દની સોદાગરીમાં કેટલું ભટક્યો છું હું,
જાઉં છું આ પારથી ને આવું છું તે પારથી.

સૌને ખટકે એક વેપારી કવિ થઇ જાય તો,
કેમ કે મતલબ બધાંને આપણા વેપારથી.

(નરેશ કે.ડૉડીયા)

——————————————

એવું પેલ્લી વાર બન્યું ભૂલી ગયો નામ હું મારું !
એમણે હળવેકથી પૂછ્યું : “શું છે નામ તમારું ?”

———————————————-

અમારા કવનમાં આપની અસર જાનદાર છે
લોક કહે છે’નરેન’તમારી ગઝલ શાનદાર છે
ભ્રમમાં રોજ જીવવાની હવે આદત પડી ગઇ
આપની પ્રતિક્ષા કાજે જીવવું કેવું ધારદાર છે
ગમશે અમોને સપનાંમાં આવતા રહો નિંરતર
સપનામાંની એ ઝલક મારા માટે તારણહાર છે

નથી સમજાતી દિવાનાની કાકલુદી કવનમાં
અમારા હ્રદયની વાત શબ્દોની આરપાર છે

નક્ષત્રો-ગ્રહો પણ મારાથી હમણા દુરી રાખે છે
સમુસુતર પાર થશે બસ તમારો મદાર છે

બંજરભૂમિ જેવો વગડાઉ અમારો પ્રાસ હતો
આજે ત્યાં પ્રેમથી સિચેલું કવનવૃક્ષ ઘટાદાર છે

સંભાવનાઓનું સતત સંવંવન કરીને થાક્યો
આપનાં ફોટોને સ્પર્શવાનો રોમાંચ જાનદાર છે

(નરેશ કે.ડૉડીયા)

——————————————
ઉદાસીઓ બધી એની ગલીઓમાં મુકી આવ્યો
મને તો એમ લાગ્યુ કે પવિત્રધામે ઝુકી આવ્યો

(નરેશ કે.ડૉડીયા)

—————————————

हमे भी तो उनकी ख्वाहिशे होती रहेती है
मुजे वो चाहती है लेकिन सताती रहेती है

बडे बेशर्म होते है कभी इकरार करते नही
अपनी सहेली से हमारी बाते करती रहेती है

समजदारी भी अपनी तहेजिब में दिखाती है
कभी सामने गुजरे तो मुश्कुराती रहेती है

दिवानगी कयां है हम गजलो मे जताते है
अकेले मे हमारी गजल गुनगुनाती रहेती है

बताने की ये बात तो नही है किसीको जैसे
इश्क में दवा के साथ दुवा चलती रहेती है

गुजरती है राते और दिन कैसे बिते हमारे
वकत ठहरता है,सिर्फ करवटे बदलती रहेती है

-नरेश के.डॉडीया

———————————-

નથી માણસ છતાં કેવું મજાનું વ્હાલ કરે છે
જનાવર હું કહું તો જાત કેમ સવાલ કરે છે

નથી દરિયો છતાં દરિયાદિલીના વ્હેમમાં છે
છતાં ખાબોચિયામાંથી જ કેમ બબાલ કરે છે

નહીં માપી શકો પોલાણ,પોલાદી નથી એ
જરા તાપી જુઓ,અમસ્તો જ ધમાલ કરે છે

જુવો મારા કવનની રાહને આપ નિરખીને
હજુર!ઝાકી જુઓ,અક્ષરો કૈં કમાલ કરે છે

હસીને વાત કરવાની મને પ્રથા ગમે છે
રૂદનનો માણસ પણ કેમ ઇસ્તેમાલ કરે છે

મઠારી જાત મારી મે,પણ સુધરી જ ન શકી
અમે કબુલાત આપી તો ય લોક મલાલ કરે છે

-નરેશ કે.ડૉડીયા

————————————–

અમારા દરદ કેમ કરીને છુપાવી રાખવા સમજો
ગઝલમા જાત મારી મેં ખુબ છુપાવી હવે ખમજો

જવાબો શોધ જ નહીં તું અમારા આ સવાલોનો
તમે ખુદ ઉતર છો મારા સવાલોના તમે સમજો

નથી હોતું અમારી પાસ, એકલતા સતાવે છે!
જરા રોકો,નહી જીવી શકો ઓ કવિ તમે નમજો

નથી કૈ અંતિમ જિવનમાં જરા સમજો તમે જાણૉ
તમે કોઇ વખત રડીને પણ જિવનની તમા કરજો

નથી હોતી ઉદાસી કાયમી ધોરણ મુજબ જાણો
જરા એને સુખી જોવા ગઝલ નિત્ય તમે લખજો

દિલ મહી આ ઉદાસી પણ હટે જ નહીં કરીએ શું?
તમોનેએ જરૂર મળશે પછી ખુબ પ્રેમ પણ કરજો

-નરેશ કે.ડૉડીયા

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

————————————————-

શબ્દોની આળપંપાળ કરીને થાક્યો છું હવે
તું નથી તો વિસામે આવી ભટક્યો છું હવે

(નરેશ કે.ડૉડીયા)

————————————-

बहुत ही छोटी हसरत के लिये ये गजल लिखते है
सिर्फ उन कि एक मुश्कुराहट मे ये शायर खूश रहेते है

उन को कोइ ये बात बतलाये के हम कितना चाहते है
हमारे दिल की बात उसे कहेने से कयुं हम डरते है?

वैसे तो हमारी कविताए किताबो में छपती रहेती है
जरा उन को समजाये उस किताबो मे दिल रखते है

वैसे तो हमे परवा नहीं है दिलकश अलफाझो की
ना जाने कयुं  उन के अलफाझो के लिये तडपते है

जल्वे फिरदोस की कमी नही खुदा की कायनात मे
फिर भी आप के लिये ही मेरे अरमान मचलते है?

वही खडा हुं जहा से बस सिर्फ तुं नजर आती है
ये वही जगा है,जहां सब मुसाफिर बनके गुजरते है

(नरेश के.डॉडीया)
—————————–

નથી મળતી ઉદાસી માંગવાથી કોઇની પાસે
તમારા જે ઇલાજો છે,નથી એવા કોઇની પાસે

(નરેશ કે.ડૉડીયા)

———————————————

કૈંક હોવાપણાની ઉમરકેદ ભોગવી લીધી
ગઝલગઢમાં જિંદગીની નવી કેડી શોધી

દિલાશો,સાંત્વન જેવા શબ્દોને રજા દીધી
ખુલાશા વિનાની નવીનક્કોર ચાદર ઓઢી

ઘટના કોઇ અમસ્તી નથી બનતી અહીં
કિનારેથી ડુબાડવાની મેં નવી નાવ જોડી

મસ્તિકના વિચારે ચકડૉળે ચડે છે અહીં
મેળૉ નથી તો યે આ ઇચ્છા ચકડૉળે ચડી

ભીંજાતી કોર મહી ભેજ સહેજે સુકાય નહી
ગઝલ મહી ઓથ શોધી વેદના એમા પોઢી

સૌંદર્યના સંશોધનોના શબ્દો ખુટી પડયા
ખુદાને સનમ કહેતા જ સુફીબંદીશો દોડી

ગઝલ તને ગાંઠી ગઇ ને તું ગઝલ ને,
વેપારીએ શાયરીના ધંધામાં નીમ ખોડી

(નરેશ કે.ડૉડીયા)

—————————————————-

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે
કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે !

…મારી કવિતા અને ગઝલમાં ખુશીનો રંગ છે.
એ હું કહું છું
જરા ઝાકીને જુઓ તો
એમાં પારાવાર વેદનાઓનો એક અજાણ્યો રંગ છે.

ઝાકઝમાળ અમસ્તી હતી કવનમાં?
ગઝલ કવિતાની રેલમછેલ હતી
એ હું કહું છું
જરા સચ્ચાઇનો પડધો ઉઠયોને
એમાં તો વેદનાની સચ્ચાઇનો નાટકીય અંત છે

હોય જનાવર તો ડફણા ખાઇ મુંગા રહે
કિસ્મત હાંકે માનવીને કલાકાર બનાવીને
એ લખે પછી ગઝલ અને કવિતા બેફામ
એ હું કહું છું
જરા તાકીને જુવો મારી ગઝલમાં લાલચોળ છંદ છે

અહિંયા તો છે સદા બહાર છે…
તારા પાલવના રંગનો ઉત્સવ.
એ હું કહું છું.
જરા ઝાકીને જુઓ તો
આંશુંઓથી ભીના થયેલા મારા રૂમાલનો ઉતરેલો રંગ છે

માનવીને સર્જનહારે હ્રદય જેવું શું આપ્યું?
અજાણ્યા તારથી કુદરતે બે હ્રદયને જોડવાનું શું સુઝયું?
એ હું કહું છું
આ કવન એના વિરહથી બચવા ખેલેલો ખરાખરીનો જંગ છે

(નરેશ ડૉડીયા)

Hello world!

જીવનમાં સામ–સામે યુદ્ધ તો ચોપાસ ચાલે છે,
છતાંયે ભીતરે ખાલીપણાનો શ્વાસ ચાલે છે.

જુઓ આંખોનું આ ઉઘાડ–બંધ રોજિંદી ઘટના છે,
કશું નક્કર કરું છું એટલે ઇતિહાસ ચાલે છે.

અમારા શ્વાસ અટકી અટકીને ચાલે છે જાણે કે,
આ નકરી વાસ્તવિકતા વચ્ચે પણ આભાસ ચાલે છે.

બધી આપત્તિઓ વચ્ચે સલામત થઇને જીવું છું,
દવા સાથે દુઆનો પણ હજી સહવાસ ચાલે છે.

ગઝલ લખવાનું ચાલે છે, કદી અટકીને ચાલે છે,
તમારો જો કરું ઉલ્લેખ તો તો ખાસ ચાલે છે.

(નરેશ કે.ડૉડીયા)

**************************

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારા આંખોમાં ચમકતા સપના હું છું,
મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી ધડકતી ધડકનનો હું તાલ છું, 
મારા તારામાં હોવાનાં પુરાવા ન માંગ તું,
તારી રગમાં વહેતા રકતના કણ હું છું.
મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી ખોમાસ નજરની બેચેની હુ છું.

મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી બદલતી કરવટની શિકન હું છું.
મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારી આંખોની ચપળતાનો ચોર હું છું.

મારાં તારામાં હોવાના પુરાવા ન માંગ તું
તારા શ્વાસોની નીકળતી વરાળ હું છું
મારા તારામાં હોવાના પુરાવા ન માંગ તું,
તારા હ્રદયમંથનનું નીકળતું અમૃત હું છું.

મારા તરામાં હોવાના પુરાવા ન માંગ તું
તારા દરેક દિલનાદર્દનો માત્ર ઇલાજ હું છુ
મારા તારામાં હોવાનાં પુરાવા ન માંગ તું,
તારા રાધા જેવો રૂપનો રૂપાળો શ્યામ હું છું.

(નરેશ ડૉડીયા)

**************************

કહેવાની વેળાએ અમે કશું જ કહીં શક્યાં નહીં
એ એટલું કહી ગયાં કે અમે બોલી શકયાં નહીં

**************************

**************************

**************************

**************************

વરસતા વાદળોના સાંનિધ્યમાં સાથે ભીજાયા હતા એ વાત છે
કોરા થયા આપણે બે ય ને સપનાં ભીંજાયા હતા એ વાત છે 
નયનોનાં સામિયાણાંમાં અંકબંધ એ વાત છે
રૂમાલ નયને અંડ્યો ને સુંગધી થયાની એ વાત છે

કોરાસમણા પર ભીની મૌસમનાં હસ્તાક્ષર થયા
ને ખુશીના ઘોડાપૂર નયનોમાં છલક્યાંની વાત છે

આયખાની ચોકટ પર ભીના પગલાનાં સંવાદની એ વાત છે
કંકુ એકલાની છાપ જોઇ ચોખાએ કરેલી એ ફરિયાદની વાત છે

તમામ શક્યતાનો અંત આવ્યો તમારા આગમને
બે હ્રદય એક થયા એ ઘડી હજી આત્મસાત છે

જિંદગી સાથેના સમાધાનનો એકીસાથે અંત આવ્યાની એ વાત છે
તમારા આગમનની એ ઘડીને અવસર ગણી ઉજવ્યાની એ વાત છે

મૌસમ કંઇક આવી ને ચાલી ગઇ દુનિયામાં
તું હજું એવી ગાંડી-ઘેલી છે તારા પ્રેમની તાકાત છે

બદલાયા મારા તોર-તરિકા ને મિજાજ
તારો પ્રેમ હજું એ જ છે શું વાત છે!

(નરેશ કે. ડૉડીયા)

**************************

**************************

મારા ઉપર તમારી દયાની નજર હોવી જોઇએ
નથી જોઇતી દોલત તમને કદર હોવી જોઇએ,

મિજાજ ને મૌસમ બદલે તો અસર હોવી જોઇએ
પણ, પ્રેમ ને લાગણી તો પ્રખર હોવી જોઇએ

શું છે તાકાત એ લોહમાં,જ્યા સોનું ના બને
ખરેખર આ પારસમાં કંઇક કસર હોવી જોઇએ,

સાગરમા આવે છે મોજાની એ ભરતીઓ
તેને લગાતાર મોહબ્બતની અસર હોવી જોઇએ,

નરેન,જિંદગી જીવશે તમારી નજર સામે જ
તમારી કબર સાથે મારી કબર હોવી જોઇએ,

જિવી ગયા દરેક જનમ આપણે યુગ યુગથી
પ્યાસમાં જન્મો જન્મની અમર હોવી જોઇએ,

(નરેશ કે. ડૉડીયા)

—————————————

બહું દુઃખે હવે શાસન દુશાસનનું વતન માહીં
સુખતણૉ દિવસ ક્યારે આવશે એના પતનમાહી

મુઠીવાળી કદી દોડ્યો નથી આદમ ઘણા વખતે
મુકાવે દોટ,પ્રજામાં પ્રગટે ઇંકલાબ તનમાહી

સઠ ફરે છે સરાજાહેર લાલ-બત્તી ઘરી માથે
ચક્ષુમાં લાલાસ થૈ જાય ઐશ કરે અફસરશાહી

જવાહરથી લઇ પવાર કરતા રહ્યાં મિનાકારી
સુધારો હિંદુ કોડબિલો તણો થૈ ગ્યો સદનમાહીં

નથી સરદારના પોસ્ટર કોંગ્રેશ અધિવેશનમાં
જુવાન લિડરને જલશો બોફોર્શ જશનમાહી

છુટી ગ્યા છે સગાવ્હાલા વહેતા થ્યા વતનએના
છુટે છે હજુ બદબું ક્યારેક ભોપાલી જખમ માહી

-નરેશ કે.ડૉડીયા

(લગાગાગા-લગાગાગા-લગાગાગા-લગાગાગા)

**************************

નહીં પાછી વળે સરિતા સવાલ વટે ચડેલો છે
મહાસાગર વગર વાંકે જગત આંખે ચડેલો છે 
(નરેશ કે.ડૉડીયા
———————————–

હવે સામ-સામી લાગણીઓના યુધ્ધ ચાલે છે
ભીતરમાં તો યે ખાલીપણું ક્રમમાં ચાલે છે

આંખોનું ઉઘાડ-બંધ ઘટનાક્રમમાં ચાલે છે
આંસુનું આવારાપણું વધતાક્રમમાં ચાલે છે

શ્વાસો તો જીવાડવા માટે જ ફકત ચાલે છે
હોવાપણાનો ભાર નથી તો મભમમાં ચાલે છે

ઉપચારકોની વિના જીવન સલામત ચાલે છે
વૈદના ખાટલે તો યે દુવા ઇલાજોમાં ચાલે છે

લાગણીઓ ‘રણછોડ’ હોય તો રણ ચાલે છે
રાધા નથી તો મીરાના ભાવ ભજનોમાં ચાલે છે

ગઝલ ના લખાય તો શેરથી કામ ચાલે છે
‘નરેન’કલામાં કાચો તોયે સપ્રમાણમાં ચાલે છે

(નરેશ કે.ડૉડીયા)

**************************

દેવ સમજીને પથ્થરોને નમવાની ટેવ છોડવી પડશે
માણસમાં માણસને પારખવાની ટેવ પાડવી પડશે

જિંદગીની અંતિમ ઘડીમાં કોણ તને કામ આવશે?
સંબધોની એક સાંકળ તારે સલામત રાખવી પડશે

નહી મળે દુનિયામાં લાગણીની ભાષા સમજનાર
તારે લાગણીની નવી ભાષા વિકસાવવી પડશે

તને સંબધોનું આકાશ આમ લાગશે બહું સોહામણુ
સ્નેહની દોરના પંતગને સાચવીને ચગાવવી પડશે

કાંધા દેનાર ચાર લોક તને મળી રહેશે ‘નરેન’
ખુદની ચીતામાં આપણી જાતને જલાવવી પડશે

(નરેશ કે.ડૉડીયા)

———————————–

में जब छोटा था तब मैने एक परिंदे के
पहेली बार छुवा था
वोह कुछ सहेमां सा,
थरथरा रहा था 
…उन को छुते ही मेरे हाथो में
पहेले कभी अनुभव नही कियां हो
ऐसा नाजुक और मुलायम
एहसास हो रहा था

जब में बडा होकर जवान हो गया
वोह मुजे पहेली बार मिली थी
मुजे वोह बचपनवाला एहसास फिर से
याद आ गयां

मैने उन को पहेलीबार छुवां था
लेकिन…….लेकिन्

यह एहसास परिंदो को छुने से
ज्यादा…….कुछ ज्यादा

नाजुक,नजाकती,मखमल से मुलायम
एहसास था

वोह भी परिंदे की तरह थरथरा रही थी
और सहेमी सी थी
लेकिन……लेकिन

यह परिंदा डर के मारे शरमां रहा था
यां शरम के मारे डर रहां था

पतां नहीं इन्सानी औरत और परिंदो
में कुछ तो है

जो इन की बदोलत दुनिया इतनी
खूबसूरत और रंगो से भरपूर नजर आती है

(नरेश के.डॉडीया)

**************************

તું મારી આંખોમાં રોજ નમણા સપના લખી જા
મારી બાહોમાં પ્રાસમાં અક્ષરોની જેમ ફેલાય જા

તું મારી નજાકતને નઝમની જેમ માણતો જા
મારી નાજુક ક્ષણોમાં મુકતકની જેમ મલકાય જા

તું મારી લટૉમાં પવનની જેમ રમત રમી જા
મારી ઘુંઘરાળી લટૉમાં કવિતાની જેમ અટકાય જા

તું મારી ગુલાબી ગાલોની લાલીમાં રંગાય જા
મારા હોઠોમાં ગુલાબી ગઝલ થઇને છવાય જા

તું મારી લટકા કરતી ચાલમાં લટકાય જા
મારા કામણમાં શબ્દોની માટીની જેમ લિપાંય જા

તું મારી આંગળીનાં નખને કલમથી રંગી જા
મારા ટેરવામાં મનગમતા શેરની જેમ છવાય જા

(નરેશ કે.ડૉડીયા)

**************************

શબ્દોની કારીગીરીને કાગળોમાં સજાવીને લાવ્યો છું
મદમસ્ત કમનિય વળાકોવાળી ગઝલ લાવ્યો છું,

શબ્દો કેરા ગાર ને લોહી કેરા પાણીને મિલાવવીને
ઉંમગોમાં રંગ ભરવા રંગોવાળી ગઝલ લાવ્યો છું.

ઉદાસીની સાંજ સુરજની સથવારે ડુસકે ચડે ત્યારે
લખનૌની નવાબી નજાકતવાળી ગઝલ લાવ્યો છું.

નિરાસાઓની વચ્ચે ડુબતી કસ્તીઓને બચાવવા
ખૂશીના ગીતો ગાતી નાખુદાવાળી ગઝલ લાવ્યો છું.

કરમાયેલા ફૂલોના ચહેરા પર ખૂશ્બૂસબર સ્મિત ભરવા
નવી-નવેલી વંસતની મૌસમવાળી ગઝલ લાવ્યો છું.

જે’આવજો’કહીંને પાછા નથી ફર્યા એ બધા સ્વજનોની
યાદીઓને શબ્દેમઢીને ખૂશીઓવાળી ગઝલ લાવ્યો છે.

ગુજરાતની ખમિરવંતી ધરાના કાઠિયાવાડના હાલારથી
ગૌરવવંતી ગુજરાતણના લટકાવાળી ગઝલ લાવ્યો છું.

(નરેશ કે.ડૉડીયા)

*****

**************************

નથી એ આંખ,જે મારું વિશ્વ હતું
જે મિજાજે મિજાજે શરમાતું હતું

નથી એ દુઃખ જે તારી આંખોમાં
જે નાની વાતોમાં ભરમાતું હતું

નથી એ ટસયું જે તારી આંખોમાં
જે નાની અવગણનામાં ફૂટતું હતું

નથી એ અંકુર જે તારી આંખોમાં
જે મારા સ્પંદનોથી ફૂટતું હતું

નથી એ મયખાનું જે તારી આંખોમાં
જે મારા સાંનિધ્યમાં ખુલતું હતું

નથી એ પારેવું જે તારી આંખોમાં
જે મારી બાજનજરથી ફફડતું હતું

નથી એ ઝરણુ જે તારી આંખોમાં
જે દરિયાનાં સાનિધ્યને ઝંખતું હતું

નથી એ હેતાળપર્વ એ તારી આંખોમાં
જેં મારા સંગે રંગેચંગે ઉજવાતું હતું

નથી એ ગુઢરહસ્ય તારી આંખોમાં
જે મારા અઢી અક્ષરથી ખુંલતું હતું

(નરેશ કે.ડૉડીયા)

*****

**************************

પૂર્નજન્મનું પ્યાસું કોઇ પંખી ટહુકો શોધતું આવ્યું
ઝાડ સાથેનું ગયા ભવનું કોઇ લેણું યાદ આવ્યું

માળો વિખાયો પહેલાની વાતોનું કંઇ યાદ આવ્યુ
લીલી ડાળૉમાં વહેતું કલરવનુ ઝરણું યાદ આવ્યું

ટહુકાઓથી શણગારવાનુ પંખીને દ્રશ્ય યાદ આવ્યું
નાના મોટા ભાંડેરાનું ટહુકાનું જોડકણુ યાદ આવ્યું

સમણાઓ ભરી વિંહગોનું ઉડતું વ્હાલ યાદ આવ્યું
પાંખોથી નભે રંગ ભરવાનું એ સમણું યાદ આવ્યું

પંખીએ ઝાડને પુછયું,મને જોઇ તને કૈં યાદ આવ્યું?
સુકાયેલી ડાળની આંખમાંથી એક દુઃખંણું  દડી આવ્યું

(નરેશ કે.ડૉડીયા)

******************************

ઉદાસીની કંઇક સાંજ સાચવેલી પડી છે
તારા વિના ગુજારેલી હર પળ રડી છે

મૌસમને કયાં સમયે આવવાની પડી છે?
તારા વિના મૌસમ પણ ટલ્લે ચડી છે

મિલનની એ તરસ પણ વલખે ચડી છે
મૃગજળના એ મૃગને તરફડવાની ઘડી છે

સદીઓ જિવવાની હામ ભીડી હતી એ
ઘડીઓ પણ માછલીની જેમ તરફડી છે

યાદોના બોજ લઇને ફરતા કાફિલાને પણ
સુકા રણોમાં ભટકવાની આદત પડી છે

કિસ્મતમાં લખેલું એ મીટાવી ના શકીયે
એટલે જ અમારી ઇચ્છા પાછી પડી છે

દરવાજે કોઇ આવશે એ તકતી જડી છે
હવે લખેલું ભુંસવાની શુકનવંતી ઘડી છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

જરુરતંમંદ છે મહોબ્બતની એની અસર બોલે છે
હર સમયે મારી નાજુક ગઝલની અસર બોલે છે

લહેજત છે એની અદાઓમાં અનેક ઉપવનોની
હર કળીઓ ખિલેને એની હાજરીની અસર બોલે છે

એની ઝુલ્ફોનાં તાબામાં મૌસમનો મિજાજ પલે છે
રાત ઢળેને એના મોં પર ચાંદનીની અસર બોલે છે

ખૂલ્લી જાય કિસ્મતના તાળા એના સાંનિધ્ય તળે
જીવ આવે લકિરોમાં એના સ્મિતની અસર બોલે છે

ના પુછો મને મુહોબ્બતનાં ઝૂનૂનની અસર તમે!
પગ પડયો ઇશ્કના કુંડાળામાં એની અસર બોલે છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

જરા ધીરે બોલો તમે,આ પડઘાઓનું શહેર છે
સંવેદના ભેદી શકે એવી કાચી દિવાલોનું શહેર છે.

લહુની લકિરને ચીલો માનીને ચાલનારું શહેર છે
જરા ધીરે ચાલો તમે,આ કાંટાળા પંથનું શહેર છે

જરા મલાજો રાખો તમે,આ મરજાદીઓનું શહેર છે
કૈક હસતાં ચહેરાઓના હાસ્યને દફનાવવાનું શહેર છે

જરા તકાજો રાખજો,આ તકસાધુઓનું શહેર છે .
કૈક સત્યવાદીઓના અકાળે મોતનું કારણ શહેર છે.

જરા માથે ઓઢીને ચાલજો,રૂઢીવાદીઓનું શહેર છે
કૈક અબળાઓના જિવતર એળે ગયાનું શહેર છે.

જરા છેટે ચાલજો મારાથી,આ અફવાઓનું શહેર છે
કૈક નવાણિયા કુટાય ગયાના દાખલાઓનું શહેર છે.

******************************

ખૂશ્બુની સફર હોત તો ફૂલોને ચગદી નાખ્યા હોત
વાત બગીચાની ઉજાડવાની,જે કાંટાઓને ખટકી ગઇ

કેવી આ કરૂણતા છે યાદોના ફૂલોનો ભાર અસહ્ય છે
વંસતને ખંભે લઇ ફરતા,જે વાત ખંભાને ખટકી ગઇ

કોને ખબર તમે કેમ વિતાવી જિંદગી અમારા વિના?
જીવો છો અક્ષરે અક્ષરમા,જે વાત અમોને ખટકી ગઇ

અમારા આંસુની ચમક જોઇને તમે ચમકી ન જશો
કલમની રોશની લોકોના ઉજળા ચહેરાને ખટકી ગઇ

શકયતાઓના ઉંબરાઓ ટપવા સીધાસરળ હતા ને
ભવોભવની વ્યથાઓ આપી જે વાત મને ખટકી ગઇ

(નરેશ કે.ડૉડીયા)

******************************

કંઇક વિકલ્પોમાં જીવાય જાય છે અમારી જિંદગી
તમારા વિના જિંદગીને થોડી કહેવાય છે જિંદગી?

જિંદગીને કઈ ફરક પડતો નથી તમારા વિના
બસ યાદોના કાટમાળ તળે દબાય છે જિંદગી

તમારી હાજરીમા જિંદગીમાં કઇક હતી લિલોતરી
સહેરાની અસર તળે તાપમાં સેકાય છે જિંદગી

જિંદગીની પણ કેવી વક્રતા છે,એક ક્ષણ પડે ભારી
હવે પ્રતિક્ષાની પળોના તીરથી છેદાય છે જિદગી

તમારું સ્થાન અડગ છે ક્ષિતિજના પટ પર હમેશા
રોશનીથી રોશન ક્ષિતિજ પાર સદાય છે જિંદગી

સ્મરણૉની ભીનાશ સતત છવાયેલી રહેશે આંખોમાં
આકાશી વાદળૉની જેમ સતત ભીંજાય છે જિંદગી

સુરજની રોશનીથી રોશન દુનિયા આખીની જિંદગી
તમારા વિના દિવા તળે અંધારામાં ખોવાય છે જિંદગી

વિસામો છોડીને ઉડી ગયા યાયાવર પંખીની જેમ,
છોડી ગયેલા પંખીના માળા જેવી પીંખાય છે જિંદગી

(નરેશ કે.ડૉડીયા)

******************************

લાગણીને મોંઘી ન બનાવો,કૈં નવું કરીને જાણીયે
તારા સાનિધ્યમાં લાગણીને થૉડી ખર્ચીને જાણીયે

વ્હાલી આમ હવામાં સુંગધના દરિયા ના બનાવ
આપણે બંનેના આત્માંના અત્તરની સુંગધને માણીયે

વ્હાલી આમ મુંઝવણને મૌનનો આસરો ના બનાવ
તારા હોઠોને ફફડાવ ને ગુલાબી મૌસમને માણીયે

વ્હાલી આમ શ્રધ્ધાને શંકાના દાયરા ના સમાવ
અઢી અક્ષરના પ્રેમમાં ઇશ્વરના અંશને માણીયે

વ્હાલી મસ્તીને મલાજાને ખાતર હૈયામાં ના છુપાવ
મલાજાને મુક પડતોને આંખોથી શરાબને માણીયે

વ્હાલી આમ વ્હાલને કરવાને વિષય ના બનાવ
થોડા પ્રેકટિકલ કરીને આપણે વિષયને માણીયે

(નરેશ કે.ડૉડીયા)

******************************

મારી સમજણને સમજવા લોક બહાવરા છે
અંલકારોથી સજ્જ ભાષામાં ઘણા મુહાવરા છે

બદનામ થવાના ધ્યેયથી ભલે તું ડરતો હોય
બદનામીથી ભાગતા લોકોના સપના અધુરા છે

તારા માટે આંખોમાં આંસુ જિવનનું અંતિમ છે
અશ્રુભરી આંખોથી અમારા જીવન મધુરા છે

પાંચ શેરોમાં જિંદગીને તું નહી સમજી શકે
અમારી જિંદગીની કહાણી જ ખુદ મીસરા છે

તારે મન ગઝલનો આસવ ભલે પાણી હોય
મારે મન તો માનવતાની કેફી મદીરા છે

(નરેશ કે.ડૉડીયા)

******************************
જીવનમાં સુરા ને સંગીતની અસર હોવી જોઇએ
નહીતર પ્રિયાની યાદોની ખુમારી હોવી જોઇએ,

ન હોય સ્થળ ને સમયનો સવાલ શેરો-શાયરીમાં
સ્મસાને કયારેક શાયરોની શાયરી હોવી જોઇએ

મુંગી વેદના સહેતા માનવીના હ્રદયે ટકોરા મારજે
ઝેર પીતા નિલકંઠ જેવી લાગણી તારી હોવી જોઇએ

હમેંશા એક મહાકાય વટવૃક્ષ તણો અડીખમ રહેજે
પાનખરમાં પણ વંસત જેવી ખુમારી હોવી જોઇએ

ભલે ફરે તારા અધર મૌન તણા અસરાર લઇને
આંખો સર્વ રોગની દવા જેવી અકસીરી હોવી જોઇએ

ન ડરજે મોતથી ભલે પધારે મૃત્યુદેવી  આંગણીયે
કદાચ એને પણ તારી ગઝલ પ્યારી હોવી જોઇએ?

(નરેશ કે.ડૉડીયા)

******************************

વ્હાલી,કોઇની આંખલડીમાં વસવાનું મન થાય તને?
એ રીતે મારા દિલમાં વસવાનું મન થાય તને?

વ્હાલી,જે રીતે ઝાકળ ફૂલોમાં રાતવાશો કરે છે
એ રીતે મારામાં રાતવાસો કરવાનું મન થાય તને?

વ્હાલી જે રીતે ક્ષિતિજે આકાશ ધરતીને ચુમે છે
એ રીતે ઝૂકીને મને ચુમવાનું મન થાય તને?

વ્હાલી,જે રીતે લીલુડા ઘાસ પવનસંગ ઝુમે છે?
એ રીતે મારી બાહોમાં ઝુલવાનું મન થાય તને?

વ્હાલી,જે રીતે પ્રાસમાં અક્ષરો ગઝલમાં પ્રસરે છે
એ રીતે મારી નસનસમાં પ્રસરવાનું મન થાય તને?

વ્હાલી,કોઇને જોઇને સાતેકોઠે અંજવાળું થાય છે
એ રીતે જીવતરમા અંજવાળુ થવાનું મન થાય તને?

વ્હાલી,જે રીતે હું તને અસિમ પ્રેમ કરું છું?
એ રીતે મને અસિમ પ્રેમ કરવાનું મન થાય તને?

વ્હાલી,સિંહને જોઇને સિંહણ ધુળમાં આળેટે છે,
એ રીતે મને જોઇને આળોટવાનું મન થાય તને?

(નરેશ કે.ડૉડીયા)
******************************

લાગે છે આજે મેં તને ફરિસ્તાની આંખે નિહાળી છે;
એટલે જ તારા સૌંદર્યમાં એક દિવ્ય જ્યોતી નિહાળી છે.
લાગે છે આજે મેં તને નવાબી આંખે નિહાળી છે
એટલે જ તારી અદામાં પાકિઝાની નઝાકત નિહાળી છે. 
…લાગે છે આજે મેં તને પ્રેમીની આંખે નિહાળી છે;
એટલે જ તારી આંખોમા તોફાની સમુદ્રની લહેરો નિહાળી છે.
લાગે છે આજે મેં તને કવિની આંખે નિહાળી છે;
એટલે જ તારી રૂપમાં ગઝલની મસ્તી નિહાળી છે.

લાગે છે આજે મેં તને શિલ્પીની આંખે નિહાળી છે;
એટલે જ તારા કમનિય વળાંકોમાં કોતરણી નિહાળી છે.
લાગે છે આજે મેં તને ઝેસલની આંખે નિહાળી છે;
એટલે જ તારા અસ્તિત્વમાં સતીત્વની ઝલક નિહાળી છે.

લાગે છે આજે મેં તને ક્રિષ્નાની આંખે નિહાળી છે;
એટલે જ તારા વર્તનમાં રાધાની સાધના નિહાળી છે.
લાગે છે આજે મેં તને કાલિદાસની આંખે નિહાળી છે,
એટલે જ તારા શરીરમાં મેઘની ભીનાશ નિહાળી છે.

લાગે છે આજે મેં તને ચિત્રકારની આંખે નિહાળી છે
એટલે જ તારાંમાં સ્મિતમાં મોનાલિસાની મસ્તી નિહાળી છે
લાગે છે આજે મેં તને શરાબીની આંખે નિહાળી છે
એટલે જ તારા યૌવનમાં આઠોજામની ખુમારી નિહાળી છે

લાગે છે આજે મે તને ‘અસિમ રાંદેરી’ની આંખે નિહાળી છે
એટલે જ તારી નખરાળી ચાલમાં કોલેજે જતી’લીલા’નિહાળી છે
લાગે છે આજે મેં તને ‘રમેશ પારેખની’ આંખે નિહાળી છે
એટલે જ તારા સ્નેહમાં ‘સોનલ’ની સાલિનતાં નિહાળી છે

લાગે છે આજે મેં તને’ફરાઝ અહેમદ’ની આંખે નિહાળી છે
એટલે જ મેં તને આંખોને ભરીભરીને ટીકીટીકીને નિહાળી છે
લાગે છે મેં તને મારા ખૂદની આંખે નિહાળી છે;
એટલે જ મેં તારી આંખોમાં મારી દુનિયા નિહાળી છે.

(નરેશ કે. ડૉડીયા)

—————————————————

બહુ ના બોલો તમે,આ પડઘા હવે ભારે લાગે છે
સમયનો તકાજો છે,મૌનનું ખૉળીયુ સારું લાગે છે

વાયદાઓના દાખલાઓ હવે બધા ખોટા લાગે છે
રહી રહીને જિવનનું ટોપરું  મને ખોરું લાગે છે

રહી રહી ને ફુલોને હવે હવાનો ભાર લાગે છે
થાકેલા ફુલોને હવે પાનખરનું શરણું સારું લાગે છે.

હવે વંસંતને કયા સુધી મનાવશો ઓ ડાળખીઓ?
વસંતને પરદેશના માહોલમાં રહેવું સારું લાગે છે.

તમે કયા સુધી પહેરી રાખશો આ ઝાકળનો મુખવટૉ
મુખવટૉ ઉતરી જશે,સુરજનું તપવું આકરું લાગે છે

ફુટેલી કિસ્મતને સહારો લઇને તમે ક્યાં સુધી જીવશો
લાગે છે!કોઇ ખુશકિસ્મતનું નસીબ પાધરું લાગે છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

મૌનની મૌસમને જાકારો તમને ગમ્યો નહી
મોઢું ફેરવીને બોલવાની રીત અમને ગમી નહી

અણગમાનો અણસાર ન આપો તો ચાલશે
માફક આવી ગઇ પ્રીત પણ અમને ગમી નહી

સમજવામાં તમને આમ તો સદી ચાલી ગઇ
આપણા વચ્ચેની મૌન ભીંત અમને ગમી નહી

મારી ભાગ્યરેખામાં ભલે તમને ગમ્યું નહી
થયા ચીત ને તમારી જીત અમને ગમી નહી

સત્ય ભલે હવે બુકાની પાછળ સંતાય જાય
સત્યની ચીત થવાની રીત અમને ગમી નહી

નથી અમે યોધ્ધા અમે છીએ સીધા શાયર
રણચંડી જેવી તમારી જીત અમને ગમી નહી

(નરેશ કે.ડૉડીયા)

******************************

હોય ઉદાશ દિલ ને તું લખે તે ગઝલ
ઉદાસીમાં ચહેરે સ્મિત ઝળકે તે ગઝલ

વિરહમા ઝુરતી પ્રિયતમાના અંતરને
પ્રીતના પારખા કરાવે અંકે તે ગઝલ

ઉદાશ સાંજે ખાલી જામના પ્યાલાના
ટંકારમાં મહેફિલની જેમ રણકે તે ગઝલ

એકાંતમાં આંખમાથી સરી જતાં આંસુથી
કાગળ પર અક્ષરો જે છલકે તે ગઝલ

હસ્તમેળાપ વખતે બંધ ખોબામાં જે
સમાયને સ્પર્શને જે અડકે તે ગઝલ

નવોઢાના ચહેરાની લાલીને નીહાળીને
પીયુના અંતરના ભાવ મલકે તે ગઝલ

પહેલા વરસાદના મિલનથી ધરતીને
ફાડીને ઉગતી કૃંપણો ઝળકે તે ગઝલ.

સર્વ મૌસમને એક કાગળમાં ઉતારીને
મુશાયરાની મૌસમમાં છલકે તે ગઝલ

સુફી સંતો ને ગીત ગાતા બંદાનવાજોની
સનમની સુફીબંદિશમાં રણકે તે ગઝલ

ખંભે મણમણના દફતર સાથે બાલુડાના
સ્મિત સાથે જે નિર્દોષતા મલકે તે ગઝલ

(નરેશ કે.ડૉડીયા)

******************************

લાવ તારા ટેરવા,એમાં મારી હસ્તરેખાને સાથે જોડી દઉં,
પછી જોઇએ કે,મારી હથેળીમાં ભાગ્ય-રેખા કેમ ફરે છે?

લાવ તારું એંકાત,એમાં તને મનગમતી ક્ષણોને મઢી દઉ,
પછી જોઇએ કે,એકાંતમાં કાંતની કેવી સરભરા કરે છે?

લાવ તારી આંખો,એમાં મારી એક તસ્વીર ઉતારી દઉ
પછી જોઇએ કે,એમાં તું કેવા રંગની રંગોળી પુરે છે?

લાવ તારા કુંવારા હોઠ,એમાં કંઇક ગુલાબને રોપી દઉ
પછી જોઇએ કે,વંસત પોતાનો મિજાજ કેવો વેરે છે

લાવ તારું સ્મિત,એમાં ઝીણા અનારના દાણા વેરી દઉ
પછી જોઇએ કે,તારા સ્મિતમાં કેવા ફુલડાઓ ઝરે છે

લાવ તારું હ્રદય,એમાં ધડકનમાં મારો તાલ મુકી દઉં,
પછી જોઇએ કે, ઉછળતા અરમાનો કેવાં રંગો ભરે છે?

લાવ તારું લલાટ,એમાં મારા ભાગ્યના ભાવ ચોડી દઉ
પછી જોઇએ કે,લક્ષ્મી સામે ચાલીને ચાંદલો કરે છે?

(નરેશ કે.ડૉડીયા)

******************************

મારી જિંદગીની ક્ષણોનાદસ્તાવેજ તારા શ્વાસો-શ્વાસમાં છે
મારા અંતરના અરમાનોના સઘળા ઉતારા વિશ્વાસમાં છે

મારી અંતરની ઉર્મિઓ તારા દિલની ઉઠતી સંવેદના છે
મારી તકદીર બુંલદી તારા હાથની બદલતી રેખાઓમાં છે

મારી જિંદગીનો તમામ ખેલ તારી ધડકનોનો તાલ છે
મારી તમામ લાગણીઓ તારા મનમા ઉઠતા ખ્યાલોમાં છે

મારી રાહત ને ચાહત તારી બે આંખોના પલકારામાં છે
મારી આયખાની મનેખ તારા બાહોના ફેલતા પ્રસારમા છે

મારી મરજી નામરજી એ તારી મનસુફીના આધાર છે
મારી મનગમતી  તમામ ક્ષણૉ તારા સાનિધ્યમાં છે

મારી હાર-જીત બધી તારી જિંદગીની બંધ બાજીમા છે
મારી મમત કે ગમ્મત તારી મરજીની સંમતીમાં છે

મારી સૂષ્ટીની અવિચળ આરાધના તારા ભકિતભાવમાં છે
મારા સૃષ્ટીના તમામ સુખ તારી અંખડ આરાધનામાં છે

મારી પૃથ્વી પરની હાજરી નક્કી તારી જ કોઇ ચાલ છે
મારી દરેક પળનુ અસ્તિત્વ નક્કી તારા રહેમોકરમમાં છે
(નરેશ કે.ડૉડીયા)

******************************

દર્દ આપવામાં માણસ સાથે ખૂદા જોડાણૉ છે
મને ગજાથી વધું આપી ખુદા પણ મુંજાણો છે

સવેદના સાથે લાગણીનો ઇતિહાસ પૂરાણૉ છે
કિસ્મતની ઠોકરો સાથે તારો નાતો પૂરાણૉ છે

ખરે છે એક પછી એક કાંગરા સંબધોના ગઢના
કર  પાયામાં તપાસ ,એક પથ્થર રીસાણૉ છે

તકદીરથી તારી હથેળીની રેખાઓ રીસાણી છે
વિષય  આપણાપણાનો  એ બહું જરીપૂરાણૉ છે

દર્દથી લથબથ તારું કવન કોણ સમજી શકશે?
હવે હાસ્યકવિતા લખવાનો અવકાશ સર્જાણૉ છે

પંતગીયાના રંગો ભાળીને લોક ખૂશખૂશાલ છે
હવે મેઘધનુષ્યને માણવાનો વિષય પૂરાણો છે

સમય-સારણી મૂજબ હું ઘા સહેતો રહું છું
કવનમાં દર્દ છે માટે દર્દનો દેવતા રીઝાણૉ છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

એંકાતે મૌનનો ઉજાસ તિમિર પર પથરાય જાય છે
ઝાંખી મિણબતીના પ્રકાશે જિંદગી જીવાય જાય છે.

સીધી વહેતી સરીતા પર ચોમાસું મંડાય જાય છે
દરિયાના માર્ગે સરિતાના આપમેળે ફંટાય જાય છે

કોઇના શુકનવંતા પગલે લાગણીઓ રેલાય  જાય છે
આવા અવસર ઉજવવા ચોઘડીયા ભૂલાય જાય છે

ઝખ્મોને મુલાયમ સ્પર્શનો મલમ રૂઝાવી જાય છે
કોઇનો ચહેરો આંખોમાં આઠેપ્રહર છવાય જાય છે

લોક કહે પાંચ શેરમાં આખી ગઝલ લખાય જાય છે
ભીતરથી હ્રદય છેદાય તો ગઝલ લખાય જાય છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

તારા સ્મરણોનું મારી આંખોમાં નવું સરનામું છે
આસુંના ઇતિહાસમાં તારા નામે દરેક પાનુ છે

દર્દ આપવામાં માણસ સાથે ખૂદા જોડાણૉ છે.
મને ગજાથી વધું આપી એ પણ મુંજાણો છે.

સવેદના સાથે લાગણીનો ખૂબ જુનો ઇતિહાસ;
કિસ્મતની ઠોકરો સાથે તારો નાતો પૂરાણૉ છે

ખરી રહ્યા છે એક-એક કરી કાંગરા સંબધ-ગઢના;
પાયામાં તપાસ કર, એક પથ્થર રીસાણૉ છે

તકદીર સાથે હથેળીની રેખાઓ વિગ્રહે ચઢી,
આપણાપણાનો એ વિષય, બહું જરીપૂરાણૉ છે

પંતગીયાના રંગો ભાળીને લોક ખૂશખૂશાલ,
હવે મેઘધનુષ્યને માણવાનો વિષય પૂરાણો છે

સમય-સારણી મૂજબ, ઘા સહેતો રહ્યો હંમેશ;
દર્દ એટલે છે આંખોનો એક ખુણૉ ભીંજાણૉ છે

દર્દથી લથબથ તારું કવન કોણ સમજશે’નરેન’?
હાસ્યકવિતાઓ લખવાનો હવે અવસર સર્જાણૉ છે

******************************

તારા સ્મરણોનું આંખોમાં કાયમી સરનામું છે
આસુંના ઇતિહાસમાં તારા નામે દરેક પાનું છે

તારા વિરહને કરૂણા-સભર આશિર્વાદ ગણું ને
સદીઓ પણ હવે ક્ષણોના દિલાશાનું ખાનું છે

કાટાઓ વિના ફુલોને કદી ખીલવું ગમ્યું છે ખરું!
તારી યાદોનું ફૂલ તો મારી ગમતી પ્રભાનુ છે

સપનામાં તારા ચહેરાનું તેજ ભલે શુક્રનું હોય
પણ મારા ચહેરાનું તેજ તારી જ આભાનું છે

ભીતરમાં અરમાનોની કાળરાત્રી લાંબી તો યે
યાદોના અંજવાળાનો જ’નરેન’એક ભાનું છે

સુણાવી-સુણાવી દુઃખણા ગઝલમા ભરી લોકોને
તો યે મારું સ્થાન લોકોની ગમતી સભાનું છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

સંબધોમાં શૂન્યતાંના આંકડા જોવાનું બંધ કર
એકડાઓની માન્યતા ઘુંટવાનું હવે બંધ કર.

સંબધોનુ નહીં હોય ગણિત જે તું કંઠસ્થ કરી શકે
વેપારી પેઢીની જેમ જાંગડ લખવાનું બંધ કર

એક હદ માન્યતાની હોય છે દરેક સંબધોમાં
થાકી ગયેલા સંબધોને હવે દોડાવવાનું બંધ કર

સંબધોનું આકાશ છે હથેળીમાં ચાંદ-તારા મઢેલું
દિવસે હોય સુરજનુ મોં ચઢેલું તું આંખોનું બંધ કર

મળે નહીં સંબધનું અખિલ બ્રહ્માંડ જેને તું ઝંખે છે
ઉપગ્રહો ટકરાય છે મતભેદમાં એ જોવાનું બંધ કર

સંબધોનાં પરિમાણ માપવાના કોઇ યંત્ર ના હોય
દરેક માટે હ્રદયની માપપટ્ટીથી માપવાનું બંધ કર

(નરેશ કે.ડૉડીયા)

******************************

બાગના સાનિધ્યમાં કૈં નવો સંચાર લાગે છે
અસર પાલવ તમારો લહેરાવાની બોલે છે

ખીલતી કળીઓ રહસ્યમય મૌન ખોલે છે
તમારા આગમનથી ભાષા ફૂલોની બોલે છે

કંઇક ચમરબંધી વંસત વિતિ ગઇ ચમનમાં
ફૂલોને વગર મૌસમે સજા ખિલવાની બોલે છે

ફૂલોની ખૂશ્બૂથી ત્રસ્ત ભંમરા કૈં તલાસ કરે છે?
લાગે છે તાજી અસર તમારી ખૂશ્બૂની બોલે છે

સુરજની સામે ઝાકળે મુખવટૉ ખોલી નાખ્યો ને
શર્મસાર થયેલા ફુલો પર અસર ઇર્ષાની બોલે છે

ઝુકી ગઇ બધી ડાળીઓ તમારી ખિદમતદારીમાં
બાદશાહત તમારા ઝુકેલા નયનોની બોલે છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

શ્વાસોની ધટનાઓની આરપાર જવું નથી
સ્વપનાઓની મરૂભૂમિનું ખેડાણ કરવું નથી 
ખડકોની કઠણભાષા જાણવા મહેનત કરી’તી
માહ્ય પોલું ભાળી ને હવે જોડાણ કરવું નથી

ભૂલી જઇએ એ ઘટનાસ્થળને ગોકુળ ગણીને
દોઝખની યાદવાસ્થળીનું પ્રમાણ કરવું નથી

અભિલાષા હવે કોઇ નવું પ્રસ્થાન કરશે નહી
સ્વપનભૂમિના સ્થાને હવે પ્રયાણ કરવું નથી

મરણ પછી અમારું શું થશે એ ભૂલી જજો
કદી પણ આ જગતભણી મંડાણ કરવું નથી

(નરેશ કે.ડૉડીયા)

******************************

ઝુકેલા નયનોતણે એની લજ્જાનો કારભાર ચાલે
મૌસમનો મિજાજ એના ઇશારે શાનભાનમાં ચાલે

સૃષ્ટિના સુંદર મજાના સપનાઓનો ભાર લઇ ને
એની કમરના વળાંકો કમનિય આકારોમાં ચાલે

તારાઓના ઝુમખાનો સમુહ એના ઓવારણા લે
એ છત પર આવે તેથી ચાંદ પ્રતિક્ષામાં ચાલે

ખૂલી જાય ખૂબસૂરતીના રહસ્યો એના સાંનિધ્યમાં
કિસ્મતના પ્યાદાની મસ્તી દિલનીચોપાટમાં ચાલે

આઠોજામ ખુમારી ચડે એની આંખોની મસ્તીતળે
જિંદગીની સર્વોત્તમ મૌજ એના સાનિધ્યમાં ચાલે

પળના હિસાબો ટુંકા પડે જ્યારે એ મળવા આવે
મિલન એવું મજાનું કે સમય એના કહ્યામાં ચાલે

(નરેશ કે.ડૉડીયા)

******************************

સંવેદનાઓમાં રોજ સમાયને નીકળી જવું
રોજ ભીનાપગલે પ્રવાસી બનીને નીકળી જવું

યાદોની અટારીએ લટાર મારવું કોઇનું,ને
રોજ યાદોનું તોરણ લટકાવીને નીકળી જવું

આહટના ઉંબરે ઝાંઝરનું ઝણકવું કોઇનું,ને
એમનું રણકતી ભૂતાવળ છોડીને નીકળી જવું

અક્ષરોમાં સવેંદનાઓ ભરી જવું કોઇનું,ને
કાફિયા-રદીફને સુરાતન ચડાવીને નીકળી જવું

ગઝલના ચોકીપહેરા વચ્ચે સરકવું કોઇનું,ને
પાંચે પંકતિઓમાં લયમાં મલકીને નીકળી જવું

આ કારસ્તાન એમનું જ છે,નથી કોઇનું,ને
એમનું  ટેવવશ યાદોને છંછેડીને નીકળી જવું

(નરેશ કે.ડૉડીયા)

******************************

નદી જેવી નદીને દીકરી થૈ નમવું પડે છે
બાપ પર્વત છે એટલે એને તુંટવું પડે છે 
(નરેશ કે.ડૉડીયા)
******************************

વિધવા થયેલી મારી બધી અભિલાષા ઘ્રુસકે ચડી છે
આજે લાગણીનાં લડાઇમાં મારા ઉંમંગો શહીદ થઇ ગયા

કયાશ કાઢતા રહેવાની એની જિદમાં વાણૉ વિતી ગયો
દિલાશાના વેણની આશામાં અરમાનો શહીદ થઇ ગયા

ખબર નથી એના પગલા થશે આ આયખાની ચોકટમાં?
એના પગલાની રાહમાં ચાહીતા લોકો રાહદારી થઇ ગયા

એના વાયદાની વાણીને ઇશ્વરવાણી સમજી સફરે નીકળ્યા
કિનારેથી કાયદાની છટકબારીમાંથી અચાનક ફરાર થઇ ગયા

સારથી બનશે એ ચાહમાં રથમાં યોધ્ધા થઇ ચડી ગયા
અણીના ટાંકણે ફકત ગીતાવચનો કહી પોતે કૃષ્ણ થઇ ગયાં

ટેવવશ હવે અમે એના ગીતાવચનોના પઠન કરતા રહ્યાં
એના આશિર્વાદથી અમે ગાંધારીની આંખે વાંચતા થઇ ગયાં.

(નરેશ કે.ડૉડીયા

******************************

રૂદનનો અર્થ બધા લોકો પોતાની રીતે સમજાવી ગયા
ગઝલમા સુખ શોધતું રહેવું એ રીત લોક સમજાવી ગયા

અનાદી કાળથી લોક વ્યથાઓને રૂદન સાથે કહેતાં ગયાં
‘નરેન’તમેં હસતાં હસતાં અર્થ રૂદનનો સમજાવી ગયા

દુઃખ એ વાતનું જ હતું ને લોક સુખની વાતો કહી ગયાં
સુખની વાતો કહી તો લોક મર્મ દુઃખનો સમજાવી ગયા

નકાબનું ક્રૂર સત્ય એ ખૂબસૂરત ચહેરાઓ સમજાવી ગયા
જ્યાં જન્નત હતી ત્યાં લોકો અર્થ દોજખનો સમજાવી ગયા

ધરાય પ્યાસાઓ પીને ત્યાં એક પ્યાસનું બુંદ છોડી ગયાં
ગઝલ પીવાથી ન લખાય અર્થ પ્યાસનો સમજાવી ગયાં

કરે છે વાહ-વાહ લોક મહેફિલોમાં શાયરોની ગઝલ પર
મતલબ સાચો લોક શાનમાં વાહ-વાહનો સમજાવી ગયાં

(નરેશ કે.ડૉડીયા)

******************************

ઝાકળ જેમ હું ફૂલોને સ્પર્શી ગયો
હું સપનાને અડી ને નિખરી ગયો

વેદનાની જેલમાં કૃષ્ણ જેમ જન્મી
જાતને વિંધીને બાંસુરી થઇ ગયો

સમયની ધારે સતત ઘસાતો આવ્યો
એવી એક ક્ષણમાં આખરી થઇ ગયો

પાણી સમ જિંદગીના બુદબુદામાં
કાંકરીના ચાળાથી ભ્રમરી થઇ ગયો

નશીલી કલમના લડકપન જોઇને
મિજાજ શેરો-શાયરી થઇ ગયો

યૌવન ને બુઢાપાની રાહની વચ્ચે
લીલ પરણાવવાની તૈયારી થઇ ગયો

વિતાવી એક રાત ફૂલોને સંગ ને
સુરજને હવાલે આખરી થઇ ગયો

જન્નતના ખ્વાબ જોતો એક શાયર
પલદોપલમાં હારાકીરી થઇ ગયો

(નરેશ કે.ડૉડીયા)

******************************

મૃત્યુની કિંમત તમે જાણી ના શક્યા હોત
પ્રેમમાં વિરહના દર્દની સજા હોવી જોઇએ

મરે છે કંઇક પ્રેમીઓ આ સકળ જગમાં,
પ્રેમીઓને કારગત આ કલા હોવી જોઇએ

ચીલો આ નથી લીલો સહુ કોઇ જાણે
તો યે પ્રેમીઓને રાહમાં મજા હોવી જોઇએ

દિવાનગીનો ભેદ ના સમજી શકો ગઝલમાં
પ્રેમીઓ માટે સનમ ખુદા હોવી જોઇએ

દુનિયામા પ્રેમીઑના ચિત્રો છે જુદા જુદા
કાંટા વચ્ચે ગુલાબની અદા હોવી જોઇએ

પ્રેમ પથ પર મંજીલના નકશાના ના મળે
કોઇ હમસફરની સફરમાં જગા હોવી જોઇએ

એક વાર તમારી જાતમાથી બહાર નીકળૉ
કોઇના દિલમાં વસવા માટે રજા હોવી જોઇએ

(નરેશ કે.ડૉડીયા)

******************************

નહીં ફંફોસ મારો ચહેરો,કંઇક સવાલોનો છે મહોરો
તારા દરેક સવાલનો મનગમતો જવાબ છે ચહેરો

નથી રમતનો સવાલ,જવાબ હારનો છુપાવે મહોરો
તું કહે તો પ્રેમથી હારે એવો લાજવાબ છે આ ચહેરો

સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દરેક પાનાના અધુરા પ્રકરણોનો જવાબ છે આ ચહેરો

માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને ગુમાવી બેઠેલો નવાબ છે આ ચહેરો

કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
તમારા નામની એક વંસતનો રૂવાબ છે આ ચહેરો

તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો નમી પડે તેવો આદાબ આ ચહેરો

(નરેશ કે.ડૉડીયા)

******************************

કોઇ ની યાદો સંગાથે જીવન ગુજારવું સહેલું નથી
ફકત રાખો હ્રદયમાં દર્દ , લોક એને કળતું નથી

જે તમે તકદીરમાં ઇચ્છો છો તમોને એ મળતું નથી
સાંજનાં સુરજ નમશે,નમતાં સુર્યને કોઇ નમતું નથી

આંખનાં આસું તમે પાણીની જેમ વેરી નાં નાંખો
ડૂબકી મારી મરજીવાને મનગમતું મોતી મળતું નથી

છે એવાં જગતમાં,જેનું ઘર છે પણ મળતું નથી
આપણા જ ઘરનું ઘણીવાર સાચું ઠેકાણું સુજતું નથી

માણસ થઇને કોઇ માનવતાનું પુંછતું નૈ તમને
કોઇં અમથું કંઇ દેવ સમજી પથ્થરોને પુંજતું નથી

લખલખ ભલે કર તું,મનને મનાવાની સહેલી રીત છે
પ્રાસમાં કૈક એવું બને કે રદિફ-કાફિયાને બનતું નથી

(નરેશ કે.ડૉડીયા)

******************************

मुजे मालूम है तुंम मेरे नही बन शकते फिर
मेरे चमन में गुल बन के कयुं खिलते रहेते हो?
तुंम मुज से सात संमदर दुर रहेते हो फिर
जाने-ए-हयात मेरे दिल मे कयुं उछलते रहेते हो?

…मुज से मिलने सामने तो कभी नही आये फिर
तस्सवुर में लगातार होंसला कयुं देते रहेते हो?
गम भूलाने मे लोग मैयकदा मे पडे रहेते है फिर
मेरी गजलो में कयुं कैफ-नशे बनके छांये रहेते हो?

मुजे सताने का एक भी तरीका बाकी नही रखा फिर
जान-ए-तम्न्ना आंखो के कयुं तारे बन के रहेते हो?

माना के तेरे रास्ते से मेरे हर रास्ते अलग है फिर
हमसफर का सांया बन के कयुं साथ चलते रहेते हो?
जिंदगी संवारने का कोइ तरिका मुजे आता नही फिर
मेरी जिंदगी को कयुं दुल्हन की तरह संवारते रहेते हो?

(नरेश के.डॉडीया)

******************************

तेरे खूबसूरत चहेरेको रसूल कहेता हुं
तेरी मेरी बाते बाउसुल बयां करतां हुं,
चांद सितारेको तेरे पैरोकी धुल कहेता हुं
चमनकी हर कलीको तेरी महेक कहेता हुं

…इतेफाकन तुम्हारे मिलनेका वजुद को
उसे मे जिंदगीका हुसुल कहेता हुं
आपकी सांवली सूरत और हंसी को
रसुल ए पाक का कारनामा कहेतां हुं

आपके अंदाज ए गुफतुगु को में
गालीबकी गझलकी पेसगी कहेता हुं
आपकी जुलती शाखाओ जैसी चाल को
दिलको बेहेलाने वाली सागर कहेता हुं

आपका मेरी जिंदगी मे आना तकदीरकी
हारी बाजी को मेरी जित कहेतां हुं
आज तुम मेरे अपने बन गये हो
जो ना हो शके ऐसा करिश्मा कहेता हुं

(नरेश के.डॉडीया)

******************************

યાદ તમારી આવે ત્યારે આંખો ઉપર
આખી રાતનો લગાતાર ભાર લાગ્યા કરે છે
સવારે ઝાકળને પણ રાતની થંડા થંડા
સ્પર્શને સુરજને તાપ લાગ્યા કરે છે 
…મિજાજ અમારો સુકાયો નથી હજુ પણ
તળીયે મીઠી-મીઠી લુ લાગ્યા કરે છે
યાદોના દિવડા ચાહતના ઘીથી જલ્યા કરે
પાગલ હવા ડરાવવા આવ્યા કરે છે

અમોધ સ્મિતના શસ્ત્રો તમારા હોઠો પરના
જોઇને દિલ વેદનાથી તરફડયા કરે છે
રૂપની જયોતીનો અંખડ દિવડો સતત
અમારી અર્ધખૂલ્લી આંખોમાં જલ્યા કરે છે

ભલે તમે આવો નહી અમારા આંગણીયે
ગઝલ હજુ તમારા ભકિતભાવ કરે છે
મીઠી મિઠી ખૂશ્બોથી તરબતર છે આંગણ
યાદોના દેરીમાં ધુપસળી જલ્યા કરે છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

શ્વાસોની ધટનાઓની આરપાર જવું નથી
સ્વપનાઓની મરૂભૂમિનું ખેડાણ કરવું નથી

ખડકોની અભિલાષાને તોડવાની મહેનત કરીયે
માહ્ય બધું પોલું ને હવે જોડાણ કરવું નથી

ભૂલી જઇએ એ ઘટનાસ્થળને ગોકુળ ગણીને
દોઝખની યાદવાસ્થળીને ભ્રમણ કરવું નથી

અભિલાષા હવે કોઇ નવું પ્રસ્થાન કરશે નહી
સ્વપનભૂમિના સ્થાનને હવે ગ્રહણ કરવું નથી

મરણ પછી અમારું શું થશે એ ભૂલી જજો
સ્વર્ગમાં અપ્સરાને સંગ સ્થાનગ્રહણ કરવું નથી

(નરેશ કે.ડૉડીયા)

******************************

સવારે એક સરનામું શોધું તારી અંદર
એક સાંજ મહેકી જાય તારી અંદર
મધરાતનો મુકામ શોધું તારી અંદર
એક પરોઢ ઉગતી જાય તારી અંદર

તરસ્યો હું પાણીનું પરબ શોધું તારી અંદર
એક મૈયખાનું છલકી જાય તારી અંદર
સ્થિરજળ સમજી કાંકરી ફેંકુ તારી અંદર
એક પ્યાસ ભડકી જાય તારી અંદર

બંધ આંખોનું સપનું શોધું તારી અંદર
એ સપનું હક્કીતમાં બદલી તારી અંદર
ખોવાય જાવ એવી રીતે તારી અંદર
એક જીવન અટકી જાય તારી અંદર

ઝાકળોનું આચ્છાદન શોધું તારી અંદર
એક સ્પદન સરકી જાય તારી અંદર
અતિતના ઘાવને ભૂલાવું તારી અંદર
મારો વર્તમાન સુધરી જાય તારી અંદર

મૌસમનો મિજાજ પારખું તારી અંદર
હું વંસતની જેમ મહેકી જાંઉ તારી અંદર
વિલિન થાંઉ પંચમહાભૂતની જેમ તારી અંદર
મારું જીવતા જગતીયું થાય તારી અંદર

(નરેશ કે.ડૉડીયા)

******************************

******************************

મારી વેદનાના વિખરાયેલા શબ્દોને,
ગુંથીને ગઝલ બનાવનાર
કોમલ હસ્તિની,
તને હું શું નામ આપું ?

મારી વેરાન ભૂમિને પ્રેમરસથી સિંચીને,
ઉપવન જેવી બનાવનાર,
ફુલો જેવી નાજુક નાર,
તને હું શું નામ આપું ?

મારી બંધ્ આંખોમાં
સપનાના વાવેતર કરનાર,
મારા સપનાની રાણી,
તને હું શું નામ આપું?

મારા અંહકારી અસ્તિત્વને એક પલમાં,
તારા પગ પાસે ઝુકાવનાર,
ગુલાબી પેનીની માલિકણ,
તને હું શુ નામ આપું ?

મારા તોરીલા મિજાજને ,
એક પલમાં નિખાલસ બનાવનાર,
તોરલ જેવી સતી ,

તને હું શું નામ આપું ?
એક વાર તો બોલ
તને હું શું નામ આપું ?

(નરેશ કે.ડૉડીયા)

******************************

ઉંબરે તોફાનો ઉભા રહેશે તારે મારી સાથે હોવું જોઇએ
તારા દિલમાં મારા માટે એક આશ્રયસ્થાન હોવું જોઇએ

નથી એવી દુવા મારા માટે જે ઇશ્વરને કબુલ હોય?
તારા દિલમાં મારા માટે નવું દેવસ્થાન હોવું જોઇએ

એકલો લડી લડીને હું થાકી જઇશ દુનિયાદારી સામે
તારા દિલમાં મારા માટે લાગણીનું પ્રસ્થાન હોવું જોઇએ

મારા આંસુઓના ઝરાઓ કયારેક સુકાયને રણ બની જાય
તારા દિલમાં મારા માટે ઉષ્માનું સંસ્થાન હોવું જોઇએ

શિકાર થઇ જઇશ સત્યવાન થઇને યમરાજના ભાલાથી
તારા દિલમાં મારા માટે સતનું અડગ સ્થાન હોવું જોઇએ

જગતનાં પ્રેમીઓ આપણે યાદ કરે એવું કરતા જઇશું
તારા દિલમાં ‘નરેન’નું એક સમાધીસ્થાન હોવું જોઇએ.

(નરેશ કે.ડૉડીયા)

******************************

આ સુર્યને ભાનુ કહેવાય,એ માનવાની વાત છે
આ અમસ્તો ના સળગે ,એ બળવાની વાત છે

અંત આવે નહિં વાતનો,એ લંબવવાની વાત છે
અંત વાર્તાનો નક્કી છે,એ લલચાવવાની વાત છે

જિંદગી બધાની આમ છે,અમે જિવીયે એ ખાસ છે
ચરે છે એ જનાવરો,સાંજે ઘરે આવવાની વાત છે

સજાવટ બધા કરે છે,ઘરના બારી-દરવાજા ને ભીંત
ઘર ત્યારે કહેવાય,મહેમાનને આવકારવાની વાત છે

દર દસ કવિતામાં કવિઓ મૃગજળની વાતો લખે છે
આ બધું આભાસ છે,લોકોને સમજાવવાની વાત છે

સંબધોનાં સમિકરણ ભૌમિતિક રીતે વિસ્તાર પામે છે
એક રેખા ટુંકી છે,તો બીજીને લંબાવવાની વાત છે

દુનિયામાં સંબંધને સાચવીને ચાલવું કામ અઘરુ છે
તું દુર રહે છે છતાં તારી નજીક રહેવવાની વાત છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

નહીં ફંફોસ મારો ચહેરો,કંઇક સવાલોનો છે મહોરો
તારા દરેક સવાલનો મનગમતો જવાબ છે ચહેરો

નથી રમતનો સવાલ,જવાબ હારનો છુપાવે મહોરો
તું કહે તો પ્રેમથી હારે એવો લાજવાબ છે આ ચહેરો

સમયની ખુલ્લી કિતાબના પાનાની પાછળ છે મહોરો
દરેક પાનાના અધુરા પ્રકરણોનો જવાબ છે આ ચહેરો

માંગી લો દુનિયાભરની ખૂશી આપી દેશે આ મોહરો
લાખો રિયાસતોને ગુમાવી બેઠેલો નવાબ છે આ ચહેરો

કૈંક પાનખર,થંડી-ગરમીની મૌસમ ઝીલે છે મોહરો
તમારા નામની એક વંસતનો રૂવાબ છે આ ચહેરો

તમે નહી આવો એ શકયતાને વળગી રહ્યો છે મહોરો
જો તમે આવશે તો નમી પડે તેવો આદાબ આ ચહેરો

(નરેશ કે.ડૉડીયા)

******************************

રૂપસુંદરીનો હાથીયો અમસ્તા કોઇ પર ન વરસે
હોય ભાદરવાનો તરસ્યો તો જ રૂપના કામણ વરસે 
(નરેશ કે.ડૉડીયા)
******************************

શિકાયત શું કરું મારી વ્યથાની તમારી પાસે
શંકા છે આ મારા દર્દનું નિવારણ છે તમારી પાસે

જીવનમાં ઘાવ સહેતા રહેવાની આદત પડી છે
છુપાવો છો મુજ ઘાવનું આવરણ છે તમારી પાસે

મનની અભાગી તરસ કદી નહી છીપી શકે
પ્યાસ બુજાવાનું મસ્ત વાતાવરણ છે તમારી પાસે

શંકા તમારા પ્રતી અમસ્તી વધતી નહી હોય
શંકાનાં સમાધાનનું એ સમીકરણ છે તમારી પાસે

બુજાવું કંઇ રીતે ઉરમાં ઉઠતી અગનજવાળાને
અગનને કાબુંમા લેવાનું વશીકરણ છે તમારી પાસે

મિલનની ઝંખનાને કયાં સુધી ઢાકીને રાખીયે?
છુપાવો નહી હ્રદયમાં પ્રેમપ્રકરણ છે તમારી પાસે

(નરેશ કે.ડૉડીયા)

***********

મૃત્યુની કિંમત તમે જાણી ના શક્યા હોત
પ્રેમમાં વિરહના દર્દની સજા હોવી જોઇએ

મરે છે કંઇક પ્રેમીઓ આ સકળ જગમાં,
પ્રેમીઓને કારગત આ કલા હોવી જોઇએ

ચીલો આ નથી લીલો સહુ કોઇ જાણે
તો યે પ્રેમીઓને રાહમાં મજા હોવી જોઇએ

દિવાનગીનો ભેદ ના સમજી શકો ગઝલમાં
પ્રેમીઓ માટે સનમ ખુદા હોવી જોઇએ

દુનિયામા પ્રેમીઑના ચિત્રો છે જુદા જુદા
કાંટા વચ્ચે ગુલાબની અદા હોવી જોઇએ

પ્રેમ પથ પર મંજીલના નકશાના ના મળે
કોઇ હમસફરની સફરમાં જગા હોવી જોઇએ

એક વાર તમારી જાતમાથી બહાર નીકળૉ
કોઇના દિલમાં વસવા માટે રજા હોવી જોઇએ

(નરેશ કે.ડૉડીયા)

*******************

સમય પણ બેપળ રોકાયને ચાલે છે
જ્યારે શરમાળ આંખલડી ખોલે છે

ફૂલોને તો શું ડાળૉને ઝૂકવુ પડે છે
બાદશાહત એના રૂપની બોલે છે

ખુદાને તીણી નજરથી જોવું પડે
જગમાં કોન એના રૂપની તોલે છે

ગજબ છે આ માનૂનીની શોખઅદા!
સાદગીમાં કેવું મજાનું સૌંદર્ય પલે છે

બેં ઘડી તું પણ રોકાય જા’નરેન’
એનું હ્રદય પણ તને જોઇ ડૉલે છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

मुजे सता शके ऐसा दर्द नही मिलतां है इस दुनियामें
बसा लिया है आपने बडी नजाकत से आपकी पलकोमे

सब लोग मेरे पीछे पुछते रहेते है मेरी खूशीया का राज
किसी को क्यां पतां मैने जन्नत पायी है आपकी पनाहमे

जिंदगी तो सब लोग जी लेते अपने अपने तोरतरीके से
किसी को क्यां पतां मैने खुदाइ देखी है आपकी मुस्कानमे

दुनिया में कुछ लोगो को हम नजरअंदाज नही कर शकते
पहेलीबार देखी है मैने नुर ए नुमाइश आपकी नजरो मे

लोग अकसर खूश होते रहेते है गुलो-कलिया को देखकर
महक और रंगो का पुरा गुलशन देखा है आपकी नजाकतमे

‘नरेन’तुंम तो शायर हो कें गजल को जिंदा न कर शके
आप उनका नाम लिखो! जान आ जायेगी आपकी गजलमे

(नरेश के.डॉडीया)

——————————————–

સુકાયેલી ક્ષણોને સાચવીને લાવજે આજે તું
આંતરમનની લાગણીને છુપાવીને આવજે તું,

વંસતના અંદાજમા ફાવે તો ઝાકળ પહેરી ને
બાગોમાં ખીલતા ફૂલોને સતાવીને આવજે તું,

તરછોડાયેલી પળૉના વાદળૉને ભેગા કરીને
કોરી ક્ષણો પર વરસવા મનમુકીને આવજે તું,

સીધી લિટીએ નજરોના તીરનું ભાથુ ભરીને
કૈંક યુવાનોની નજરોને બહેકાવીને આવજે તું,

શ્વેત વસ્ત્રૉને ત્યજીને સંધ્યાના રંગે રંગાય ને
ગુલાબી યુવાનીનો આલમ સજાવીને આવજે તું

આથમતા સુરજને રાતની ખામી ના દેખાય
જુલ્ફોને સુરજ સામે લહેરાવીને આવજે તું,

આજની રાતને વિંનતી સાથે લંબાવી છે
મારી આબરૂ જાળવવા જાળવીને આવજે તું

સ્મરણનું ચાતક વર્ષોથી તરસે છે પિંજરામાં
હોઠોમાં લથબથ ચોમાસું સજાવીને આવજે તું

ફરીથી સજાવીશું એ ભીની લાગણીની મૌસમ,
તારા મૌસમી મિજાજને છલકાવીને આવજે તું

કંઇક ચુમ્બનોના કારસા કરવા છે તારી સાથે
વર્ષાવનો જેવી લાગણીને ભડકાવીને આવજે તું

(નરેશ કે.ડૉડીયા)

******************************

******************************

******************************

******************************

શબ્દોની ફૂલવેણી બનાવી તારા અંબોડે મઢું
ગઝલનો ગુંછો બનાવીને તારા ચોટલે ગુંથું
મધમધ થતી ઉર્મિઓને તારી આંખોમાં ભરું
શ્વાસોની સીતારની મહેફિલ તારી સંગે સજાવું 
…ભીતરની ઉઠતી સંવેદનાને સંગીતેથી મઢું
લાગણીઓની તર્જોથી તારી સંવેદના સજાવું

જાસુદ ને મોગરાને સુંગધી હેલીએ ચડાવું
તારા સાનિધ્યમાં રંગેચંગે ભમરો થઇ ભમુ

મારવાડની મહેંદી મંગાવી તારા હાથે મુકુ
મસ્તીની મૌજમાં હું મહેંદીવાળા હાથને ચુમું
નજરથી બચવાં તારા ચહેરે મેસનું ટપકું મુકું
ખુદ મારી નજરને તારી નજર સાથે લગાડું

ગુલાબોની લાલીને હું તારા હોઠે સજાવું ને
ઝાકળ ફુલોને સ્પર્શે તેમ તારા હોઠોને ચુમુ

(નરેશ કે.ડૉડીયા)

******************************

મળે છે માનવી,
કોઇ વાનર મુખા,
કોઇ સુંવર મુખા,
કોઇ લાલ મુખા,
કોઇ લીલા મુખા,
કોઇ શરીર ભુખા,
કોઇ નજર ભુખા,
કોઇ વાસના ભુખા,
કોઇ આલમગીર્,
કોઇ ફકીર્,
કોઇ સાધુ,
કોઇ શેતાન્,
કોઇ નર,
કોઇ નારી,
કોઇ અર્ધ નારેશ્ર્વર્,

છટ ! પ્રભુ,
તારી સૃષ્ટિ છે ખરાબ !

મને પ્રાણી સંગ્રાહલય બહું ગમે છે,
મળે છે માનવી કેવાં હેત થી,
કોઇ પુંછડી હલાવે છે,
કોઇ એક બિજાને ચાટે છે
માનવિય પ્રેમથી,

ઓહ ! પ્રભુ,
તારી સૃષ્ટિ કેટલી સુંદર છે..

(નરેશ ડોડીયા)

——————————————-

યૌવનને મજા છે અંધકાર ભરી રાતોમાં,
ઓગળ્યું છે અસ્તિત્વ મારૂં તારી આંખોમાં,
સમાણાઓની મધુરતાને રસભરી રજની,
લજતી,લસરતી,મધુરજની જેવી સજની,

સૃષ્ટિ છે સહવાસની એવી છે મજેની,
નથી કોઇની દરકારને નથી ફજેતી,

કળે છે મનની વાતો પત્ની થઇને મજેથી,
કરે છે કામણ કાજળઘેરી આંખોથી,
કુંજ કુંજને વસંત મારા મોહરે છે તેના સંગથી,
રતિને આરંભ સૃષ્ટિના દિઠા તન થી,

ચલ ને અચલ ક્ર્મ બંધ છે તેના વચનથી,
અસ્ત છું તેના રસભર્યા તનમનમાં,

ઉગું છું ઉષાના સંગમાં,
ભરીને રંગ તેના અંગેઅંગમાં.

(નરેશ ડોડીયા )
————————————–

શ્વાસને સરભર કરવાની રમતમાં આયખા ઉકેલાય ગયાં
કીમિયાગર એવાં નિકળ્યા કે અમેં ઉંઘતા જડપાય ગયા 
(નરેશ કે.ડૉડીયા)
———————————————-

ચાહત શું છે ઓ માનવી તારે મન,
મનમંદિરમાં મૂર્તિ રાખી છે તારી,
દિલમાં સાચવી છે એક તસવીર તારી,
વહાણા વીતે છે દિવસોના દિવસોના,

વાળ મારા ઉતરી ગયાં બેપનાહ ચાહતમાં,
તારી લટૉમા પણ સફેદી દેખાય આવી છે,
કેમ કરીને મનાવું મનનાં ખ્યાલોને અને
કેમ કરીને સમજાવું દિલમાં ઉઠતાં તરંગોને,

હજુ પણ ગુંજે છે એ ગીતોના શબ્દો તારી
યાદોની સંગીતમય સુરાવલી બનીને,
હજું પણ અરમાની ભાવો ઉપસે છે મનમાં
ઉડતા પાલવોમાં આભાસી ખ્વાબ લહેરાય છે,

ચાહતની પરિસિમા અને પરિમાણનું માપ ક્યાં છે,
ચાહત મારી છે એક અનંત જિવન યાત્રા…

(નરેશ કે.ડૉડીયા)

******************************

સતત થતી તારી ઝંખનાઓનો ગુંજારવ
તને સંભળાતો હશે સાત સંમદર પાર..
કરું પણ એ કેવી રીતે પાર..

હ્રદય અને મનનો તાલમેલ નથી..
હ્રદયમાં ઉઠતી તારા વિરહની વેદના થકવે છે
મનમાં ઉઠતાં તારા વિચારો મુંજવે છે…

મનતો મારૂ તો હાથોના હલેસાથી પાર કરવાની ઇચ્છા રાખે છે
હ્રદય મારૂ આમ કરતાં રોકે છે..
મુજને શીદ થાય છે તને મળવાની પારાવાર ઝંખના

મને સતત કેમ એવુ કેમ લાગે છે કે..
ઇશ્વરના બનાવેલા રસ્તાઓ હમેશાં જેને મળવાની સતત ઝંખના હોય
તેનાથી દુર રહેવાં માટે બનાવેલા હોય છે.

(નરેશ ડૉડીયા)

******************************

કોણે કીધું દુઃખની ભાષા રુદન છે
એ મારું હસવું પણ હોઇ શકે ..
‘નભ-ધરા’ તમારા માટે કવિતાના શબ્દો છે
કોઈકનું તે ‘ઘર’ પણ હોઈ શકે !

મારી કવિતા અને ગઝલમાં ખુશીનો રંગ છે.
એ હું કહું છું…..
જરા ઝાકીને જુઓ તો….
એમાં પારાવાર વેદનાઓનો એક અજાણ્યો રંગ છે…

અહિંયા તો છે સદા બહાર છે…
તારા પાલવના રંગનો ઉત્સવ..
એ હું કહું છું..
જરા ઝાકીને જુઓ તો…

મારા આંશુંઓથી ભીના થયેલા એના
પાલવમાંથી ઉતરેલો રંગ છે….

(નરેશ ડૉડીયા)

******************************

સમજણને ઘોડે હું ક્યા ચડી વાલમજી,
હજીં તો આંખ્યુમાં મારી બચપણ આંટાફેરા કરે.
અને તમે પણ થોડા અણસમજુ
જવાની જોશમાં હવાને બાથુ ન ભરો
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો

શ્વાસોને હજું ભીનાસ છે માટી કેરી પ્રીતની
હાથોને અડવા દો એ ગારમાટીની ઢીંગલીને.
વાલમ,આમ પ્રીતયુને પનારે ના પાડો
મારી શેરીયુંમાં આમ આંટાફેરા ન કરો

હજું તો સોળની સળ ક્યાં ઉકલી.
ને તમારા સપનાની વળ ચડી
મારી સાહેલડીના આમના રોકો
મારા ખબર એને ન પુછો
મારી શેરીયુંમાં આમ આંટાફેરા ન કરો

દલડાની વાત આમ ઉઘાડે છોગે ન બોલો.
કેટલાયના કાન મંડાણા મારે ઉપર ને
કેટલાયની આંખ ખોડાય ગઇ મારા જોબન ઉપર
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો.

તમારી આંખ્યુંની રીત મને વ્હાલેરી લાગે
ડારો દઇ મારા બચપણને જાણે પ્રેમને વળાવે રે
વાલમ,હજુ બચપણ આંખ્યુમાં આંટાફેરા મારે,
પરાણે મારા બચપણને આમ ડારા ન આપો
મારી શેરીયુમાં આમ આંટાફેરા ન કરો.

(નરેશ ડૉડીયા)

******************************

આજે સરેલા પાલવની ભીનાસ હવામા
એક અજાણ્યા બોજથી લહેરાતા ડરે છે,
તને મેં હમેંશા ચાંદનીની શીતળતા અને
મારા દામનની મખમલી પથારી બક્ષી છે

મને ખબર નહોતી કે ચાંદનીની ઉદાસી પણ
ક્યારેક મારીં આંખો વાટે નિતરી આવશે!
હોય છે જિંદગીમાં આવતી ક્ષણો સહિયારી
એ બધા ઉપર તું અધિકાર ધરાવતો હતો.

જવાની તો શું છે?એક ખરી ગયેલુ પાન!
જેને સફેદીની હવા લાગતા ઉડી જવાનું છે,
ભલે એક સંબધ આપણૉ હતો,નામ વગરનો!
ત્યારે હું તારા ઇશારે નાચવા મજબૂર હતી,

એક ફનકારની ફન ઉપર હું પણ ફિદા હતી
તારી એક એક અદા ઉપર આફ્રિન હતી
મહેફિલો ઉપર મહેફિલ સજતી તારા નામની
સઘળો દોરીસંચાર મારા નાજુક હાથમા હતો,

યાદ છે તને?હું જરા અમસ્તી રૂઠી જતી તો
ગુલાબોની સાથે તારું અસ્તિત્વ પાથરી દેતો
જવાબ શોધું છુ વિતી ગયેલા સમય પાસે
તારી પાછળ ફના થયેલી જિંદગી ક્ષણૉનો

મારી ક્ષણૉ પાછી આપવા તું સક્ષમ નથી
હું તને ભુલી જાંઉ એ નારીનું ગર્વ નથી.

(નરેશ કે.ડૉડીયા)

******************************

અનેક પ્રંસગોની ભરપૂર યાદોથી શણગારેલો ઓરડૉ,
આજે તારા હાથના સ્પર્શનો મોહતાજ બન્યો છે..
આશ્રુના ટીપે ટીપે ઝાંઝવાના તળાવો ભરાય છે
જયા લાગણીના પૂર આવતા ત્યાં દુકાળ ચાલે છે

સંવેદનાની જમીનમાં વેદનાઓના બાવળો ઉગ્યા છે
ચાલ!લાગણીના હથીયારો વડે આ બાવળીયા વાઢીયે
મિલનન ઉર્જા આકાશે જશે,ખૂશીના વાદળા ઘેરાશે
વરસી પડશે ખૂશીના વાદળો ને,ફુટશે તાજી કુંપળૉ

ચાલ વ્હાલી!રાહ શાની જુવે છે? મીલાવી લે હાથ!
હર્દયગોખમા ફરીથી ઉંમગોના સ્થાપન કરી લઇએ.

(નરેશ કે.ડૉડીયા)

******************************

તમારા સુવાળા અધરોની લાલીમાં
સુરજ ડુબ્યો તે ડુબ્યો તે પછી અહિયાં
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારા કાળા કેશમાં ઘનઘોર રાત્રી
ઉતરી તે ઉતરી તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારી આંખોમાં ચમકતી ચાંદની
ઉતરી તે ઉતરી તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારી ફેલાયેલી બાહોના પ્રાસમાં
અમારું અસ્તિત્વ ખોવાયુ તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

સ્પર્શની સરહદ ટપીને તમારી સાથે
સુખ આવ્યુ તે આવ્યુ તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તમારા સ્મિત સાથે સંધ્યાના રંગોથી
કેશરી રંગોળી પુરાણી તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

રજનીના સથવારે તમારી વાણી ફોરમ
બની ફેલાય તે ફેલાય તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

ખીલ્યા હતા મધરાતે બેલાના ફુલો જેમ
અરમાનો ખીલ્યા તે ખીલ્યા તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

રોશન થઇ હતી આપણી જિંદગી તે સાંજે
રોશની ફેલાય તે ફેલાય તે પછી અહિંયા
કોણે સુરજના કિરણૉના દર્શન કર્યા છે,

તારા સૌંદર્યના ગુલશનમાં ફુલો આપણા
સુંગધી બન્યા તે બન્યા તે પછી અહિંયા
કોણે બીજા સૌંદર્યના ગુલશનના દર્શન કર્યા છે.

(નરેશ કે.ડૉડીયા)

******************************

મીણબત્તિની એ છોકરી,
પછી સ્વિકારી માંરી નોકરી,
સળગતી રહી ને ઓગળતી રહી,
આગંળીઓ જલાવતી રહી,
રોટલીઓ શેકતી રહી,
આંગળીઓ દઝાળતી ગઇ,

તડકામાં તપતી રહી,
પાપડ તણા તાણા વાણામાં,

જલતી રહી આંખો તારી,
ધુમ્રસેરના વલયોમાં ને,

ધુંવાડાઓનાં ગોટેગોટેમાં,
દાઝ્માં ને ખીજમાં,ગુસ્સામાં,
ઓગળતી રહી,

મુગ્ધતાંનો માળૉ છોડી,
કાંટાળા સંસારમાં વસી,

પંખીળીની કાયાને છોડીને,
મારી પત્ની બની,

કબુતરી થઇને માણસને વરી,
રહી રહીને પાંખો આવી,
તો ય ઉડવાની મૌસમ ના આવી

******************************

યૌવનને મજા છે અંધકાર ભરી રાતોમાં,
ઓગળ્યું છે અસ્તિત્વ મારૂં તારી આંખોમાં,
સમાણાઓની મધુરતાને રસભરી રજની,
લજતી,લસરતી,મધુરજની જેવી સજની,

સૃષ્ટિ છે સહવાસની એવી છે મજેની,
નથી કોઇની દરકારને નથી ફજેતી,

કળે છે મનની વાતો પત્ની થઇને મજેથી,
કરે છે કામણ કાજળઘેરી આંખોથી,
કુંજ કુંજને વસંત મારા મોહરે છે તેના સંગથી,
રતિને આરંભ સૃષ્ટિના દિઠા તન થી,

ચલ ને અચલ ક્ર્મ બંધ છે તેના વચનથી,
અસ્ત છું તેના રસભર્યા તનમનમાં,

ઉગું છું ઉષાના સંગમાં,
ભરીને રંગ તેના અંગેઅંગમાં.

(નરેશ ડોડીયા )

******************************

પકડો કલમ તો યે ખુશી ક્યા છે ચહેરા પર,
કલમ કરે કોઇ ને ઇલ્જામ છે મારે પર,
કરી છે એક ગુસ્તાખી તો ય સજા છે,
જિંદગી ભર..સીતમના ભાર વેઠીને,
હવે તો થાકી છે કલમ……
વેપારીને વરણાગી બનાવનાર,
આ કલમ છે બહું કાલીઘેલી,
બનવું હતું નવીનવેલી દુલ્હન ને,
ધરી લીધો છે વિધવાનૉ વેશ..

******************************

કયારે એક સપનુ નજરથી દુર ગયું,
ક્ષિતિજ પાર ઝાખુ થતું દુર દુર,
ક્ષિતિજનો પટ્ટ ફેલાતો ગયો દુર,

ધરતીને જ્યાં આકાશ મળે છે દુર,
સુરજ ઉગે છે એ ક્ષિતિજથી પણ દુર,
પડછાયા લંબાતા ગયા દુર દુર્,

આભને આંબવાની કોશિશમાં,
ફેલાતા ગયા હાથ દુર દુર,

ઉગતી પ્રભાતનું એક કિરણ,
લઇ આવ્યુ આશાનો સંદેશ દુરથી,
એક ચહેરો નજર આવ્યો દુરથી,

આંખોના ઝાંખી નજરમાં ચમકી ગયુ,
તારી આખોનુ સચવાયેલુ નૂર,
નજીક આવતી ગઇ તું દુરથી,

મને નજર ચડી ગઇ તારી સફેદ લટ્ટ્,
જેના પર લટૂ થઇ હતી,એક નજર.

(નરેશ ડૉડીયા)

******************************

ચાહત શું છે ઓ માનવી તારે મન,
મનમંદિરમાં મૂર્તિ રાખી છે તારી,
દિલમાં સાચવી છે એક તસવીર તારી,
વહાણા વીતે છે દિવસોના દિવસોના,

વાળ મારા ઉતરી ગયાં બેપનાહ ચાહતમાં,
તારી લટૉમા પણ સફેદી દેખાય આવી છે,
કેમ કરીને મનાવું મનનાં ખ્યાલોને અને
કેમ કરીને સમજાવું દિલમાં ઉઠતાં તરંગોને,

હજુ પણ ગુંજે છે એ ગીતોના શબ્દો તારી
યાદોની સંગીતમય સુરાવલી બનીને,
હજું પણ અરમાની ભાવો ઉપસે છે મનમાં
ઉડતા પાલવોમાં આભાસી ખ્વાબ લહેરાય છે,

ચાહતની પરિસિમા અને પરિમાણનું માપ ક્યાં છે,
ચાહત મારી છે એક અનંત જિવન યાત્રા…

(નરેશ કે.ડૉડીયા)

******************************

સમયની જાહોજલાલી આપણે બે હાથે લુટી છે
ફરી ફરીને એ સમય નહી આવે જાહોજલાલીનો.
દુઃખનો સમય સમયની જેમ થોડૉ સતત ચાલે છે
આપણો પણ સમય આવશે ત્યારે સમયને રોકીશુ.

શીદને વિરહના આંસુ સારે સમયે સમયે દુઃખના
મુસીબતના એ દહાડા કેટલા ચાલશે સમયને પુછો.
પાણી તો સૌવના મપાય જાય છે સમયે સમયે

સુકાયેલા ઝરાઓ આંસુથી ભરવા આંખો થાકે છે.
ગગન ગોંરભાય ત્યારે તારી યાદોની ઘટા છવાય છે
ચાતકે નયને રાહ જોતી પ્રિયતમાની આંખ ઘેરાય છે.

રાતલડીના આભાસી ખ્વાબોમાં ક્યારેક તું મલકાય છે
ઉગતા સુરજની લાલીમા આશાનુ કિરણ દેખાય છે.
ક્યારેક તો આપણે સમયને થાકવા મજબુર કરીશું
ફરીથી એક વાર મળીશું એ સમયની મોટી હાર હશે.
(નરેશ ડૉડીયા)

******************************

અમારો મકામ તો પહાડોની ચોટી પર હોય છે
તારે નિશાન તાકવુ હોય તો તાકજે,બે ફિકર.

એક વાત યાદ રાખજે,નિશાન ચુક તને માફ,
નહી નીચુ નિશાન,ચોટીની બુંલદી અમારી શાન.

કબુતરની જેમ નહી ગુટરગુ કે કાબરનો કલબલાટ
પહાડોની ચોટીના આશિયાના અમારા શાંત.

ગરૂડોની તો તકદીર બુંલદ છે મારા દોસ્ત,
માળા અમારા પહાડોની ચોટીની શાન છે

(નરેશ કે. ડૉડીયા)

******************************

અનેક પ્રંસગોની ભરપૂર યાદોથી શણગારેલો ઓરડૉ,
આજે તારા હાથના સ્પર્શનો મોહતાજ બન્યો છે..
આશ્રુના ટીપે ટીપે ઝાંઝવાના તળાવો ભરાય છે
જયા લાગણીના પૂર આવતા ત્યાં દુકાળ ચાલે છે

સંવેદનાની જમીનમાં વેદનાઓના બાવળો ઉગ્યા છે
ચાલ!લાગણીના હથીયારો વડે આ બાવળીયા વાઢીયે
મિલનન ઉર્જા આકાશે જશે,ખૂશીના વાદળા ઘેરાશે

વરસી પડશે ખૂશીના વાદળો ને,ફુટશે તાજી કુંપળૉ
ચાલ વ્હાલી!રાહ શાની જુવે છે? મીલાવી લે હાથ!
હર્દયગોખમા ફરીથી ઉંમગોના સ્થાપન કરી લઇએ.

(નરેશ કે.ડૉડીયા)

******************************

આપણા સંબધની દુનિયા બહુ નાની બનતી જાય છે
સવારે ભુલા પડેલા લોકો સાંજે ફરી મળી જાય છે,
એક આંખમાં ભવિષ્ય અને એક આંખમાં સપના ભરી
એક નાનકડા ઓરડામાં આપનું વિશ્વ દોરીયે છીએ

સવારે એ વિશ્વમાંથી બહાર નીકળીને આપણે બે ય
બહારની દુનિયામાં ઠોકરો ખાવા નિકળી પડીયે છીએ
તારા હાથમા ઘરસામગ્રીના વજનદાર થેલાનો ભાર
મારા હાથમા ઓફીસના અધુરા કામના થેલાનો ભાર

એ જ ચહેરાઓ સામે મળે છે જેમ તું સાંજે મળે છે
બે વ્યકિતની વચ્ચેના સંવાદો કેમ થાકતી જાય છે?
કોઇ એવી નિશાળ આપણે શોધી આપણા વિશ્વ બહાર
જયાં બે વ્યકિતીની સંવેદના ઉકેલતા પાઠ ભણાવી શકે

અધુરા રહી ગયેલા ભણતર જેવી તારીમારી સંવેદાનાને
કોઇ લાગણીની નિશાળમા ફરીથી ભણવા મુકીયે તો કેમ?
ચાલ વ્હાલી!આપણા સવાલોના જવાબ આપણે જ શૉધીયે
સંવેદનાને સ્પર્શ સાથે જોડીને કોઇ નવો જવાબ શોધીયે

(નરેશ કે.ડૉડીયા)

******************************

ફાગણની કુખે જન્મી હતી પ્રિત આપણી
વૈશાખમા કાળજાળ ઉનાળાસી તપતી હતી
રંગ કેસુડાના ઉડયા હતા અબોલ નયનોમાં
વંસતની વાટ પણ ક્યાં જોઇ હતી ઢળવામાં

કોરા મન કેરા આકાશમાં છવાયા વાદળૉ બની
અષાઢી મૌસમ છલકાય હતી પુરબહારમા
શ્રાવણમાં છલકાણા નદીનાળાને તળાવો
કેવા ભીંજાયા હતા બે અબોલ જીવ પ્રેમથી

ભાદરવામાં જાણે ગાંડો થયો પ્રેમનો હાથીયો
સૃષ્ટીને છોડીને વરસી પડયો આપણા બે પર
આસોના આગમનના વધામણા થયા ઉજાગરાથી
નવરાત્રીની રાત્રીમાં ફરી શરૂ થયા ફાગુ ગીત

શૃંખલાઓની ભરમાર હતી ચાર આંખોમાં
વરણાગી પ્રીત હતી નવરંગ કેરી ચુંદડીમાં
નવતાલી લીધીને પાછું ફરી ને જોયું તો,
બની ગયો હતો યુવાનીનો આલમ બેખબર,

આવી હતી શરદપૂનમની રાત શ્વેતચાંદની સંગે
દુધમલસી કાયાની અસર થઇ હતી અંગેઅંગમાં
દિપાવલીના દિપની જેમ રોશન થઇ જિંદગી
માંગી હતી તને કાર્તિકીપૂનમે પરિણય કાજે

થયો હસ્તમેળાપ મૃગશીર્ષમાં મનના માંડવે
બે હાથોની હસ્તરેખાઓ વેહવાની જગા થઇ

કંઇક મૌસમ આવીને ચાલી ગઇ દુનિયામાં
હજુ પણ તું એવીને એવી ગાંડી ઘેલી રહી
બદલાયા અમારા તોરતરીકા ને મિજાજ
તારી પ્રેમ કરવાની રીત એ જ પુરાણી રહી

(નરેશ કે.ડૉડીયા)

******************************

પ્રિયતમ ! તારી યાદમાં તારી
રાણીની વાણી પણ રડી પડે છે
સમીસાંજે મારું એક ડુસકુ
મંદિરના ધંટારવમાં દબાય જાય છે

સુરજના કિરણોની સાથે યાદોના
પડછાયા ઘરમાં ફેલાય જાય છે

ફરીથી એક ડુસકુ ! હા,પ્રિયતમ
મારું એક ડુસકુ !
આરતીમાં વાગતાં
નગારાના નાદમાં બ્રહ્મલિન થઇ જાય છે

તારી રાણી હવે પ્રભુના ચરણૉના આશરે છે
તું આવશે કે નહી,એ પ્રભું જાણે !

પ્રભુના સાંનિધ્યમાં તારી રાણીને
મારા પ્રભું દેવદાસી બનાવશે કે નહી?
એ પ્રભુ જાણે ?

મારી જિંદગીના પડાવો તારે નક્કી કરવાનાં છે!
હું બનીશ તારી રાણી કે મારા દેવની દાસી!

પ્રિયતમ એક વાત કહું..!
તું જ મારો રાજા છે ને તું જ મારો દેવ
તારી રાણી પણ હું બનીશ અને દાસી પણ,

હો, કે !

(નરેશ કે.ડૉડીયા)

******************************

નરી આંખે ન દેખાયું , તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું

(નરેશ કે.ડૉડીયા)

******************************

રસ્તા વંસતોના પુરા થયા ને તારા શહેરના ગરમાળા દીઠા
આંખોએ તપતા તાપમાં વંસતને છુપાવવાના માળા દીઠા
શહેર પણ તારું કેવું! તારા જેવું ગ્રીષ્મી ગુલમહોરી જેવું
ખુશ્બુના તળાવ પર જાણે ખુશ્નુમાં મૌસમના પાળા દીઠા

તારા શહેરની મૌસમ જાણે તારા ઇશારે ચાલે એવું લાગે
પાનખર પીળાપાને રવાના થઇ એના પગપાળા દીઠા
ઉજળી સવાર ને રંગીન સાંજો હોય છે તારા શહેરની
સપનામાથી ઉડેલા પંખીઓના તારી અટારીએ માળા દીઠા

ચાંદ,સીતારા,પંતગીયા,આગીયાઓ,ને સુરીલા પંખીડા
આ બધાની એકી સાથે તારી આસપાસ કરતા ચાળા દીઠા
સનાતની ખૂબસૂરતીના રહસ્યો છુપાયા છે તારા શહેરમા
હાથમા તારો હાથ ઝાલ્યો ને રહસ્યોના ખુલતા ઝાળા દીઠા

(નરેશ કે.ડૉડીયા)

******************************

નાચ ગુજરાતણ, નાચ ગુજરાતણ,
રે ગુજરાતણ નાચ તું મન મુફીને નાચ
નીચે ધરતીને ઉપર ગગન
આજુ બાજું પ્રકાશ છે તારે કાજ
શાને તું લાજ!સઘળી સૃષ્ટી છે તારે કાજ
નાચ ગુજરાતણ નાચ બાઇ તું મન મુકીને નાચ

હાથ હલાવ, ઘેરદાર ઘાઘરાને ઘુમાવ
તાલ દે ને પગ ને દે ઠમકારો
ઉછાળ તારી મસ્તીનો ગુલાલ ને
ભરી દે રંગ તારી ચુંદડીમાં,
નાચ ગુજરાતણ નાચ,બાઈ તું મન મુકીને નાચ,

અવસરના ચુકીએ એવાં ગુજરાતી અમે
વધાવી વિધાતાના ખેલ રમતા રમતા
આંનદ અવસર રુડા છે દીન રાત,
સઘળા વિશ્વને મુઠીમાં સમાવતા એવા ગુજરાતી અમે
નાચ ગુજરાતણ,તું સારા વિશ્વને નચાવ
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુંકીને નાચ,

ખુલી ગયાં છે ભાગ્ય આજ
સર્વ સુખ છે તારે સાથ
આભે ચમકે તારાઓ તારે કાજ
વધાવ ગુજરાતણ ચાંદાને આજ્
નાચ ગુ જરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

ઘાણ,પખવાજ ને નોબત વાગે છે
ઢોલ્ નગારાંને ડમરાની ડમડમાટી
સાવજની ડણકને મોરના ટહુકાં
સઘળાં સંગીત છે તારે કાજ
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

તારી આંખોને નચાવ,તારી કમરને લટકાવ
કરી લે લટકાને ઝટકા ને મસ્તિના તું દે ફટકા
નારી દેહમાં ભરી મરદાનગી
દેખાડ તારું ગુજરાત તણુ ખમિર
નાચ ગુજરાત નાચ બાઇ તું મન મુકીને નાચ,

સૃષ્ટી કેરા રૂડા અવસરોનું ધામ એવું ગુજરાત
કચ્છ,કાઠિયાવાડની ધીંગી ધરાના ખાધા છે ધાન
ખમિરવંતા ગુજરાતની અમે લટકાળી નાર
નીકળી પડીયે નવરાત્રીમાં સોળે સજીને શણગાર
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

આવી માતા કેરી ભકિતની નવરાત
નક્કર ને ધીંગી કાયા ને ગહેકતાં ગળામાંથી
નીકળશે ભકિત કેરા ગીતોનો રસથાળ
જુવાનીયા ને જુવાનડી રાસડા લેશે સારી રાત
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ,

ઉતરી પડશે ખૈલયાઓ,તસતસતા લાલ કપડા ને
કડલા,કાંબી,હાંસડીને બલોયા રણઝડી ઉઠશે
લાલ રંગે રંગાયેલ ચણિયાચોળીમાં ગુજરાતણો
કોયલડી જેવાં કંઠે ગુંજવશે નવે નવ રાત
નાચ ગુજરાતણ નાચ,બાઇ તું મન મુકીને નાચ

(નરેશ કે.ડૉડીયા)

******************************

તૃપ્તીનો એહસાસ કરી લેજે આજ,
મયખાનૂ છે આજે તારે કાજ.
ભરી લે ભરી લે જામને આજ,
કરીલે મસ્તી આજે બે બે વાર.

હોઠો તરસ્યા છે આજે જામને કાજ,
આંખો પ્યાસી છે સાકીને કાજ.

કોઇની સોનેરી લટને કોઇની કાળી લટ,
કોઇનું રૂપેરી મુખને કોઇનું ગુલાબી સુખ.

આ જન્મારો છે ચોરાસી અવતાર બાદ,
પ્રીત પીયુને પાનેતર છે તારે કાજ.
કરી લે કરી લે પ્રિયાનો પોકાર,
દે આલિંગનને કરી લે પ્યાર.

આ જ છે ભવસાગરનો સાર,
સંભળાય છે તને પ્રિયતમાનો સાદ.
પ્રેમ કરે છે તને દુનિયા આજ,
તારું વેપારી સત્ય સાચુ છે બાપ.

છોડી દે સંસાર ત્યાગની વાત,
બ્રહ્મચર્ય છે બાવાઓની વાત.

(નરેશ કે. ડૉડીયા)

******************************

નદી એ દરીયાને કહ્યું
હું તારી જ હતી
તારા માટે જ મારૂં સર્જન થયું છે
તારામાં જ રહેવાની છું

ભર બપોરે તારા મહેનતનાપસિનાની
ખારાશ તે આકાશને આપી
આકાશે તેનો બદલો આપવા
વાદળૉનું સર્જન કર્યું

વાદળોએ આકાશ અને તારા
અહેસાનને બદલે પાણી વર્ષાવ્યુ

પિતા પર્વતે એ પાણીનો
બદલો ચુકાવવા મારું સર્જન કર્યુ
પાછી ના વળવાની શરતે મને
પથ્થરોના કઠીન રસ્તે વિદાઇ કરી

પથરાળ રસ્તે અથડાટી કુટાતી
તારા મિલન કાજે દર દર ભટકી

વહેતા વહેતા માનવ સમુદાયની
ગંદકીને સાફ રાખી છતા પવિત્ર રહી
તારી ચાહને માટે મેદાની ઇલાકામાં
ઉંછાછળા સ્વભાવને ભૂલીને પ્રોઢની જેમ વર્તી

કંઇક ખાબોચિયા,વોકળાઓની છેડછાડની
ભોગ બનીને હું તારા માર્ગે વહેતી રહી

હેં મારા સાગરદેવ!
ભલે તારામાં ખારાશ ભરેલી હોય
તો પણ હું તારા માટે મારી
મિઠાશ કુરબાન કરવા તૈયાર છું

હે મારા સાગરદેવ!
તારા સિવાય હવે મારું કોણ ધણી થશે?

મને તારામાં સમાવવી જ પડશે
આખરે તો હું તારા પસિનાની
જ સાચી કમાણી છું

મને ખબર છે પસિનાની કમાણીને
જીવની સાચવવી પડે છે

(નરેશ કે.ડૉડીયા)

******************************

मुजे मालूम है के तुंम मेरे नही बन शकते हो
मेरे चमन में गुल बन के कयुं खिलते रहेते हो?

तुंम मुज से सात संमदर दुर रहेते हो फिर
जाने-ए-हयात मेरे दिल मे कयुं उछलते रहेते हो?

मुज से मिलने सामने तो कभी नही आये फिर
तस्सवुर में लगातार होंसला कयुं देते रहेते हो?

गम भूलाने मे लोग मैयकदा मे पडे रहेते है फिर
मेरी गजलो में कयुं कैफ-नशे बनके छांये रहेते हो?

मुजे सताने का एक भी तरीका बाकी नही रखा फिर
जान-ए-तम्न्ना आंखो के कयुं तारे बन के रहेते हो?

माना के तेरे रास्ते से मेरे हर रास्ते अलग है फिर
हमसफर का सांया बन के कयुं साथ चलते रहेते हो?

जिंदगी संवारने का कोइ तरिका मुजे आता नही फिर
मेरी जिंदगी को कयुं दुल्हन की तरह संवारते रहेते हो?

-नरेश के.डॉडीया

******************************

એક માણસ કેટલી લાચારી ભોગવે છે
એક કવિની કલમ ને કવિતા કેવી રૂવે છે
રૂબરૂ એને મળ્યા પછી બેચેની સતાવે
આંખમાંથી આંસુ જાણે વરસાદી ચુવે છે
આજુબાજુ મહી કશું એને દેખાય નહી
એક આહટ એને સતત પ્રિયાની છુવે છે
અનુભવ નવો લાગે છે એને પહેલો
પ્રેમમા પ્રથમ વખત પોતાને ખુવે છે
જીવવું એને ઉધારી જેવું લાગતું હો
રોજ એ શ્વાસો ઉધારી જાણે સુવે છે
હોય છે કેવી દિવાનગી લોકોની જુવો તો!
લોક એને કોઇ ફરિસ્તાની નજરે જુવે છે

(નરેશ કે.ડૉડીયા)

(ગાલગાગા-ગાલગાગા-ગાગાગા-લગાગા).

******************************

******************************

નખશીખ મુંજાયેલો તારો ચહેરો…
મારો મસિહા મને બિમાર લાગે છે

ખુલતા વાળમાથી આજે ઉદાસીની
વાંછટૉ જંમીન પર પડે છે.

આકાશ ગોંરભાયુ છે,
નહી વરસવાની માનતાનો આજે છેલ્લો દિવસ છે.

પ્રિયતમને નજરથી દુર જતો જોઇને,
વરસાદી છાંટણાની સાથે પ્રિયાના આસું
પણ જમીન પર પડીને હવામાં બાષ્પીભવન થઇ જાય છે.

કોકિલના એક ટહુકા સાથે,
કોઇના રૂદનનો અવાજ દબાય ગયો.

પ્રિયતમ પ્રિયાની આંખથી ક્ષિતિજમાં
ડુબતા સુરજ સાથે ઓજલ થઇ ગયો.

સંધ્યાની જીણી કેશરી લાલાશ ને
પણ ઉદાસીની અસર હતી…

બીજા દિવસના ઉગતા સુરજની લાલી
સાથે એક પડછાયો મારા ઘરના
દ્વાર સુધી લંબાય ગયો.

બારણે ટકોરાના અવાજ સાંભળીને
હાફળા ફાંફળા દોડીને દ્વાર ખોલ્યુને !

પ્રિયતમની સાથે સુરજની લાલી
મારા ચહેરા ઉપર પ્રસરી ગઇ.

એક રાતની કિંમત મારા આંસુએ
ભરપૂર વસુલ કરી લીધી…

(નરેશ કે.ડૉડીયા)

******************************

સજાવી હોય છે મેં પણ મહેફિલ એ તમારે કાજ સપનામાં
ખબર છે તોય મનમાને નહી કે આપ ના રહ્યાં અમારામાં 
(નરેશ કે.ડૉડીયા)
——————————————

આંગળીના ટેરવે ઉગી નીકળેલા
કેકટસને સવાલ પુછયો?
નમણી નાજુક કલમને જોઇને કેમ
તને સળી કરવાનુ મન થાય?

કેકટસનો બચ્ચો કહે છે મને,

હવે શાયરોના અસરારો બુઠા થયા;
જયાં જયાં ખિલતા સ્મિતને ભાળૉ
ત્યાં ફૂલોના અક્ષરો વેરી આવો છો?

જ્યાં ડાચાનું ઠેકાણુ ના હોય એને
તમેં ચાંદ સરીખે સરખાવો છો?
જેની બત્રીસીમાં બે ઘટતા હોય
ત્યાં અનારદાણા વેરી આવો છો?

હવે તમારી ફુલોના બગીચાની
દુકાનોને બંધ કરો તો સારું છે?

રાતરાણીને કહો કે હવે તું બહું
બિન્દાસ બની છે રાતે ખીલીને?
ચમેલીને કહો કે હવે તું બહું
સસ્તી થઇ છે સુંગધ ફેલાવીને?

એક તમે ગફલત કરો ગઝલમાં
પ્રાસમાં પોદળામાં સાઠીકા ભરાવો છો
રદીફ-કાફિયાને ઉધેકાંધ ઉછાળો છો
હલકાફુલકા શેર તમારા બકરીની જેમ
બેં બેં કરે ને દુઝાણાના નામે મીંડુ?

સમજી જજો શાયર તમે !
નહીંતર કલમને કેકટસનો
એક ઘસરકો કાફી થઇ જશે?

લોહીલુહાણ અવસ્થામાં ઢસડાતી
કલમને કાગળનો પાટો બાંધજો
લોહીના ડાધામાં વાંચજો તમે

કદાચ એને કવિતા કે ગઝલ
કહેવાતી હોવી જોઇએ..બીપ બીપ

(નરેશ કે.ડૉડીયા)

******************************

ઝખ્મોને તમે કયાં સુધી પંપાળતા રહેવાના
ગઝલમાં ગમ કયાં સુધી છુપાવતા રહેવાના

નથી આસાન હસતાં મુખે બધાની સામે રહેવું
સમણાની જાત સાથે સદા નિખરતા રહેવાના

કદી અમસ્તું જો રડાય જાય તો દુઃખી ન થશો
ભિતરમાં સુખ નામના પંખી ટહુકતાં રહેવાના

હસી નાંખે છે લોક તમારી વાતો ને વાતોમાં
પછી એ લોકો જ તમને યાદ કરતાં રહેવાના

‘નરેન’તમે દુઃખી ન થશો કોઇની અવગણનાંથી
પછી એંકાંતમાં એ તમને ગણગણતા રહેવાના

(નરેશ કે.ડૉડીયા)

******************************

અમસ્તો જ આ લાગણીનો રેલો કદી ના ઉતરે
કોઇક રૂપેરી કોરવાળું વાદળ ઘેરાયું હશે ભિતરે 
(નરેશ કે.ડૉડીયા)
******************************

સાજન,તારી યાદ આવે ને
શેરી તો શું ગામ આખું ઉમળકે ચડે
હૈયામાં તો શું અંગેઅંગ ને
રોમેરોમનો તલસાટ ફજળ-ફાળકે ચડે

સાજન,તારી યાદ આવે ને
હૈયાના ટૉડલે હરખના મોરલા ટહુકે ચડે
સાહેલડી તો શું મારી ભાભલડી ને
મને સતાવવાનું સુરાતન ચડે

સાજન,તારી યાદ આવે ને
છબીમાં તને જોઇને આંખોમાં કસુંબલ રંગ ચડે
દેહમાં તો શું મારી નશે-નશમાં
તારી અફિણી આંખનો કેફ ઉફાણે ચડે

સાજન,તારી યાદ આવે ને
અંતરમાં પોઢેલી લાગણીઓને ફેણ ચડે
લાગણીઓના એરૂ તો શું નાગણીઓ
પણ રૂદિયામાં એકીહારે લબકારે ચડે

સાજન,તારી યાદ આવે ને
રડીને શાંત થયેલી ચામડી ચચરાટે ચડે
તમે  વેલડાને લઇને લેવા નૈ આવો તો શું
તારી સજની તને મળવા સારું વેલડે ચડે

(નરેશ કે.ડૉડીયા)

(વેલડુ = બળદગાડુ)

———————————–

બિમારી વંસતોને થઇ ગઇ હતી એક પાનખરે
કળીઓને બહું ચાહત હતી ખિલવાળ કરવાની 
(નરેશ કે.ડૉડીયા)
————————————–
ખુમારી ગઝલમાં જ રહી ગઇ અમારી તમો સમજો
રહી ગઇ જાત માનવની બિમારી એ તમો સમજો
(નરેશ કે.ડૉડીયા) 
———————————————————–
શું લઇ જાશે વિદા ટાણે,એની જવાની?
જવાની તો અમારી દિવાની રહેવાની છે 
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
સરનામાં ભુલથી યાદ રહી જાય તો શું કરવાનું ?
આ લોકો અમસ્તા યાદ રહી જાય તો શું સરવાનું ? 
(નરેશ કે.ડૉડીયા)
————————————–
मुजे सताने के हर तरिके से वोह वाकिफ है
बार बार अश्क ए रवां को रोकना मुनासिब है 
(नरेश के.डॉडीया)
—————————————–
બાંધી ન મને રાખ લગાતાર સવાલોમાં
હોઠે ના રહ્યાં ઉતર અધુરા વરતારાઓમાં 
(નરેશ કે.ડૉડીયા)
————————————————
ઢળેલી આંખોથી એને સંમદરને ચેતવ્યો’તો
ઉઠાવી આંખ ને એને સંમદરને સતાવ્યો’તો 
(નરેશ કે.ડૉડીયા)
—————————————-
મને પામવાની લગાતાર વ્યર્થ કોશિશ ન કર
આયનામાં તું તસવીર શોધવાની લગાતાર કોશિશ ન કર, 
ખુદાએ જે રસ્તાઓ અને મંજીલ અલગ બનાવી છે
મંજીલ પામવાનો નથી,ખુદને ભટકાવાની કોશિશ ન કર,

જિંદગીના દરેક રંગોની કહાની છે અલગ અલગ
મેઘધનુષને તું ઉનાળામા પામવાની ખોટી કોશિશ ન કર

હોય અક્ષરોની બાંધણી તો ગઝલ કે કવિતામાં ઉતારું
કિસ્મતની લકિરોને નવો મોડ આપવાની કોશિશ ન કર

માંગી લેવાની તને ઘણી ઇચ્છા અને અરમાન હતાં
કિસ્મતના કાણા પાત્રમાં તું માંગવાની કોશિશ ન કર.

ઇચ્છાઓના નગરમા અરમાનો અમારા અબજોપતી હતાં,
સરસ્વતી ખોડે રમનારો,લક્ષ્મીને પામવાની કોશિશ ન કર

જીવાડે પ્રેમથી એવા રાહબરની હવે ક્યાં તલાશ છે
ગઝલ લખેલા પાનામાં, તું પામવાની કોશિશ ન કર

મને પામીશ તો આ પામર તને કશુ નહી દઇ શકે
મૃત ઇચ્છાઓને તું જિવીત કરવાની કોશિશ ન કર

નરેશ કે.ડૉડીયા

————————————

શ્વાસ વલખા મારે ત્યાં જુગલબંધી કરી મેળવશે શું
ઇચ્છાઓની જ્યાં નશંબંધી કરી છે ત્યાં ફળવશે શું 
(નરેશ કે.ડૉડીયા)
——————————————-
એક છોકરીની આંખમાં કંઇક પૂનમનાં ચાંદ ખિલ્યા
એક છોકરાનાં હૈયામાં કંઇક દરિયાનાં મોજા ઉછળ્યા
છોકરીની હૈયે કંઇક ધડકનનાં ઢોલ ઢબુક્યા
છોકરાના હૈયે અરમાનોની શરણાયના સુર રણકયા
છોકરીનાં બાલોમાં કંઇક વાદળો ગોરંભાયા
છોકરાના મનના ટોડલે કંઇક મોરલાઓ ટહુક્યા
છોકરીના દેહનાં બ્રહ્માંડમાં કંઇક ઉથલા સર્જાયા
છોકરાનાં શુક્રનાં ગ્રહોની ગતિનાં વધારા નોંધાયા
છોકરીનાં હ્રદયગોખમાં કંઇક પારેવા ફફડ્યા
છોકરાની નજરે બાજની જેમ ચક્કરો કાપ્યા

છોકરીની સોળ વર્ષની સળમાં સતરનાં વળ ચડયા
છોકરાનાં અઢારે અંગ ઉટની જેમ સફરે નિકળ્યા
છોકરીનાં આઠે કોઠે જોબનનાં દિવા એકી સાથે પ્રગટયા
છોકરાનાં જુવાનીની પહેલી દિવાળીના અવસરો ઉમટયા

છોકરીના ચાલમાં ડાળીઓ જેવા લચકતા લયો મંડાણા
છોકરાને છોકરીની ચાલમાં અરમાનો જાણે હેલારે ચડ્યા
છોકરીના ગાલે શરમનાં ગુલાબી રંગનો એંધાણ સર્જાયા
છોકરાએ છોકરીના ગાલે લાલ ગુલાલી થાપા પાડ્યા

એક છોકરીની આંખમાં કંઇક પૂનમનાં ચાંદ ખિલ્યા
એક છોકરાનાં હૈયામાં કંઇક દરિયાનાં મોજા ઉછળ્યા

(નરેશ કે.ડૉડીયા)

——————————————————

તમે ખરેખર સુંદર લાગો છો
પ્રત્યેક અદામાં નજાકત છે
તમારી આંખોનો અંદાજ જુદો છે
તમારી ચાલમાં ઝુલતી ડાળીનો લય છે
તમારા કરકમલ કમાલ લાગે છે
…તમારા ગાલોનાં ખંજનનું રહસ્ય અકબંધ છે
તમારા હોઠની લાલી પાસે ગુલાબ શરમાય છે
અરે!આ બધા વિશેષણો અંસખ્ય કવિઓએ પોતાની
પ્રેયસી માટે લખ્યાં છે.

કવિ નામનો જીવડૉ સ્ત્રીની નબળાયને જાણે છે

હા!તમે અન્ય સૌંદર્યકારાથી કંઇક અલગ સૌંદર્ય ધરાવો છો
પણ આ માન્યતા મારી છે કારણ કે તમે મને ગમો છો

પણ તમે મને શા માટે ગમો છો,એનું કારણ જણાવું છું
કારણકે તમારું શારિરીક સૌંદર્ય મારી કવિતા પુરતું સિમિત છે

પણ મારી ચાહત તમારા વૈચારિક સૌંદર્ય સાથે જોડાયેલી છે
હું તમારી સાથે શરીરથી જૉડાયેલો નથી
કારણ કે હું તમારા આત્માને પામી શકું એટલો સક્ષમ નથી

મારું ને તમારૂ મિલન સંવાદો થકી શકય બને છે
કારણકે અન્ય સ્ત્રીઓથી તમારું વૈચારિક સૌંદર્ય અલગ પાડે છે
હા!ક્યારેક ઉત્તેજીક અવસ્થામાં મારા સંવાદોનું સ્ખલન થાય છે
કદાચ તમારા મજ્જાતંત્રમાં એ ઉતેજના આપ અનુભવો છો

કદાચ હું તમને તનથી ચાહતો નથી અથવા એ મોકો મળતો નથી
એવું પણ નથી મોકો મળે તો તનથી પણ ચાહી શકું છું
આખરે પુરુષ છું મારી નબળાય જાહેરમાં હું સ્વીકારી શકું છું

કદાચ આ વ્યવસ્થા કે અવસ્થા જે કહીએ આપણે
એને “મનથી ચાહવુ”-એવું કહેતાં હશે..

કદાચ પ્રેમનું પહેલું પગથયું મનને જીતવાનું છે
તન અને ધનથી બધા અમિર હોતા નથી

ખાસ કરીને કવિઓ અને કલાકારો-
અતૃપ્ત રહેવાના અવસરોને સામેથી વધાવનારા લોકોનો સમુહ છે

(નરેશ કે.ડૉડીયા)

———————————————-

तसल्ली तुम्हारे रोने से मुजे नही होगी
बात तुम्हारे मेरे बनने से ही सही होगी
(नरेश के.डॉडीया)
—————————————
कभी रोते है,कभी हसते है
तो कभी अकेले मे मुस्कुराते है
ऐसे ही ये मुहोब्बते में जिने वाले रहेते है
कभी रांजाने की थी,फरहादने की थी
…कभी मजनुंने की थी,बहुत से इन्सानोने की थी
फिर भी ना पा शका चाहनेवालो को हम सोचते है

फिर भी कयुं करते है लोग मुहोब्बत
जझबे मे कमी होगी,या चाहत में कमी होगी
ये आशिक भी जझबे के बदले जझबातो उलजे रहेते है

टूट करभी हसनेवालो की आंखो में कभी नमी तो होगी
शायर बनने का ख्याब में भी ना सोचा होगा
फिर भी कइ लोगो को शायर बनते हुवे देखते है
…इन्सानी तहेझीब को नया तरीका शीखा देती है
ये मुहोब्बत काफिरो को आझान शिखा देती है
आझान सुनके उठनेवालो को नमाजो मे देखते है

उम्र की कोइ सिमा नही है,ना कोइ बंधन है
ना कोइ दरिया है,ना कोइ सरहद है,ना कोइ देश है
जमी से आसमान तक देखो ‘नरेन’चाहनेवाले रहेते है

—————————————————-

સપનાઓનો ભાર ઝેલતી આખોને કહો આરામ કરે
લો બોલો તો,પાપણ જાગરણ સાથે કેમ કામ કરે?
(નરેશ કે.ડૉડીયા)
———————————————
ઉતરતી જાય વેદનાઓ સાપની કાચળીની જેમ
મીઠો સુર છે ગઝલમાં કાનાની વાંસળીની જેમ
જિંદગી ગુજારી નાખો કવનમાં અંધારને ભુલવા
જાતને જલાવી ફેલાવો પ્રકાશ દિવાસળીની જેમ

હોતો નથી આધાર,ખુદને પગલી માંડવી પડે
ખંભા મજબુત રાખો ખપ પડસે કાખઘોડીની જેમ

પાકટ થતા ફુલો કરમાય જાય વેણીમાં સજીને
જિંવતતા તાજી રાખવી સદા તાજી કળીની જેમ

આમ તો આપણે ઘરે રોજ તહેવારો આવે નહિ
ઉજવી લે અવસર ચાહિતા દિલમાં દિવાળીની જેમ

નરેશ કે.ડૉડીયા

——————————————-

ગમી જવાની સિમા પાર હું પહોચી ગયો છું
મનગમતા ચહેરાના પ્રદેશમાં પહોચી ગયો છું
(નરેશ કે.ડૉડીયા)

————————————–

મૌન જ્યારે રડે ત્યારે એંકાતે સાચવવું પડે છે
શબ્દો જ્યારે માથું કુટે ત્યારે શાયરે થાકવું પડે છે.

(નરેશ કે.ડૉડીયા)

———————————–

ભલે રેલ્વેની પટરી જેમ અલગ રહીયે છીએ
યાદોની રેલનો બોજો બંને સાથે સહીયે છીએ

(નરેશ કે.ડૉડીયા)

————————————–

પણછ કયાં સુધી માછલીની આંખ સામે તાકી રાખું
તુ કહે તો રામની જેમ ધનુષ તોડવાનું બાકી રાખું

-નરેશ કે.ડૉડીયા

——————————

આયખાની ચોકટ પર કોઇ માનીતા પગલા હોય નહીં
ઢળતી ઉમરમાં સમજો તમે,ચાહિતા સગલા હોય નહી

(નરેશ કે.ડોડીયા)

—————————————-

આગીયાના પ્રકાશે મે પણ કંઇ કવનના ઉતારા કર્યા હતા
તું વાંચી ન શકી તારી આજુબાજું કઈ સિતારા ફર્યા હતા

(નરેશ કે.ડૉડીયા)

—————————————

मेरे एहसासो में उनकी यादे सिमटी है
जैसे कोइ बेल पेडॉ के साथे लिपटी है

मिलने की चाहत है या बेकरारी मेरी
मेरी भी अरज खुदा के पास अटकी है

बदलता नही है वकत सुइओ के साथ
मेरी भी वकत के साथ कहा बनती है

उन का आना अब मुमकिन नही है
जाने कयो उनके लिये चाहत पलती है

किताबो की इश्क की बाते भी क्या है
वोह ना मिली तो बाते पन्ने मे छपती है

(नरेश के.डॉडीया)

———————————-

લાગણીઓની ભીડભાડમાં અહલ્યા થઇ જવાની સજા છે
સત્ય સમજાયું મને કે સ્પર્શમાં હવે ક્યાં પહેલાની મજા છે

-નરેશ કે.ડૉડીયા

—————————————–

દિલની આંખો ખોલી ઉત્કંઠ વાંચી લો મારી લાગણીને
પછી કોઇ આશા ના હોવી જોઇએ તમારી માંગણીને

(નરેશ કે.ડૉડીયા)

————————————

દોસ્ત,હર્દય જેવું કશું નથી
લોહી સાફ કરતી ધમની છે
આંખો પણ આ અજબની છે
લોહીને પાણીમાં તબદિલ
કરવામાં બહુ કામની છે

(નરેશ કે.ડૉડીયા)

———————————

यादो के कांरवा में फिर आप को बिठाना चाहता हु
आखरी मंजील आप के कदमो मे बनाना चाहता हुं

मिलो दुर रहेके वोह भी अकसर तन्हा रहेते है
आपकी तनहा रहेने की आदत बदलना चाहता हुं

अब तो आप ख्वाबो में भी मिलने को इतराते है
अब में ख्वाबो को हक्कीत में बदलना चाहता हुं

जब से बिछडे हो आप मुज से कुछ अरसा हुवां
अब में आपको मेरी आंखो में सजाना चाहता हुं

दिन रात जो गुजारे है तनहाइओ मे अनगिनत
वोह हर पल का हिसाब वसुल करना चाहता हु

में अब मुसाफीर की तरह ठहेरना नही चाहता
आखरी मकां आप के दिल में बनाना चाहता हु

(नरेश के.डॉडीया)

————————————

आप की मुश्कानकी तारीफ को अल्फाझो में कैसे बंया करुं
मैं पेंगम्बर नही,जो खुदाइ इल्म को किताबो मे सजाया करुं

अंधेरो में गुजर रही थी जिंदगी कोइ किरन नही थी उजालेकी
जुनून रोशनी को आंखो में भर के तेरे दामन में जिंया करुं

आज तक मैने कभी रुबारुं मुलाकात नही की थी खुदा से
जब भी मिलना है खुदा से मे हरबार में तेरा जरिया*करुं

नही था कोइ ऐसा हुन्नर जो मेरी गझलो मे जान बन जाये
गझलो मे जान आ जाती है,जब भी मे तेरा जिक्र किया करुं

महेफुज नही थां तेरा दिवाना इस दिलगिरिकता*की दुनियामे
महेफुज होने का हुन्नर शिख लिया जब भी तुम्हे दरमियां करुं

अब तक मैने सब राज छुपाये रखे थे मैने अल्फाजो के झरीये
अब मुजे डर नही,मे सरेआम तेरा नाम गझलो मे नुमाया* करुं

-नरेश के.डॉडीया

नुमाया*-जाहेर
दिलगिरिकता*-दुखी,उदास,नाखुश
जरिया*- माध्यम

———————————————–

નરી આંખે ન દેખાયું , તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું

(નરેશ કે.ડૉડીયા)

—————————————-

નિષ્પલક નયને હું તને ફકત નિહાળ્યા કરતો હતો
તું તારા વાળને થોડા પાછળ ધકેલશે
મને ખબર છે!આ તારી મનગમતી ક્રિયા છે
ખાસ કરીને જ્યારે હું તને પગથી માથા સુધી
જ્યારે જ્યારે નિહાળતો હતો

પછી તું નજરને નીચી ઢાળશે,
થોડા થોડા અંતરે ડાબા પગને જમણા પગ પર
અને જમણા પગને ડાબા પગ પર રાખશે
તારી આ ક્રિયાં ખાસ મને ગમતી હતી,કારણકે
જ્યારે તું લોંગ સ્કર્ટ પહેરીને પસાર થતી ત્યારે

જિંદગી સરળતાથી વિતતી જાય છે,તું ચાલીસની થઇ
અને હું તારા કરતાં બે વર્ષ નાનો આડત્રીસ વર્ષનો
પણ હજું તું ત્રીસથી પાંત્રીસની ધારી શકાય એવી લાગે છે

હજું તો આપણે મળ્યા એને બે મહિનાં થયાં છે
તારા સાનિધ્યમાં તને એમ લાગતું નથી કે
આપણે કોઇ કોલેજકાળનાં મિત્રો હોઇએ !

સાચે તું સ્વપનમાં જોયેલી કોલેજકાળની માનુનીને
મારી સામે તાદશ જિંવત જિંવત બનાવવા આવી છે
કદાચ મને ખબર નથી મારી વીસ વર્ષને ઉમરમાં
જે કલ્પનાની સુંદરી હતી તે મને મળી છે,કેટલા વર્ષ પછી?

કોલેજ છુટી એના અઢારવર્ષ પછી,
સપના સાચા પડે છે
પણ આટલા લાંબા અરસા પછી કેવું મજાનું લાગે આ બધું

તે મારા કાનમા ધીરેથી મારા વાળને  હટાવીને પુછયું
ત્યારે તારા વાળની સેમ્પુંની ખૂશ્બૂ મારા નાક સુધી પહોચી
“કેમ તને બધું મજાનું લાગે છે?”

મેં તને જવાબ આપ્યો ત્યારે,
તારા વાળને મેં કાનની પાછળ ધકેલાયા,
મારી મનગમતી અદામાં નીચું જોઇને મજાનું હસી લીધું

“બસ!જિંદગીની સાચી મજા ટૂકડે ટૂકડે મને મળતી રહી છે
તારા આગમનથી પછી મજાઓનાં ટૂકડાઓ ભરેલો
આખો સંદુક મને મળી ગયો એવું લાગે છે!

તે ફરીથી મારા મનપંસદ હાસ્યને રેલાવતા રેલાવતા
મારા માથે વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા કહ્યું
“બિલકુલ મારો બચ્ચો,હજું પણ પહેલા જેવો જ
નિર્દોષ અને લાગણીથી નવડાવી દેવાનું મન થાય એવો જ રહ્યો”

આમ કહીને તે મારું માથું છાતી સરસું ભીંસી દીધું
ને મારી બંને આંખોમાં અકબંધ સાચવી રાખેલી નદીનાં
બંધ ખોલી નાંખ્યાં

તારું બ્લાઉઝ ,મારી આંખોમાથી નિતરતી નદીનાં
ખારા પાણીથી ભિંજાય ગયું,મેં જરાં માથું ઉચું કરીને
તારા ચહેરા પર એક નજર નાંખી

તારી આંખો બંધ હતી,મોઢા પર યૌવનનાં પુરુષાર્થના
પાકેલા ફળ જેવું મીઠૂ,મસ્ત મજાનું હાસ્ય હતું

મેં,તને ઢંઢોળીને કહ્યું”નયના” ઉઠો અંધારું થઇ ગયું
ઉંઘમાંથી ઉઠી હોય એ રીતે એ મને જવાબ આપ્યો

“ચાલ,ફરી મળીશું,કયારેક અનાયાશે,આ રીતે અચાનક”

(નરેશ કે.ડૉડીયા)

——————————————-

સીધો ને સરળ પરિચય મારો લોકને ગળેના ઉતર્યો
તમારું નામ જોડાયું ને મારા હોવાનો કૈંક અર્થ સર્યો

(નરેશ કે.ડૉડીયા)

———————————-

જિવનમાં આવતી પ્રેમની મૌસમના રંગ પણ જુદા છે
હોય રાધા કે મીરાં અંતે તો વિરહમાં ઝુરવાનું છે.
મારી પાસે તુ નથી છતાં તું અને હું જીવીયે છીએ
આપણે વાસ્તવિકતા અને હક્કીકત વચ્ચે ઝૂલવાનું છે

…દરેક પ્રેમીઓના રાહ એક જ હોય છે પ્રેમપથમાં
કોઇને રાધાના તો કોઇને મીરાનાં નશીબનું મેળવવાનું છે
પ્રેમ કરવો એટલે પામવું એવું તારું માનવું છે?
પ્રેમ કરવો એટલે મેળવવાની સાથે ગુમાવવાનું છે

વ્હાલપની વેદનાની મૌજ વિરહમા માણીશુ
આપણે ખિજડાના પાનના તોરણને આંગણે ઝુલાવવાનું છે
વંસતોને આપણે લિલાતોરણે વિદાય કરશુ
પાનખરને આપણે પ્રેમથી લીલા તોરણે વધાવવાનું છે

(નરેશ કે.ડૉડીયા)

——————————————–

યાદ તમારી આવે ને આંખો થાક્યા કરે છે
આખી રાતનો લગાતાર ભાર લાગ્યા કરે છે
ફૂલો પર ઝાકળના આખી રાતની થંડા થંડા
સ્પર્શને સવારે સુરજને તાપ લાગ્યા કરે છે

…મિજાજ આ અમારો સુકાયો નથી હજુ પણ
તળીયે હજું મીઠી-મીઠી લુ લાગ્યા કરે છે
યાદોના દિવડા ચાહતના ઘીથી જલ્યા કરે
અને પાગલ હવા ડરાવવા આવ્યા કરે છે

અમોધ સ્મિતના શસ્ત્રો હોઠો પર જોઇને
આ મજાનું દિલ વેદનાથી તરફડયા કરે છે
તમારા રૂપની જયોતીનો અંખડ દિવડો આ
મારી અર્ધખૂલ્લી આંખોમાં સતત જલ્યા કરે છે

ભલે તમે આવો જ નહી અમારા આંગણીયે
આ તો ગઝલ હજુ તમારા ભકિતભાવ કરે છે
મીઠી મિઠી ખૂશ્બોથી તરબતર છે આંગણ મારું
યાદોની દેરીમાં ચાહતની ધુપસળી જલ્યા કરે છે

(નરેશ કે.ડૉડીયા)

———————————————

મલપતિ ચાલે રાતે અચાનક વરસી ગયો મેઘ
ભીંજાયને કોરીકાટ ધરતીના નીખર્યા અંગેઅંગ
જો તો ખરી ધરતીએ કેવા ધીંગા રૂપ ધર્યા
છલક્યા ખુશીના જામ શબનમી રંગે અંગેઅંગ

…લીલા રૂપ ધરતીના જોઇ આંખોમા જોબન છલકે
એકી સામટા ટહુકી ઊઠે દિલડાના મોર અંગેઅંગ
જોબનને જાણે લાગી લીલી કુંપળૉની વણજાર
ઘટાટોપ ઝાડને જાણે લાગી નવી રંગત અંગેઅંગ

ફુટી નીકળી છે તકદીરની તકરીર કરતી કુપળો
લીલા ઘાસમાં નીખરી ગઇ ભીનાસ અંગેઅંગ
ફુલોને પાનને જાણે લાગ્યો જવાનીનો નવો રંગ
સુહાગરાત પછી જાણે નવોઢાના નવો રંગ અંગેઅંગ

ધોળા દેખાતા વનફુલો બની ગયા કેવા લાલચોળ
સુકાયેલી નસોમાંથી પાનખર જાણે ગાયબ અંગેઅંગ
નમણી નવલલિતા કેરી મહેકી રહી છે હવા સારી
જાણે કોઇ નાજુક હસીના સ્પર્શ રહી છે અંગેઅંગ

વરસી ગયો ઓળધોળ થઇને વિલાસી મેઘો
સુકી નદીઓને નવપલ્લિત કરી ગયો અંગેઅંગ

(નરેશ કે.ડૉડીયા)

———————————————

‘नरेन’ तुम किस के लिये गझल लिखते रहेते हो
लगतां है अलफाझो के झरिये चाहत जताते रहेते हो

(नरेश के.डॉडीया)

——————————————-

પણ મેં કદી ભગવાન જોયા નથી
મંદિરમાં પ્રસાદ ધરો તે ખાતો નથી

કુદરતને જોઇ છે,એ મારા ભગવાન છે
હું એને અનાજનો દાણો પ્રસાદીમાં ધરૂ છું
એ મને લાખો દાણા ભેટ રૂપે પાછા આપે છે

મે જોયાં ઇશ્વરોને મંદિર-મસ્જીદોમાં આરામ ફરમાવતા
સોનાનાં છતરોની છત્ર-છાયાના મજાનાં છાંયડામાં
સેવા-પુજાને રોજ નવા-નવા વાધા સજાવતા રાજા

મેં જોઇ છે કુદરતને,આખો દિવસ લોક માટે કામ કરતી
વરસાદ બનીને ધરતીને ફળદ્રુપ બનાવે છે
મૌસમ બનીને લોકોને ધરાની સેવા-પુજાને વાઘા બદલાવતી
દરિયો બનીને લોકોનાં દિલને ડોલાવતી

મેં જોયા ભગવાનનેં આંખ આડા કાન કરતાં
પુજારીઓની પેઢીઓને લડાઇઓથી
સાધુ-બાવાનો બોખલાઇ ને તકલાદી લંપટટાથી
દેવદાસીઓનાં ચિરહરણૉથી
આશ્રમોમાં થતી કામલિલાથી

મેં જોયાં ભગવાન બની જતા માનવીને
છેવટે એને પણ ભગવાન ન બચાવી શક્યો
ચમ્તકારી માનવરૂપી ભગવાન કેવો લાચાર છે
ચમ્તકારથી પોતાનો જીવ ન બચાવી શક્યો

ભગવાન તો કદી ખાતો નથી પોતાના
માનવોને પ્રેમથી ખાવા દે છે
જયાં જુઓ ત્યા,દફતરોમાં ને ઓફિસોમાં
અફિસરોનું ખાંઉ ખાંઉ ને ખાંઉ
મેં જોઇએ કુદરતને કોપાઇમાન થતી
સુનાંમી-વાવાઝોડુ બનીને આવી
ઇશ્વરોની ઇમારતોને પતાનાં મહેલની જેમ પાડતા
લાચાર ઇશ્વર જોતો રહી ગયો પોતાની પણ
એક તાકાતવર શકિતને

રહી રહીને ઇશ્વર અને એનાં ચેલકાઓને સમજ આવી
ઉપરવાળી પણ ઉપર એક શકિત જે સર્વત્ર બિરાજે છે
જે અણુ એ અણું અને કણ-કણમાં વસે છે

ઇશ્વરને સમજાયું કે મારું મકાન સલામત નથી તો પણ
લોકોની અંધશ્રધ્ધાની પણ હદ છે,હું ખુદ લાચાર છુ કુદરત સામે
ને નાદાન માનવી મારી પાસે મદદની આશ લઇને આવે છે

રે!ભોળા માનવી,ઇશ્વર,અલ્લાહ,રબ,ગોડ કે જે કંઇ કહો
એનાંથી પણ ઉપર,નીચે અને ચારેબાજું એક શકિત વસે છે
જેની સામે ઇશ્વર,અલ્લાહ અને ગોડ બધા લાચાર છે

રે ઇશ્વર,તું કેટલો લાચાર છે,
તારા ઘરનાં પથ્થ્રરથી લઇને ધજા સુધી
સુંગધી ધુપસળીથી લોબાન સુધી
નાળિયેરથી લઇને લીલી ચાદર સુધી
કુદરતની દેન નથી તો બીજુ શું છે

રે ઇશ્વર તું કેટલો લાચાર છે કુદરત સામે

-નરેશ કે.ડૉડીયા

——————————————

રાધા રિસાઇ જાય ને કાના ને કાંઇ કાંઇ થાય
મનાવે વાંસલડીનાં સુરે કાન આધા આધા થાય
કેમ રે મારી શું ભૂલ થઇ ભોળીયો કાન વિચારે
બાલગોપાલ વિનવે તો યે એકના બે ન થાય

શામળીયાના અંતરે શુલ ઉપડે,સુજે ના ઉપાય
નંદલાલ બાલ થઇ નાચે,રાધાને કંઇ ન થાય
કેમ રે મનાવું મારી હ્રદયની રાણી કેમ રિસાઇ?
રાધાના ચરણૉમાં બેસી મદનમોહન શોધે ઉપાય

કાલાવાલા કરે રાધાની સામે નાદાન નંદલાલ
ચતુરનાર નાર સમી રાધા મનોમન કેવી મલકાય
વિનવે દ્વારકાનો નાથ નમણી રાધાને મનાવવા આજ
ચૌરે ને ચૌટે ચર્ચા ચાલે રાધાને મનાવવા શોધો ઉપાય

(નરેશ કે.ડૉડીયા)

———————————————-

उनकी महेक से मेरी गझल का चमन खिलता रहेता है
उनकी एक एक अदा से मुजे अलफाझ मिलता रहेता है

(नरेश के.डॉडीया)

…દિવાનગીનો બોજો લઇ કલમ રેવાલચાલે ચાલે છે
એનાં નામથી ગઝલ મારી બલખાતીચાલે ચાલે છે

(નરેશ કે.ડૉડીયા)

——————————————–

ये तिलस्मी चांद जो रो रात को ख्वाबो मे आता है
आंखो मे एक अजब सा महेकता फुल खिलता हो जैसे
अरमानो की नगरी मे जैसे कोइ होली खेल रहा हो ऐसे
सितारे जेब मे भर लाते रंग कही तरह के हो जैसे

…उदासी के घेरे हर रंग मे एक जान भर जाता है ऐसे
दफन हुवे हर ख्वाब को फिर से जगा जाता है जैसे
मिलाती आंख से आंख जैसे हर साज से नइ धुन हो एसे
आंखो आंखो मे हम संगीतकी नइ सरहद छु लेते हो जैसे

वो प्यार ऐसे करता है जैसे ना किया किसीने ऐसा
वो बाहो मे लपकता है शर्दीमे कंबलका लिपटना हो जैसे
नशीली होती है रात जैसे मेरे घर मे मैयखाना हो जैसे
पैमाने छलकते हर रंग ए नूर के उसकी आंखो मे हो जैसे

जुल्फे रूखसार में एक काला जादु फेलाती देती है एसे
जलवा नजर आता है उसका नागिन कचुली छोडती हो जैसे
बेखोफ हुस्न का नजारा रोशनी फेलाता है सुरज हो ऐसे
रात यु ही कट जाती है मेरी एक नन्ही जिंदगी हो जैसे

-नरेश के.डॉडीया

—————————————————

નરી આંખે ન દેખાયું , તમારૂ સ્મિત શાતીર હતું
દિલ ઘવાય ગયુ જાણે અર્જુનનું લક્ષ્યવેધ તીર હતું

(નરેશ કે.ડૉડીયા)

————————————–

ફુલોની ભરપૂર મૌસમમાં તું વંસત બનીને આવ,
વરસતા વરસાદમાં મેઘદુતની તું યક્ષકન્યા બનીને આવ.
ભર ઉનાળે આંબે બેઠેલા તું મોર બનીને આવ,
શીયાળાની રાત્રીમાં તું મખમલી રજાઇ બનીને આવ.…

…ભેખ લીધો છે તારા પ્રેમનો તું જોગણી બનીને આવ,
સમાધી લગાવી સાધુ વેશે તું મેનકા બનીને આવ.
મીઠા મધુરા સપનામાં સપનાની રાણી બનીને આવ,
ધુણી રે ધખાવી તારા નામની તું આહેલેક બનીને આવ.

અંધારી અમાસની રાતે તું પૂનમનો ચાંદ બનીને આવ,
જિવનનાવને કીનારે લગાવવા તું નાખુદા બનીને આવ.
જીવનને સજાવવા અવનવા રંગોની રંગોળી બનીને આવ,
ભવસાગરને પાર કરવા તું જીવનનાવ બનીને આવ.

મહેફિલ સજાવી છે તું નજરોના જામ છલકાવીને આવ.
મદિરાને જાકારો દેશુ તું પ્યાસ બુજાવા આવ.
જિવનના સફળ કરવા શુભ ઘડીએ લક્ષ્મી બનીને આવ
કુવારી ચોકટમાં કકુપગલા કરવા દુલ્હન બનીને આવ…

(નરેશ ડોડીયા)

——————————————–

સીધો ને સરળ પરિચય મારો લોકને ગળેના ઉતર્યો
તમારું નામ જોડાયું ને મારા હોવાનો કૈંક અર્થ સર્યો

(નરેશ કે.ડૉડીયા)

—————————————————-

ગજબનો મારો આત્મવિશ્વાશ હતો એની મુહોબ્બતમાં
ખુદા પણ કિનારો કરતો હતો મારા એના સહવાશથી

(નરેશ કે.ડૉડીયા)

—————————————

જિવનમાં આવતી પ્રેમની મૌસમના રંગ પણ જુદા છે
હોય રાધા કે મીરાં અંતે તો વિરહમાં ઝુરવાનું છે.
મારી પાસે તુ નથી છતાં તું અને હું જીવીયે છીએ
આપણે વાસ્તવિકતા અને હક્કીકત વચ્ચે ઝૂલવાનું છે

…દરેક પ્રેમીઓના રાહ એક જ હોય છે પ્રેમપથમાં
કોઇને રાધાના તો કોઇને મીરાનાં નશીબનું મેળવવાનું છે
પ્રેમ કરવો એટલે પામવું એવું તારું માનવું છે?
પ્રેમ કરવો એટલે મેળવવાની સાથે ગુમાવવાનું છે

વ્હાલપની વેદનાની મૌજ વિરહમા માણીશુ
આપણે ખિજડાના પાનના તોરણને આંગણે ઝુલાવવાનું છે
વંસતોને આપણે લિલાતોરણે વિદાય કરશુ
પાનખરને આપણે પ્રેમથી લીલા તોરણે વધાવવાનું છે

(નરેશ કે.ડૉડીયા)

—————————————–

मेरी खामोशी का मतलब सिर्फ वोही जानता था
इस लिये वोह मुजे दिल ओ जां से चाहता था

बात करने का तरीका तक उसने नही शिखा था
गुजरते वकत वोह लडकीओ की तरह शरमाता था

हरकत से उसकी कभी बाझ ना आया नादान सा
मौका मिलते ही सिर्फ मुजे ही ताकता रहेता था

अजीब बात थी उनकी बच्चो जैसी मुश्कानो मे
पता नही,तब से मुजे वो फरिश्ता सा लगता था

कुछ दिनो से मोहल्ले से रूखसत हो गइ उनकी
दिल पुछता है तेरा उन के साथ कया रिश्ता था?

साल सतरा कि बात को आज बीस साल हुवा
जब भी वोह याद आया एक परिंदा चहेकता था

थोडे दिन पहेले कुछ सुफीबंदे गली से गुजर थे
कयुं एक बंदा मेरे नाम से खुदा को पुकारता था?

(नरेश के.डॉडीया)

———————————————–

વિરહી આંખે કશા કારણ વિના એનો ભાસ થાય છે
નથી ઉંબરે ને તોયે એના પગરવના સાદ થાય છે
મારી અભાગી કિસ્મતની રેખા કેમ બદલતી નથી?
એ નહી આવે તો યે કિસ્મત બદલવાના ભાસ થાય છે

નામ લેવાય જાય ને રાતભરના મારે જાગરણ થાય
ના છુટકે સપનાનામાં મળવાના અભરખા કેમ થાય છે
મન,ક્રમ અને વચનથી એ તો સતત આડા ફાટે છે
હું રહી અભાગી તોયે એના મને કેમ અબળખા થાય છે

ચાહત કેરી બલિહારી કેવી છે અજબ ગજબની મારી
પનઘટમા ઘડૂલો લઇને જતી પનિહારી તરસી થાય છે
મળૅ છે જ્યારે એ,ટીકી ટીકીને સામે જોયા કરે છે
આંખો મારી બંધ હોય ને મૌન મારું થનગનાટ થાય છે

સવાલ હું પુછુ ને તોયે એ માંગે છે સામા જવાબ,કહે છે!
રહું છું તારા ખ્વાબ ને દિલમા ને તને કેમ સવાલ થાય છે?

(નરેશ કે.ડૉડીયા)

—————————————————-

ઘણું બધું નહિં,મને બધું યાદ છે,અક્ષરે-અક્ષર!

સાંજની મીઠી હવાની જેમ મારા ગાલોને
તારી આંગળીઓનો ભીનેરો સ્પર્શ યાદ છે

…તારા આગમને હું ઉત્સવ જેવી તડામારા તૈયારી કરતી
અરીસાની સામે એક પછી એક સાડી બદલતી રહેતી હતી

બહારનાં કુંડાનાં ફૂલો પણ મારી વેણીમાં
સજવા આતુંર થઇ ઝુકી જતાં

રાતના ઓછાયા ઉતરતા
સુરજની જેમ તું ડુબી જતો મારા બાહોના વિશાળ ફલકમાં
તારા સાનિધ્યના અલૌકિક પ્રકાશથી દિપી ઉઠતી
અંધકારભરી ઘનઘોર મારી રાતોની એકલતા,

તારા અને મારા શ્વાશોની શરૂ થતી અંતાક્ષરી
કોઇ એક બીજાને મચક ના આપતું
લગાતારા વહેતી અંતાક્ષરીની માઝમની રાત
ગઝલ,ગીત ગુંજન કેરા સંગીતથી સરભર માઝમ રાત

કવિતાનાં શબ્દો જેમ ગોઠવતી હતી
મારા ઓષ્ઠ ઉપર તારા ઓષ્ઠ ઉપર
મારી કેશરાશી વિખેરાયને આપણા બંનેના ચહેરાને છુપાવી દેતી
જેથી તું મને આંલિગને ત્યારે ફકત મારા ચહેરાને જ જોઇએ શકે

વહેલી પરોઢે સૂરજની પહેલી કિરણ સાથે તું વિદાય થતો હતો.

તું જ કહે પ્રિયતમ!

હું આ દુનિયાનાં લોકોને કેવી રીતે સમજાવું કે
તારા જેવા સહસ્ત્ર સૂર્યોનું તેજ ધરાવનારને
બીજાના ક્ષુલ્લક દીપકની જરૂર ખરેખર નથી.

(નરેશ કે.ડૉડીયા)

————————————-

તરવેણીનો મેળો ..
આ નિર્જન પ્રદેશમાં ભરવાડ-રબારીઓ આવશે
ભરવાડણ અને રબારણ આંખી રાત રાસડા લેશે.

નક્કર અને ધીંગી કાયાનાં ઊછાળા,
…નરવા અને ગંહેકતા ગળા..
વાહ ભૈ વાહ..!
આ ડુંગરા પણ શોભી ઉઠશે એના રૂપથી

એક રૂપનગરી..તસતસતા કાપડા ને કસો
લાલ રંગે રંગાયેલા દાંત,
બલોયા,
કાંબી ને કડલા
હાંસડી ને પોખાનિયુ

આખી રાત ઢોલ અને પડઘમનાં તાલે
અને કોયલડી જેવા કંઠે ગાતી
લોઠકી કાઠિયાણીના ગીતોની રેલમ છેલ બોલશે

અને હેઇ ને….
જુવાનીયાની કાયા ઊછળી ઊછળીને રાસડા લેશે
અરે બાપ …
આ કાઠિયાવાડની ધરતીનો ઓછવ છે.

આંઇ પાણીને માંપીને પીવાય છે
ને ભલભલાના પાણી મંપાય છે.

(નરેશ કે.ડૉડીયા)

————————————-

દીકરી તારા વીનાની સુકી મારા સંસારની વાડી !
ફુલો વીના સુની પડી વાડી યાદ કરજે દીકરી મારી
ઉર્મી તણો કો છોડ ઊગ્યો પણ અન્નજળ થયા પુરા
સ્નેહના ખાતરથી ખીલવી હતી ફુલ સમી દીકરી મારી

લેખ હશે ત્યારે તારી ચાહે દીકરી દોડી આવજે
પંચ્મ સુરે પાપાની યાદમાં ગીતો ગાશે દીકરી મારી
મારે માથે હેતાળ હાથ ફેરવી પુછે ખબર મારી
કોઇ જુવે ના તેમ છાની ખબર લેશે દીકરી મારી

ઉછળતી કુદતી ને હસતી ગાતે ખોળે રમતી મારા
શાંત ઝરણાંની જેમ દુર વહેતી રહેશે દીકરી મારી
જીવનની ઉર્મિઓને ખોળે ભરી દીકરી સાસરે જશે
હૈયામાં જીવનભર એક ખાલિપો ભરી જશે દીકરી મારી

સુખ અને દુખની આવન-જાવન નશીબના ખેલ
ના અડકે એકેય દુઃખ તને સુખી રહેજે દીકરી મારી
(નરેશ કે.ડૉડીયા)

—————————————————

शाम भी शाम नही लगती जब तेरे ख्यालात आ जाये
तुं अगर आये तो रात को तारो की बारात आ जाए

उदासी मे चडा हुआ मुंह लेकर डुब जाता है सुरज
तुं आये तो सुबह सुरज के मुह पे लाली फिर छा जाए

मोर-पपीहे भी बे-वकत बेसुरी आवाज़े निकालते है
तुं अगर आये तो आवाझो में संगीत का जादु छा जाए

वोह शोरोगुल के बिच हमारे कारनामे हुवा करता था
तुं अगर आये तो वोह लम्हा फिर से जिंदा हो जाए

चमन में गुलो के चहेरे पे कुछ अरसे से मायुसी छायी है
तुं अगर आये तो चमन में फिर बहारो का मौसम आ जाए

कुछ अरसे से हुस्न के मायेने कयां है वोह भूल गया हु
तुं अगर आये तो हुस्न की जिंदा मिसाल सामने आ जाए

यह अपाहिज वकत को कंधे पे उठाकर अब थक गया हुं
तु अगर आये तो अपाहिज वकत के पैरों मे जान आ जाये

-नरेश के.डॉडीया

————————————————-

વરસવુ વરસાદની વર્ષો જુનીઆદત છે
તું સામે ન આવ આખોને તારી લત છે

(નરેશ કે.ડૉડીયા)

———————————–

कितने महान थे वोह लोग,जो दिलकश गझले लिखकर गये
क्यां पतां!किसी की मुस्कुराहट पे तमाम उम्र मिटाकर गये

(नरेश के.डॉडीया)

——————————————–

अगर वकत से दुश्मनी होती तो वोह लम्हा चुरा लाता
किस्मतने छीन लिया मुजसे वोह पल  कहा से लाता

(नरेश के.डॉडीया)

———————————————-

જોઇને જલવો આપનો ગઝલકાર ફિતના થવા જતો હતો
જન્નત એ ફીરદોસનો નઝારો આપની પનાહમાં જવાં થતો હતો
હશે તમારા ચાહકો અનેક, પણ અમે ખેલાડી છીએ નેક
તમે પણ કહેશો કે આ ખેલાડી તો જીતવા ખેલતો હતો,

હશે તમારૂ સૌંદર્ય દેદીપ્યામ ને ભલે આંખોથી છલકે જામ
ભરીને પ્યાલો પ્રેમનો હું શરાબી બનવા માંગતો હતો
ભલે આજે અમે તમારી આંખોમા કાંટાની જેમ ચુભતા
પછી તમે કહેશો,આ શાયર તો ફૂલ જેવો ખિલતો હતો

રૂપના કામણ શૃંગારની કલા છે,દિલના ધાયલ થયા અમે
રચી અનેક ગઝલ તમારા રૂપને પામવા ખેલ ખેલતો હતો
કમનિય મુગ્ધા જેવા રૂપે વારી જતા કવિઓ ને કલાકારો
બન્યો દિવાનો,ગઝલને ભુલી,પ્રતાપ તમારો બોલતો હતો

ફરીને ન કહેશો કે રચો તમે કવિતાને ગઝલ અમારે કાજ
દિવાનાને ગીત કે ગઝલ શું,તમારી ચાહતમાં પલતો હતો
નિઃશબ્દપણે તારા રૂપની આરાધના મારા શબ્દોથી કરીશ,
તમારા ગળાના હારને ખાતર શબ્દોનાં ફૂલોને લગાતાર ચૂટતો હતો

એમ જ નથી શોભતો તમારા ગળામા ગઝલ કેરો ફુલોનો હાર?
શબ્દોના ફુલ ચુટવામાં કંઇક કાંટાના માર લગાતાર સહેતો હતો
ન અવગણશો તમારા આ દિવાનાને પાગલ પ્રેમી સમજીને,
કંઇક દરિયાને ડાહ્યા બનવીને હું એની મૌજમા ઝૂલતો હતો

( નરેશ કે.ડૉડીયા)

—————————————————–

कुछ यादे जवां है,आ फिर से सताने के लिए आ
रस्म नही अपनी यादो को मिटाने के लिए आ

जख्मो को किताबो के पन्ने मे सजा के रखा है
वही जख्मो की किताब को जलाने के लिए आ

एक बार में कहां करता था मेरी तकदीर है तुं
वही लकिरो मे तेरा वजुद मिटाने के लिए आ

हम दोनोने मिलकर उम्मीदो के महेल बनाये थे
वोह उम्मीदो के महेलो को गिराने के लिए आ

बरसो से मुश्कीलो से बचकर जिंदगी गुजारी है
आज मुश्कीलो की राह पे भूलाने के लिए आ

कभी ना उतरे ऐसा शराब तेरी आंखो से पिया था
अहेसान कर दो,मेरी आंखो को रुलाने के लिए आ

जिंदगी की राह में जब मेरा रास्ता खत्म हो जाये
जुठे ही सही,मेरी कब्र पे आसु को गीराने लिए आ

-नरेश के.डॉडीया

——————————————-

पलको पे सफेद बर्फ की चदर सी चड गइ है
किसी के ना होने की कमी सी खल गइ है

कोइ आने वाला है उस पल के इंतजार मे
आंसु के नाम पे कितनी गंगा निकल गइ है

शरदी,गरमी,बारिस कितने मौसम जेलता हुं
तेरे नाम से उदासी की हर मौसम टल गइ है

कोशिश करता रहेतां हुं मे,तुजे यादो रखने की
अब तुजे पाने की तमन्ना और मचल गइ है

उदासी के सबब लोग अकसर मैयकश बनते है
तेरी आंखो से पी है तबसे आदत टल गइ है

शायर बन के कंइ महेफिलो मे जाता रहेता हुं
जब भी तेरा जिक्र आया,हसिनाए जल गइ है

पता है!मेरी हुश्नवालो से तकरार चलती रहेती है
गझल नरेनकी सुन के उनकी नियत बदल गइ है

(नरेश के.डॉडीया)

————————————————

પથ્થરયુગમાં માનવીના નામે એક જંગલ હતું
ત્યારે પણ તારા નામનું લાગણીનું દંગલ હતું

જો તું સમજે કે હું તને પાષાણ જેવો લાગું છું
પોલાણ તપાશી લે,ત્યાં એક લીલું જંગલ હતું

કૃષ્ણ,રામ આવ્યા એ પહેલાના યુગની વાત છે
મહાકાવ્ય એક રચાયું,પ્રેમનું પહેલુ મંગલ હતું

કોઇ શબરી ન હતી ને કોઇ અહલ્યાં ન હતી
મેં અડી હતી એ સ્પર્શનું આકર્ષણ પ્રબલ હતું

લાભ ને શૂભ કાળ ચોધડીયા પહેલાની વાત છે
જે ઘડીએ તુ મળી,પહેલું ચોધડીયું ચલ હતું

દરિયો કદી નદીને મળ્યો એ પહેલાની વાત છે
પ્રથમ વખત મળી એ રૂપ નદી જેવું ચંચલ હતું

(નરેશ કે.ડૉડીયા)

————————————————

यह कैसी परदादारी है तेरी और मेरी आंखो के बिच
रास्ते का फांसला कहां,
यहां तो सात संमदर के पहेरे है तेरे और मेरे बिच

उठा लेता हुं कलम जब तेरा नाम आया दो होठो के बिच
धडकने जरा तेज होती है
पुरी जिंदगी का हाल बताता हुं पहेला और आखरी शेर के बिच

एक तुं नही है मेरे पास,नही रहेता है कभी सुख मेरे बिच
ऐक दोरा खत्म होता है
फिर शुरुं होता एक नया जख्मी सफर बहुत सी मुश्किलो के बिच

फांसलो दुरी अकसर तय हो जाती है मुकमिल वकत के बिच
ख्वाबो में कारवा सजाता हुं
सफर खत्म हो जाता है कारवा का,रात और सुबह के बिच

देखना एक बार मेरा वकत भी आयेगा मुश्किलो के बिच
बुढी आंखो के सामने आके पुछेगी,”मुजे पहेचानते हो?”
में कहुंगा कुछ लोग आंखो से नही खुश्बु से पहेचाने जाते है

यही गुफतुगुं कि कहानी होगी हम दोनो कि जिंदगी के बिच
एक बार मिलने वालो की भी प्रेमकहानी होती है लोगो के बिच

(नरेश के.डॉडीया)-

———————————————-

इन अंधेरो से अब मेरा वास्ता कोइ नया नही है
लोग भले उजाले मे रहे,मेरी तरह कोइ जिया नही है

दो-चार घुट पिया नही मैयखाने की तोबा हो जाये
साकी से पुछीये मेरी तरह कोइ रिंद ने पिया नही है

मुसलसल मुशायरो में हम गझले सुनाते रहेते है
उन की आंखो से बढीया कोइ अंदाज ए बयां नही है

‘इर्शाद’सुन के हम बडे खुशनुमां माहोल मे रहेते है
लेक़ीन उन की पनाह से बढीया माहोल मुहैया नही है

बहुत सी देखी है मैने भी आला-दरज्जे की हुश्नकारा
उन की दिलकश मुश्कान से बहेतर कोइ नुमाया नहीं है

‘नरेन’बहुत हो चुकी तेरी दिवानगी कागज के पन्नोपे
उस जल्वारेझ हुश्नकाराने अभी तुम्हे कबुल किया नही है

(नरेश के.डॉडीया)